શોધખોળ કરો

કોરોનાના કહેરને પગલે સૌરાષ્ટ્રના વધુ બે માર્કેટિંગ આગામી 5 દિવસ રહેશે બંધ, જાણો કયા છે આ બે માર્કેટ?

અમરેલી APMC તા. 14 થી 18 એપ્રિલ સુધી બંધ રહેશે, જ્યારે બાબરા APMC તા. 13 થી 18 એપ્રિલ સુધી બંધ રહેશે. ઉપરોકત રજાના દિવસે ખેત જણસો નહી લાવવા ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે. 

અમરેલીઃ ગુજરાતમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે શહેર-ગામો અને બજારો સ્વૈચ્છિક બંધ થઈ રહ્યા છે. હવે અમરેલીના બે માર્કેટિંગ યાર્ડ 18મી સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  અમરેલી(Amreli) જિલ્લાના કોરોના વધતા  સંક્રમણને પગલે માર્કેટિંગ યાર્ડ (Marketing Yard)દ્વારા નિર્ણય લેવામમાં આવ્યો છે. 

જીલ્લાના બે સૌથી મોટા માર્કેટીંગ યાર્ડ આગામી 5 દિવસ સુધી બંધ રહેશે. અમરેલી APMC તા. 14 થી 18 એપ્રિલ સુધી બંધ રહેશે, જ્યારે બાબરા APMC તા. 13 થી 18 એપ્રિલ સુધી બંધ રહેશે. ઉપરોકત રજાના દિવસે ખેત જણસો નહી લાવવા ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે. 

રાજકોટમાં જેતપુર માર્કેટિંગ યાર્ડના વેપારી એસોસિએશન દ્વારા સ્વૈચ્છિક બે દિવસના લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. માર્કેટિંગ યાર્ડમાં હરાજીનું કામકાજ અને જણસીની આવકો બંધ રહેશે. બે દિવસ ખેડૂતોને જણસી લઈને નહિ આવવા અપીલ કરવામાં આવી છે. કોરોનાનું સંક્રમણ વધતા સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કર્યો છે. વેપારીઓ આજે અને આવતીકાલે એમ બે દિવસ પોતાના વેપાર અને ધંધા રાખશે બંધ. 

ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે ત્યારે ચારે બાજુ હવે રાજ્યમાં લોકડાઉન લગાવવાની માગ ઉઠી છે. વિપક્ષ તો ઠીક પણ હવે તો ભાજપના પક્ષમાંથી જ લોકડાઉન કરવાની માગ ઉઠી છે. અમરેલી ભાજપના આગેવાન અને ડોક્ટર કાનાબારે કોરોનાના વાયરસને લઈને ટ્વીટ કર્યું છે.

તેમણે ટ્વીટમાં કહ્યું કે, ગુજરાતને મહારાષ્ટ્ર બનતું અટકાવવા માટે 14 દિવસનું લોકડાઉન કરવામાં આવે. આર્થિક વિટમ્બણાઓનું જોખમ વ્હોરીને પણ રાજ્યમાં લોકડાઉન કરવું જોઈએ. શ્વાસની અવર-જવર ચાલુ રાખવી હશે તો માણસોની અવરજવર બંધ કરવી પડશે. તેમણે લોકડાઉન શા માટે જરૂરી છે તેને લઈને કારણો વીડિયોમાં રજૂ કર્યા છે.

નોંધનીય છે કે, રાજ્યમાં કોરોનાની વકરેલી સ્થિતિ મુદ્દે હાઇકોર્ટે (High Court) સુઓ મોટો કરેલી જાહેર હિતની અરજી પર સુનાવણી કરી હતી. ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ગંભીર બની રહી છે તેને જોતાં રાજ્યમાં ફરી લોકડાઉન લાદવામાં આવી શકે તેવી અટકળો પણ થઈ છે.  દરમિયાન રૂપાણી સરકારે (Rupani Government) આજે હાઈકોર્ટમાં કહ્યું  લોકડાઉનનો વિચાર નથી.લોકડાઉન (Lockdown) વિકલ્પ નથી. ગરીબ માણસોને ઘણી તકલીફો પડશે. સ્વૈચ્છિક બંધ રાખવા અપીલ કરી રહ્યા છીએ. ગુજરાતમાં સ્થિતિ ખરાબ છે, પણ બાકી રાજ્યો કરતા સારું કરવાના પ્રયાસ કરી રહ્યા છીએ. કોર્ટે રાજ્યમાં થઈ રહેલા કોરોના કેસને લઈ સરકારનો ઉધડો લીધો હતો.

ચીફ જસ્ટિસે કહ્યું, રાજ્ય સરકારની અમુક નીતિઓથી અમે ખુશ નથી. આ નીતિઓ સુધારવાની જરૂર છે...આ વાતની આપને ખબર છે અને આ પહેલા પણ અમે એ બાબતે આ સંકેત આપી ચૂક્યા છીએ. ચીફ જસ્ટિસે કેન્દ્ર સરકારના વકીલને ટકોર કરતાં કહ્યું જ્યારે કોઈ રાજ્ય યોગ્ય રીત ના નિર્ણયને લઈ શકતું હોય તો મહામારી ના સમયમાં કેન્દ્ર સરકાર રાજ્યને યોગ્ય માર્ગદર્શન કેમ ન આપી શકે?

કોર્ટે એમ પણ કહ્યું, 14 એપ્રિલ સુધીમાં જે પણ પગલાં લેવાના હોય એ લઈને એફિડેવિટ પર જણાવો. પ્રસાર માધ્યમોમાં આવતા અહેવાલોમાં તથ્ય નથી એવું કહી શકાય નહીં. પ્રસાર માધ્યમો જવાબદારીપૂર્વકનું પત્રકારત્વ કરે છે. આ અંગે વધુ સુનાવણી 15 એપ્રિલના રોજ કરવામાં આવશે.

કોર્ટે કહ્યું અત્યારે સામાન્ય માણસને ટેસ્ટ (Corona Test)  કરાવવાનો થાય તો ત્રણ દિવસે ટેસ્ટ થાય છે અને પાંચ દિવસ રિપોર્ટ આવે છે,આવી સ્થિતિ શા માટે. તમારે મારે કે સરકારી વકીલને ટેસ્ટ કરાવવા હોય તો કદાચ એક દિવસમાં કરી આપતા હશે પણ સામાન્ય માણસને આજે પણ ત્રણ ત્રણ દિવસ રાહ જોવી પડે છે. શું આપને આ ખબર છે?

ગુજરાતમાં હજુ પણ એવા તાલુકાઓ અને જગ્યાઓ છે જ્યાં ટેસ્ટ નથી થતા. દરેક મહામારી ઓછામાં ઓછી ત્રણ વર્ષ ચાલી હોય આવો ઇતિહાસ છે એટલે કોરોના મહામારી ક્યારે જશે એ હાલ કહી શકાય નહીં. રસીના બે ડોઝ લીધા પછી પણ મૃત્યુ થયું હોય તેવા કિસ્સાઓ છે. રસી મદદ ચોક્કસ કરે છે પણ તકેદારી રાખવી જરૂરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget