Gujarat Monsoon: રાજ્યના 27 તાલુકામાં વરસાદ, પોરબંદરના કુતિયાણામાં સૌથી વધુ
જેમાં સૌથી વધુ પોરબંદરના કુતિયાણામાં વરસાદ ખાબક્યો છે. અહીં એક ઈંચ વરસાદ નોંધાયો છે.
Gujarat Monsoon Update: ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીની ઘડીઓ ગણાઈ રહી છે. આજે સવારે 10 વાગ્યા સુધીમાં 27 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ પોરબંદરના કુતિયાણામાં વરસાદ ખાબક્યો છે. અહીં એક ઈંચ વરસાદ નોંધાયો છે.
- છેલ્લા ચાર કલાકમાં કુતિયાણામાં એક ઈંચ વરસાદ
- આજના દિવસમાં ખેડાના વસોમાં અડધો ઈંચ વરસાદ
- સવારથી અત્યાર સુધીમાં હાલોલમાં અડધો ઈંચ વરસાદ
- ધોળકા અને મહેમદાબાદમાં આજે પડ્યો અડધો ઈંચ વરસાદ
- મહુધા, ધોલેરા, સાવરકુંડલા, ગીર ગઢડામાં પણ વરસાદ
- સુત્રાપાડા, કઠલાલ, માતર, બાવળામાં પણ વરસાદ
- ઠાસરા, કોડીનાર, વંથલીમાં ઝરમર વરસાદ
- જુનાગઢના માંગરોળ અને માળીયા હાટીનામાં વરસાદ
- સાવલી, ઉના, આણંદ, બોરસદમાં પણ વરસાદ યથાવત
- સાવરકુંડલા શહેર અને ગ્રામ્યમાં પણ વરસાદ
ગીર સોમનાથ જિલ્લામાં વહેલી સવારથી વરસાદ
ગીરસોમનાથના વેરાવળ, સૂત્રાપાડા, કોડીનાર સહિતના દરિયાકાંઠા ના વિસ્તારોમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયો છે. વરસાદના કારણે વાતાવારણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી પ્રમાણે, આગામી ચાર દિવસ ગુજરાતના અમુક વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે. અન્ય વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. ચોમાસાની ગતિવિધિઓ તેજ થઇ ગઇ છે. આગામી 24 કલાકમાં ગુજરાતમાં ચોમાસાનું આગમન થવાના એંઘાણ છે. ચોમાસું આગળ વધવા માટેની સ્થિતિ સાનુકૂળ દેખાઇ રહી છે. હવે ચોમાસાને આગમનને પણ 24 કલાક જેટલો જ સમય રહી ગયો છે.
રાજ્યમાં વિધિવત ચોમાસાના પ્રારંભ આગામી 24 કલાક બાદ થઇ જેશે. આજ સવારથી રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી મોહાલ છવાયો છે. હવામાન વિભાગે આજે દક્ષિણ, મધ્ય ગુજરાતમાં ભારે આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં પણ આજે ભારે વરસાદ થઇ શકે છે. આજે અને આવતીકાલે વલસાડ અને દમણ... તો 27 જૂને સુરત, નવસારી, વલસાડ અને દમણ... તો 28 જૂને સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
મુંબઈમાં પણ ધોધમાર વરસાદ
મહારાષ્ટ્રના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. મુંબઈ, સોલાપુર સહિતના શહેરમાં વરસાદ પડ્યો છે. મુંબઈના અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે. કુર્લા પશ્ચિમ રેલવે સ્ટેશન પાસે વરસાદી પાણી ભરાયા છે. અંધેરીમાં વરસાદી પાણી ભરાતા ટ્રાફિકજામ સર્જાયો છે. શિવાજી પાર્ક વિસ્તારમાં પાણી ભરાયા છે. સાયન, દાદર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ છે. દહીંસર ટોલ નાકા પાસે દોઢ ફૂટ સુધીના પાણી ભરાયા છે. ગુજરાતીઓની મોટી વસતિવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોની હાલત કફોડી બની છે.
Join Our Official Telegram Channel: