શોધખોળ કરો
Advertisement
ભાજપે જિલ્લા-તાલુકા પંચાયતોમાં કેટલા મુસ્લિમોને ટિકિટ આપી તેનો આંકડો જાણીને ચોંકી જશો, આ જિલ્લામાં આપી 31 મુસ્લિમોને ટિકિટ, જાણો સંપૂર્ણ વિગત
ભાજપે સૌથી વધુ મુસ્લિમ ઉમેદવારો ભરૂચમાં ઉતાર્યા છે. ભરૂચ પાલિકામાં 10 અને પંચાયતમાં 21 મળી કુલ 31 મુસ્લિમ ઉમેદવારોને ભાજપે ટિકિટ આપી છે.
અમદાવાદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા જિલ્લા-તાલુકા પંચાયતોના ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. સત્તા મેળવવા માટે આ વખતે ભાજપે મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં મુસ્લિમ ઉમેદવારો પણ મેદાનમાં ઉતાર્યા છે. પાલિકા અને પંચાયતોમાં મહત્તમ બેઠકો જીતવા માટે ભાજપે 219 મુસ્લિમો ઉમેદવારો પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.
ભાજપે સૌથી વધુ મુસ્લિમ ઉમેદવારો ભરૂચમાં ઉતાર્યા છે. ભરૂચ પાલિકામાં 10 અને પંચાયતમાં 21 મળી કુલ 31 મુસ્લિમ ઉમેદવારોને ભાજપે ટિકિટ આપી છે. જ્યારે અમદાવાદ પાલિકામાં 9 અને પંચાયતમાં 3 મળી 10 ઉમેદવારોને ટિકિટ ફાળવી છે. જ્યારે વડોદરા પાલિકામાં 2 અને પંચાયતમાં 19 મળી કુલ 21 મુસ્લિમોને ટિકિટ આપી છે.
છોટાઉદેપુર પાલિકામાં 1, પંચમહાલ પાલિકામાં 8, દાહોદ પાલિકામાં 8 અને પંચાયતમાં 3, નર્મદા પાલિકામાં 1, સુરત પંચાયતમાં 1, મોરબી પાલિકામાં 25 અને પંચાયતમાં 3, સુરેન્દ્રનગર પંચાયતમાં 1, જામનગર પાલિકામાં 22 અને પંચાયતમાં 3, ભાવનગર પાલિકામાં 8 અને પંચાયતમાં 3, દેવભૂમિ દ્વારકામાં 3 અને પંચાયતમાં 1, અમરેલી પાલિકામાં 6, રાજકોટ પાલિકામાં 2, મહેસાણા પાલિકામાં 4 અને પંચાયતમાં 1, સાબરકાંઠા પંચાયતમાં 2, પાટણ પાલિકામાં 12 અને પંચાયતમાં 5, નડિયાદ પંચાયતમાં 4, કચ્છ પાલિકામા 3 અને પંચાયતમાં 21, આણંદ પંચાયતમાં 6 મુસ્લિમ ઉમેદવારોને ભાજપે ટિકિટ આપી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
અમદાવાદ
Advertisement
gujarati.abplive.com
Opinion