Gujarat Monsoon: 10 વાગ્યા સુધીમાં રાજ્યના 24 તાલુકામાં વરસાદ, 17 જુલાઈથી વધુ એક રાઉન્ડ
આજે સવારે 10 વાગ્યા સુધીમાં રાજ્યના 24 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 10 વાગ્યા સુધીમાં નવસારીના ગણદેવીમાં બે ઈંચ વરસાદ નોંધાયો છે.
Gujarat Monsoon 2023: રાજ્યમાં 17 જુલાઈથી વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થશે. નવસારી, વલસાડ, તાપી, સુરતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સવારે 10 વાગ્યા સુધીમાં રાજ્યના 24 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 10 વાગ્યા સુધીમાં નવસારીના ગણદેવીમાં બે ઈંચ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધીમાં સિઝનનો 49.21 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
ક્યાં કેટલો વરસાદ
- આજે સવારે 10 વાગ્યા સુધીમાં સુરતના પલસાણામાં પોણા બે ઈંચ વરસાદ
- સુરતના મહુવામાં એક ઈંચ વરસાદ
- નવસારી તાલુકામાં એક ઈંચ વરસાદ
- તાપીના ડોલવણમાં એક ઈંચ વરસાદ
- વલસાડ તાલુકામાં એક ઈંચ વરસાદ
- કપરાડા, વઘઈ, ખેરગામમાં અડધો અડધો ઈંચ વરસાદ
- ચીખલી, વાલોડ, ધરમપુરમાં પણ નોંધાયો સામાન્ય વરસાદ
અત્યાર સુધીમાં સિઝનનો વરસી ચૂક્યો છે 49.21 ટકા વરસાદ
ગુજરાતમાં ચોમાસાના આગમનથી લઈ અત્યાર સુધી સીઝનનો અડધોઅડધ વરસાદ પૂરો થવામાં છે. અત્યાર સુધી સરેરાશ 16.75 ઈંચ સાથે સીઝનનો 49 ટકાથી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. હવે આગામી બે દિવસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં હાલ 5 તાલુકામાં 40 ઈંચથી વધુ, 58 તાલુકામાં 20 થી 40 ઈંચ, 133 તાલુકામાં 10 થી 20 ઈંચ, 53 તાલુકામાં 5 થી 10 ઈંચ, બે તાલુકામાં બે થી પાંચ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. બે ઈંચથી ઓછો વરસાદ પડયો હોય તેવો એકપણ તાલુકો નથી. તાલુકા પ્રમાણે જુનાગઢના વિસાવદરમાં સૌથી વધુ 51 ઈંચ, નવસારીના ખેરગામમાં 49 ઈંચ, જુનાગઢના મેંદરડામાં 44.60 ઈંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. જિલ્લા પ્રમાણે જોવામાં આવે તો વલસાડમાં સૌથી વધુ 39 ઈંચ વરસાદ વરસ્યો છે. આ વખતે 15 તાલુકામાં 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.
આવતીકાલે ક્યાં છે વરસાદની સંભાવના
હવામાન વિભાગની આગાહી અનુસાર શનિવારે વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, અમરેલી, ભાવનગર,ગીર સોમનાથમાં ભારે વરસાદ જ્યારે અન્યત્ર હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે.
અંબાલાલ પટેલે શું કરી છે આગાહી
ગુજરાતમાં બે રાઉન્ડ બાદ હવે ફરી એક વખત વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થવાનો છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી સમયમાં ભારે વરસાદને પગલે નર્મદા બંધ છલકાશે. ગુજરાતની નદીઓમાં ભારે પુર આવી શકે છે, તાપી નદીમાં પુર આવવાની શક્યતા છે. ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં નવીન પ્રકારનું ચોમાસુ જોવા મળશે. 17થી 20 જુલાઈ દરમિયાન અતિવૃષ્ટિ થવાની શક્યતા છે, 23 જુલાઈથી 8 ઑગસ્ટ અતિભારે વરસાદ ગુજરાતમાં રહેશે.
Join Our Official Telegram Channel: