ગુજરાતમાં લોકડાઉન લગાવવા મુદ્દે રૂપાણીએ શું કરી મોટી જાહેરાત?
તેમણે ઉમેર્યું હતું કે, આપણે લોકોને કહીએ છીએ કે, શનિ-રવિની રજામાં કામ સિવાય બહાર જવાય જ નહીં. હમણા થોડા દિવસ-ચાર અઠવાડિયા આપણે ઘરમાં રહીએ અને લોકો પોતે સ્વયંભૂ નિર્ણય કરશે.
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાનો રાફડો (Gujarat Corona Cases) ફાટ્યો છે. આ દરમિયાન ઘણા ગામડા, શહેરોમાં લોકોએ સ્વયંભૂ લોકડાઉનનો (Self Lockdown) ફેંસલો લીધો છે. ગુજરાતમાં કોરોનાના વધતા કેસ વચ્ચે ફરી એક વખત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (Gujarat CM Vijay Rupani) લોકડાઉનને લઈ મોટું નિવેદન આપ્યું છે.
સીએમ રૂપાણીએ આજે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, બહુ સ્પષ્ટ મેં અગાઉ પણ કીધું છે કે વડાપ્રધાને પણ એમની મીટિંગમાં કીધું છે, ગઈ કાલે પણ મેં કીધું છે, લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે અને ગુજરાતની સાણી જનતા દરેક વખતે ખૂબ સારો સાથ અને સહકાર આપ્યો છે. 24 કલાકમાંથી 10 કલાકનો કર્ફ્યૂ 20 શહેરમાં લગાવ્યો છે. લોકો દરરોજ દરરોજનું કમાઇને ખાનારા લોકોની પણ ચિંતા કરીએ છીએ અને સાથે સાથે બિનજરૂરી લોકો બહાર ન નીકળે એની પણ વ્યવસ્થાઓ આપણે કરીએ છીએ. એટલે આપણે કોઈ લોકડાઉનની દિશામાં આપણે જતા નથી.
તેમણે ઉમેર્યું હતું કે, આપણે લોકોને કહીએ છીએ કે, શનિ-રવિની રજામાં કામ સિવાય બહાર જવાય જ નહીં. હમણા થોડા દિવસ-ચાર અઠવાડિયા આપણે ઘરમાં રહીએ અને લોકો પોતે સ્વયંભૂ જો વિષય કરશે. ચેમ્બરોએ પણ સ્વયંભૂ ક્યાંકને ક્યાંક બજારો બંધ રાખવાના નિર્ણયો કર્યા છે. એ આવકાર પાત્ર છે. અમુક ગામોએ પણ નિર્ણય કર્યા છે. આવકાર પાત્ર છે. સરકાર લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે અને સારામાં સારી વ્યવસ્થા થાય એની ચિંતા કરે છે.
ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર
શુક્રવારે રાજ્યમાં સૌથી વધુ 4541 નવા કેસ નોંધાયા જ્યારે વધુ 42નાં મૃત્યુ થયા હતા. ગઈકાલે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ હતા. આ પહેલા 8 એપ્રિલે 4 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં ગઈકાલે 2280 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 309626 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active Cases) ની સંખ્યા વધીને 2200ને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 22692 પર પહોંચ્યો છે. જેમાંથી 187 લોકો વેન્ટિલેટર પર અને 22505 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 91.87 ટકા છે.