શોધખોળ કરો

IMD 2026 રિપોર્ટ: દેશમાં વરસાદની ખેંચ વર્તાઈ શકે છે, જાણો કયા વિસ્તારોમાં સૌથી ઓછો વરસાદ પડશે

અલ નીનોની અસરથી દેશમાં આ વર્ષે સરેરાશ 92 ટકા એટલે કે સામાન્ય કરતા ઓછો વરસાદ પડવાની ચેતવણી; 16 મેના રોજ અંદમાનમાં ચોમાસું બેસવાની સંભાવના.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ચોમાસું ૧૬ મેના રોજ અંદમાન પહોંચી, ૧૫ જૂન સુધી ગુજરાતમાં આવશે.
  • અલ નીનોની અસરથી ૨૦૨૬માં વરસાદ સામાન્ય કરતા ઓછો રહેશે.
  • દેશભરમાં સરેરાશ વરસાદ LPAના ૯૨ ટકા રહેવાની શક્યતા.
  • ખેડૂતો માટે ચિંતાજનક, પરંતુ દક્ષિણ ભારતમાં વરસાદ સારો રહેશે.

Gujarat monsoon 2026 forecast: કાળઝાળ ગરમીથી રાહતની રાહ જોઈ રહેલા લોકો માટે હવામાન વિભાગે ચોમાસાને લઈને એક મોટી આગાહી કરી છે. એક તરફ સારા સમાચાર એ છે કે આ વર્ષે ચોમાસું નિર્ધારિત સમય કરતા થોડું વહેલું એટલે કે 16 મેના રોજ અંદમાનમાં પહોંચી જશે અને ગુજરાતમાં 15 જૂન આસપાસ તેની એન્ટ્રી થઈ જશે. પરંતુ ખેડૂતો માટે ટેન્શન વધારવા વાળા સમાચાર એ છે કે, ભારતીય હવામાન વિભાગ (IMD) ના 2026 ના નવા રિપોર્ટ મુજબ આ વર્ષે અલ નીનોની અસરને કારણે દેશભરમાં વરસાદ સામાન્ય કરતા ઓછો નોંધાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, દરિયામાં સાનુકૂળ પરિબળો અને ભેજવાળા પવનો સર્જાતા આ વર્ષે ચોમાસું 18 મેના બદલે 2 દિવસ વહેલું એટલે કે 16 મેના રોજ અંદમાન ટાપુઓ પર બેસી જશે. અંદમાનમાં વિધિવત આગમન બાદ મેઘરાજા આગળ વધશે અને 1 જૂનની આસપાસ કેરળના દરિયાકાંઠે પહોંચશે. જો આ જ રીતે સિસ્ટમ આગળ વધતી રહી તો, 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ ચોમાસાની શરૂઆત થઈ શકે છે.

જોકે, આગમન ભલે વહેલું થાય, પરંતુ IMD ના રિપોર્ટ મુજબ જૂનથી સપ્ટેમ્બર વચ્ચે દેશભરમાં વરસાદનું પ્રમાણ સામાન્ય કરતા ઓછું રહી શકે છે. આ વર્ષે કુલ વરસાદ લાંબા ગાળાની સરેરાશ (LPA) ના 92 ટકા આસપાસ રહેવાની ધારણા છે. તમને જણાવી દઈએ કે, 1971 થી 2020 ની વચ્ચે દેશની સરેરાશ 87 સેન્ટિમીટર હતી, જેને જોતા 90 થી 95 ટકા વચ્ચેનો વરસાદ "સામાન્ય કરતાં ઓછો" ગણવામાં આવે છે. આ નબળા ચોમાસા પાછળનું મુખ્ય કારણ પેસિફિક મહાસાગરમાં બની રહેલી 'અલ નીનો' ની સ્થિતિ છે, જે ભારતના ચોમાસા પર ખરાબ અસર કરી શકે છે.

આવતીકાલનું હવામાનઃ દેશના 15 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને તોફાનની IMDની આગાહી, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન

ઓછા વરસાદની આ આગાહી ખાસ કરીને ખેતી અને પાણીના જથ્થા માટે બહુ મોટી ચિંતાનો વિષય છે. ઉત્તર અને મધ્ય ભારતના ઘણા ખેતી આધારિત રાજ્યોમાં વરસાદની ભારે ખેંચ જોવા મળી શકે છે. જોકે, થોડી રાહતની વાત એ છે કે દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારો તેમજ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, પૂર્વોત્તર રાજ્યો, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં વરસાદની સ્થિતિ પ્રમાણમાં સારી રહી શકે છે.

આવતીકાલનું હવામાન: 10થી વધુ રાજ્યમાં વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડશે, જાણો કયા રાજ્યમાં શું એલર્ટ?

Frequently Asked Questions

આ વર્ષે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત ક્યારે થશે?

આ વર્ષે ચોમાસું 16 મેના રોજ અંદમાનમાં પહોંચશે અને ગુજરાતમાં 15 જૂન આસપાસ તેની શરૂઆત થવાની શક્યતા છે.

શું આ વર્ષે વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેશે?

હા, અલ નીનોની અસરને કારણે આ વર્ષે દેશભરમાં વરસાદ સામાન્ય કરતાં ઓછો નોંધાય તેવી શક્યતા છે. કુલ વરસાદ LPA ના 92 ટકા આસપાસ રહેવાની ધારણા છે.

ઓછો વરસાદ થવાનું મુખ્ય કારણ શું છે?

ઓછા વરસાદનું મુખ્ય કારણ પેસિફિક મહાસાગરમાં બની રહેલી 'અલ નીનો' ની સ્થિતિ છે, જે ભારતના ચોમાસા પર ખરાબ અસર કરી શકે છે.

કયા વિસ્તારોમાં વરસાદની સ્થિતિ પ્રમાણમાં સારી રહી શકે છે?

દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારો તેમજ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, પૂર્વોત્તર રાજ્યો, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં વરસાદની સ્થિતિ પ્રમાણમાં સારી રહી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ

વિડિઓઝ

Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!
Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Embed widget