(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Lockdown: ગુજરાતના આ શહેરમાં આજથી વીકેન્ડ લોકડાઉનની કરાઈ અપીલ, સોમવાર સવારે 6 વાગ્યા સુધી બધુ બંધ રહશે
રાજ્યના બે મોટા શહેરો અમદાવાદ અને સુરતમાં કોરોનાના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે. ત્યારે સુરત જિલ્લાની કડોદરા નગરપાલિકાએ વીકેન્ડ લોકડાઉન લાદવાનો નિર્ણય કર્યો છે. આ દરમિયાન માત્ર આવશ્યક સેવાઓ જ ચાલુ રહેશે.
સુરત: રાજ્યમાં કોરોના વાયરસ(Coronavirus)નું સંક્રમણ સતત વધી રહ્યું છે. રાજ્યના બે મોટા શહેરો અમદાવાદ(Ahemdabad) અને સુરત(Surat)માં કોરોના(Corona)ના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે. ત્યારે સુરત(Surat) જિલ્લાની કડોદરા (Kadodra)નગરપાલિકાએ વીકેન્ડ લોકડાઉન લાદવાનો નિર્ણય કર્યો છે. આ દરમિયાન માત્ર આવશ્યક સેવાઓ જ ચાલુ રહેશે.
કડોદરા ખાતે સ્વયં-ભૂ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. કડોદરા નગરપાલિકા, કડોદરા GIDC, પોલીસ તેમજ વેપારી એસોસિએશન દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે કડોદરા ખાતે કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો થતાં સ્વયંભૂ લોકડાઉન લાદવાની અપીલ કરાઈ છે. આજે રાત્રે 8 વાગ્યાથી લઈને સોમવાર સવારે 6 વાગ્યા સુધી સ્વયંભૂ લોકડાઉનની અપીલ કરવામાં આવી છે.
નોંધનીય છે કે, રાજ્યમાં ગુરૂવારે છેલ્લા 24 કલાકમાં નવા રેકોર્ડ બ્રેક ચાર હજાર 21 પોઝિટીવ કેસ નોંધાયા છે. તો કોરોનાની સારવાર દરમિયાન 35 લોકોના મૃત્યુ નિપજ્યા છે. છેલ્લા આઠ દિવસમાં એક્ટિવ કેસની સંખ્યામાં 62 ટકાના વધારા સાથે 20 હજાર 473 પર પહોંચી ગયો છે. જેમાંથી 182 લોકો વેન્ટિલેટર પર અને 20291 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 92.44 ટકા છે. હાલની સ્થિતિએ પ્રતિ કલાકે 167 નવા કેસ નોંધાય રહ્યાં છે. 35 દર્દીઓના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક પણ ચાર હજાર 655 પર પહોંચી ગયો છે. ગઈકાલે 2197 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 3,07346 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
ગઈકાલે સુરત કોર્પોરેશનમાં 14, અમદાવાદ કોર્પોરેશનમાં 8, રાજકોટમાં-2, રાજકોટ કોર્પોરેશન-2, વડોદરા કોર્પોરેશ-2, અમદાવાદ, અમેરલી, ભરૂચ,ભાવનગર, જામનગર, મહેસાણા અને વડોદરામાં 1-1 દર્દીના મોત સાથે કુલ 35 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ મૃત્યુઆંક વધીને 4655 પર પહોંચી ગયો છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 951, સુરત કોર્પોરેશનમાં 723, રાજકોટ કોર્પોરેશનમાં 427, વડોદરા કોર્પોરેશનમાં 379, સુરત 237, વડોદરા 111, જામનગર કોર્પોરેશન 104, રાજકોટ 93, જામનગરમાં 99, મહેસાણા-74, ભાવનગર કોર્પોરેશન-61, કચ્છ 41, ગાંધીનગર કોર્પોરેશન-39, જૂનાગઢ -39, ગાંધીનગર-38, જૂનાગઢન કોર્પોરેશન-38, મહિસાગર-38, મોરબી-37, ખેડા-29, પંચમહાલ-29, બનાસકાંઠા- 27, અમદાવાદ-26, ભરૂચ-26, દાહોદ-26, અમેરલી-24, ભાવનગર -23, સાબરકાંઠા-22, નર્મદા-21, આણંદ-20, વલસાડ-20, નવસારી-17, સુરેન્દ્રનગર-15, દેવભૂમિ દ્વારકા -11, ગીર સોમનાથ-11, ડાંગ-9 અને તાપીમાં 9 કેસ નોંધાયા હતાં.