શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અમદાવાદમાં લોકડાઉનનો અમલ, ક્યા આદેશનો ભંગ કર્યો તો સીધા જેલમાં ધકેલી દેવાશે? જાણો વિગત
આ લોકડાઉનનો કડક અણલ કરવાની જાહેરાત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કરી છે. કોરોનાના વાઈરસનો નાશ કરવા મ્યુનિસિપલ કોર્પોરેશને ફાયરના સાધનોથી શહેરના 110 સ્થળે 4 કરોડ લિટર એન્ટિ વાયરલ દવાનો છંટકાવ કર્યો હતો.
અમદાવાદઃ કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને માન આપીને પાળેલા જનતા કર્ફ્યૂ પછી હવે કેન્દ્ર સરકારે 25 માર્ચ સુધી અમદાવાદ જિલ્લા અને શહેરને લોક ડાઉન કરવાની જાહેરાત કરી છે. આ લોકડાઉનના કારણે દૂધ, દવા અને જીવન જરૂરીયાતની ચીજો સિવાયની તમામ દુકાનો બંધ રાખવી પડશે.
આ લોકડાઉનનો કડક અણલ કરવાની જાહેરાત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કરી છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મુકેશ ગઢવીએ કહ્યું કે, સોમવારથી શહેરના તમામ બજારો અને દુકાનો બુધવાર સુધી બંધ રહેશે. તેમણે ચેતવણી આપી હતી કે, દુકાન કે ઓફિસ બંધ નહીં કરનારા સામે પોલીસ ફરિયાદ કરી સીધા જેલમાં ધકેલી દેવામાં આવશે. દુકાનો અને બજારો ખૂલે નહીં તેની તકેદારી રાખવા કે ખૂલેલી દુકાનો-બજારો બંધ કરાવવા કોર્પોરેશને 400 ટીમ બનાવી છે જે શહેરભરમાં ગોઠવાઈ જઈ કડકાઈથી અમલ કરાવશે.
કોરોનાના વાઈરસનો નાશ કરવા મ્યુનિસિપલ કોર્પોરેશને ફાયરના સાધનોથી શહેરના 110 સ્થળે 4 કરોડ લિટર એન્ટિ વાયરલ દવાનો છંટકાવ કર્યો હતો. ફાયર ટેન્ડરની પાઈપ સાથે બ્લોઅરની 16 નોઝલ 100 કિલો પ્રેશરથી અઢી મિનિટમાં 40 લિટર દવા છંટાઈ હતી. એક ફાયર ટેન્ડરમાં 10થી 15 હજાર લિટર પાણીમાં દવા ઉમેરાઈ હતી. નહેરુનગરથી અભિયાન શરૂ થયું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion