Fire Incident: ભાવનગરમાં હૉસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી, અનેક દર્દી ફસાયા, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
Bhavnagar Fire Incident: માહિત પ્રમાણે, આજે સવારૈ ભાવનગરમાં આવેલા સમીપ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં અચાનક લાગી ભીષણ આગ લાગી ગઇ હતી

Bhavnagar Fire Incident: ભાવનગરમાં આગની ઘટનાથી અફરતફરી મચી ગઇ છે. આજે વહેલી સવારે ભાવનગરમાં સમીપ કૉમ્પલેક્ષમાં આગ લાગતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા, ખાસ વાત છે કે, કૉમ્પલેક્ષમાં હૉસ્પિટલો આવેલી હોવાથી દર્દીઓના જીવ જોખમે મુકાયા છે. હાલમાં ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવવા અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દીધુ છે. કૉમ્પ્લેક્ષની આગ વિકરાળ બનતા ધૂમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળી રહ્યાં છે.
માહિત પ્રમાણે, આજે સવારૈ ભાવનગરમાં આવેલા સમીપ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં અચાનક લાગી ભીષણ આગ લાગી ગઇ હતી, આ કૉમ્પ્લેક્ષ શહેરના કાળુભાર રોડ પર આવેલું છે, કૉમ્પ્લેક્ષમાં કેટલીય હૉસ્પિટલો છે, જેના કારણે દર્દીઓના જીવ જોખમમાં મુકાયા છે. આગના કારણે ધુમાડાના ગોટેગોટા નીકળતા કોમ્પલેક્ષમાં દાખલ દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓમાં ભય ફેલાયો હતો. આગની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઇ હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસો શરૂ કરી દીધા હતા. આ ઉપરાંત આ કૉમ્પલેક્ષમાં શુભમ ન્યૂરો કેર હોસ્પિટલમાં ફસાયેલા દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન દર્દીઓ અને અન્ય લોકોને કાચની બારીઓ તાડીને બહાર કઢાયા હતા. આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ઇજાગ્રસ્તો અને અન્ય દર્દીઓને સલામત સ્થળે ખસેડવા માટે 25 થી 30 જેટલી એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી હતી. આ એમ્બ્યુલન્સો દ્વારા તમામ દર્દીઓને યુદ્ધના ધોરણે અન્ય હોસ્પિટલોમાં ખસેડવાની કામગીરી ચાલુ છે.





















