Amreli Rain: અમરેલીના રાજુલા-જાફરાબાદ પંથકમાં વરસાદ, ધરતીપુત્રો ખુશખુશાલ
રાજુલા કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં લાંબા વિરામ બાદ 30 મિનિટ કરતા વધુ સમયથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેને લઈ ધરતીપુત્રો ખુશખુશાલ થઈ ગયા છે.
Amreli Rain: સૌરાષ્ટ્ર પર મેઘરાજા મહેરબના થયા છે. અમરેલીના રાજુલા-જાફરાબાદ પંથકમાં વરસાદ છે. રાજુલા શહેરમાં ધોધમાર વરસાદથી રોડ રસ્તા ઉપર પાણી ભરાયા હતા. રાજુલાના ડુંગર, ડુંગરપરડા, જીંજકા, કુંભારીયા, હિંડોરણા, ખાખબાઈ સહીત ગામડામાં વરસાદ છે. જાફરાબાદના લોઠપુર, સરોવડા, ભટવદર, બારપટોળી આસપાસ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે. રાજુલા કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં લાંબા વિરામ બાદ 30 મિનિટ કરતા વધુ સમયથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેને લઈ ધરતીપુત્રો ખુશખુશાલ થઈ ગયા છે. ખાંભાના ખડાધાર, કાંટાળા સહીત કેટલાક ગામડામાં વરસાદી ઝાપટા છે.
રાજકોટ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોરાજીમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ હવે ઉપલેટામાં પણ વરસાદે તારાજી સર્જાઈ છે. ઢાંક ગામે 10 ઈંચ વરસાદ ખાબકતા ખેતરો ધોવાયા હતા. મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકોને નુકસાન થયું છે. કેશ્વર નેસ પાસેના તળાવનું પાણી ખેતરોમાં ફરી વળ્યું છે. અનેક રજૂઆત છતા કોઈ કામગીરી ન કરાઈ હોવાનો આરોપ લાગ્યો છે.
આગામી 3 દિવસ વરસાદની આગાહી
- 22મી જુલાઇએ અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, ડાંગ, વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ છે. પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, ભરૂચ, નર્મદા, તાપીમાં ઓરેન્જ એલર્ટ છે. જ્યારે રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં યલો એલર્ટ છે.
- 23મી જુલાઇએ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ છે. જ્યારે રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગરમાં યલો એલર્ટ છે.
- 24મી જુલાઇએ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ છે. રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં યલો એલર્ટ છે.
ઉપલેટા પંથકમાં મેઘરાજા મહેરબાન
રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં મેઘરાજા મહેરબાન થયા છે. ઉપલેટા શહેરમાં સવારથી ઝરમર વરસાદ બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સવારે 9 વાગ્યાથી બપોરે 4:00 વાગ્યા સુધીમાં 1.5 ઈંચ (40 mm) વરસાદ પડી ગયો છે જ્યારે મોસમનો કુલ વરસાદ 21 ઈંચ (521 mm) વરસાદ નોંધાયો છે.
ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરના શાક માર્કેટ, જીરાપા પ્લોટ, ભાદર ચોક, કટલેરી બજાર, જીકરીયા ચોક, સિંધી બજાર સહિતના વિસ્તારોના રસ્તાઓમાં પાણી ભરાયા હતા. પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકોને પરેશાની થઈ હતી.
ગ્રામ્ય પંથકમાં હાડફોડી, ચીખલીયા, કાથરોટા, ડુમિયાણી, વરજાંગ જાળીયા, સમઢીયાળા, તલંગણા, લાઠ, કોલકી, ભાયાવદર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વરસાદને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
રાજકોટના ધોરાજી તાલુકાના છત્રાસા ગામમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. છત્રાસાથી માણાવદર બાટવા તરફ જવાના કોઝવે પર નદીના પાણી ફરી વળ્યા છે. જેના કારણે રસ્તો બંધ થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા 3 દિવસથી વરસી રહેલા વરસાદના કારણે નદી-નાળા પણ છલકાયા છે.