શોધખોળ કરો
Advertisement
રૂપાણી સરકારના કયા મંત્રીએ ભૂમાફિયા સાથે સંબંધ હોવાના આક્ષેપો ફગાવ્યા? જાણો શું કરી સ્પષ્ટતા?
મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે હકુભા જાડેજાએ પત્રકાર પરીષદ સંબોધી હતી અને પોતાના પર થઈ રહેલ આક્ષેપોને મંત્રીએ પાયાવિહોણા ગણાવ્યા હતા.
જામનગરઃ રૂપાણી સરકારમાં મંત્રી હકુભા જાડેજા સામે ભૂમાફિયા અને અસામાજિકતત્વો સાથે સંબંધો હોવાના પ્રસારિત થયેલા અહેવાલો પછી આજે મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે હકુભા જાડેજાએ પત્રકાર પરીષદ સંબોધી હતી અને પોતાના પર થઈ રહેલ આક્ષેપોને મંત્રીએ પાયાવિહોણા ગણાવ્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે, કેટલાક હિત શત્રુઓ દ્વારા રાજકીય રીતે પછાડી દેવા પરદા પાછળ રમત રમી રહ્યા છે. મેં સામેથી સીએમ અને પ્રદેશ પ્રમુખ પાસે મારા પર થયેલ આક્ષેપ અંગે તપાસની માંગણી કરી છે. જયેશ પટેલ કે અન્ય કોઈ અસમાજિક તત્વો સાથે કોઈ મારો સબંધ નથી. મેં મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખની અનુમતિ બાદ આજે પત્રકાર પરિષદ કરી છે. રાજ્ય સરકારને મેં કહ્યું છે કે તપાસ થાય અને દૂધનું દૂધ પાણીનું પાણી કરે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
ક્રાઇમ
Advertisement
gujarati.abplive.com
Opinion