Gujarat Monsoon: પ્રથમ નોરતે દક્ષિણ ગુજરાત બાદ અમરેલીમાં પણ વરસાદની એન્ટ્રી, ધોધમાર વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: ખાંભા, ધુંધવાણા, ડેડાણ સહિતના ગામોમાં વરસાદ છે, ખાંભા શહેરમાં પણ વરસાદ છે. ધોધમાર વરસાદના કારણે વાતવારણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
Gujarat Monsoon: આજથી નવરાત્રીની શરૂઆત થઈ છે. હવામાન વિભાગે રાજ્યના અમુક વિસ્તારોમાં નવરાત્રી દરમિયાન કરેલી આગાહી મુજબ દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્રમાં વણ વરસાદ શરૂ થયો છે. અમરેલી જીલ્લામાં વરસાદની એન્ટ્રી થઈ છે. ખાંભા ગીર પંથકના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ગીરના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ખાંભા, ધુંધવાણા, ડેડાણ સહિતના ગામોમાં વરસાદ છે, ખાંભા શહેરમાં પણ વરસાદ છે. ધોધમાર વરસાદના કારણે વાતવારણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ
દક્ષિણ ગુજરાતમાં વરસાદ શરૂ થયો છે. વરસાદના કારણે ગરબા આયોજકો ચિંતામાં પડી ગયા છે. સુરત જિલ્લામાં વિરામ બાદ વરસાદ શરૂ થયો છે. ઓલપાડ,કરમલા,માસમાં,સહિતનાં ગામોમાં વરસાદ પડી રહ્યો છે.
મનદિપ ઇન્ડસ્ટ્રીઝની 16 કરોડની મિલકત ED એ કરી જપ્ત, જાણો શું છે મામલો
ઇડી દ્વારા રાજકોટ જિલ્લાની મનદિપ ઇન્ડસ્ટ્રીઝ સામે કાર્યવાહી કરવામાં આવી છે. મની લોન્ડ્રિ એક્ટ અંતર્ગત 16 કરોડ રૂપિયાની મિલકતો ED એ જપ્ત કરી છે. મનદિપ ઇન્ડસ્ટ્રીઝ ઉપલેટામાં ખાદ્ય તેલનો વેપાર કરે છે. કંપનીએ 47.30 કરોડની કેશ ક્રેડિટ લોન લીધી હતી, જે બાદ 44.64 કરોડની છેતરપિંડી કરી હતી. 2014 થી 2020 દરમિયાન 47.30 કરોડની રોકડ ક્રેડિટની લોન લીધી હતી. જે પૈકી 44.64 કરોડની રોકડ ભરાપાઇ ન કરી હતી અને સ્ટોક પૂર્વ મંજુરી વગર વેંચી નાખવામાં આવ્યો હતો. જે બાદ યુનિયન બેંક ઓફ ઇન્ડિયા દ્રારા સીબીઆઇમાં ફરિયાદ કરવામાં આવી હતી.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
દેશમાં કોરોના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4 હજાર 129 નવા કેસ નોંધાયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ વધીને 2.51 ટકા થયો છે. 4688 દર્દી સાજા થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 43 હજાર 415 થઈ છે. કુલ 4 કરોડ 40 લાખ 298 લોકો કોરોના મુક્ત થયા છે. મૃત્યુના કુલ આંકડા પર નજર કરીએ તો આ આંકડો 5 લાખ 28 હજાર 530 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 217 કરોડ 68 લાખ 35 હજાર 714 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 11 લાખ 67 હજાર 772 ડોઝ અપાયા હતા.