Gujarat Omicron : ખેડામાં સતત બીજા દિવસે ઓમિક્રોનના 3 કેસ નોંધાતા ખળભળાટ
ઓમીક્રોન વેરિએન્ટના ખેડા જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 6 કેસ નોંધાયા છે. ગઈ કાલે નડિયાદ શહેરમાં ત્રણ કેસ નોંધાયા હતા. નડિયાદ તાલુકાના પીપલગ ગામના એક જ પરિવાર ના ત્રણ સભ્યોને ઓમીક્રોન પોઝીટીવ આવ્યો છે.
ખેડાઃ ગુજરાતમાં ઓમિક્રોનના કેસોમાં સતત વધારો થતાં સરકારની ચિંતમાં વધારો થયો છે. ખેડા જિલ્લામાં આજે ઓમીક્રોનના વધુ ત્રણ કેસ નોંધાયા છે. ઓમીક્રોન વેરિએન્ટના ખેડા જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 6 કેસ નોંધાયા છે. ગઈ કાલે નડિયાદ શહેરમાં ત્રણ કેસ નોંધાયા હતા. નડિયાદ તાલુકાના પીપલગ ગામના એક જ પરિવાર ના ત્રણ સભ્યોને ઓમીક્રોન પોઝીટીવ આવ્યો છે.
યુકેથી આવેલા પરિવારના સભ્યો ઓમીક્રોનના વેરિએન્ટથી સંક્રમિત બન્યા છે. ત્રણેય દર્દીઓને નડિયાદની સિવીલ હોસ્પિટલમાં એમીક્રોન સ્પેશ્યલ આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ ખસેડાયા છે. ખેડા જિલ્લા આરોગ્ય તંત્રની ચિંતામાં વધારો થયો છે. લોકો કોવિડની ગાઈડલાઇન્સનું પાલન નથી કરી રહ્યા. હવે તંત્ર દ્વારા કડક એક્શન લેવામાં આવે તે જરૂરી.
રાજકોટમાં વધુ એક ઓમિક્રોનનો કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. 21 વર્ષની યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઓમિક્રોન રિપોર્ટ પોઝિટીવ આવતાં સિવિલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી છે. હાલ ઓમિક્રોંનના બે દર્દીઓ સારવાર હેઠળ છે. ઓમિક્રોન વેરિયન્ટનો ભોગ બનનારની ટ્રાવેલ હિસ્ટ્રી લંડનની બહાર આવી છે.
21 વર્ષીય યુવતીનો ઓમિક્રોન પોઝિટિવ રિપોર્ટ આવ્યો. 21 તારીખે અમદાવાદ એરપોર્ટ પર કોરોના રિપોર્ટ આવતા આઇસોલેટ એમ્બ્યુલન્સમાં રાજકોટ ખસેડી હતી. ઓમિક્રોન રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો. રાજકોટમાં કુલ 2 ઓમિક્રોન વેરિયન્ટના કેસ નોંધાયા. અગાઉ આર.કે. યુનિવર્સિટીના તાન્ઝાનિયાથી આવેલા વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બન્ને દર્દીઓ હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ સિવાય ગાંધીનગરમાં બે અને સુરતમાં બે ઓમિક્રોન શંકાસ્પદ આવ્યા છે. સુરતમાં ઓમીક્રોનના વધુ 2 શંકાસ્પદ કેસ નોંધાયા છે. કેનેડા અને યુકેથી આવેલા બે લોકોના સેમ્પલ લેવાયા હતા. વેસુનો આધેડ અને પારલે પોઇન્ટનો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતા દોડધામ થઈ ગઈ હતી. જીનોમ સિક્વનસિંગ માટે મોકલવામાં આવ્યા. આ કેસમાં 43 લોકો ના સેમ્પલ લેવાયા. તમામ ના રિપોર્ટ પેન્ડિંગ આવ્યા છે.
ગાંધીનગરમા તાન્ઝાનિયાથી અભ્યાસ માટે આવેલા બે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતાં તંત્ર દોડતું થયું હતું. બંને વિધાર્થીઓના સેમ્પલ ઓમીક્રોન પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. બંને યુવકો 9 દિવસ પહેલાં જ ગાંધીનગર આવ્યા હતા. બંને સ્ટુડન્ટે કોરોના રસીના એક-એક ડોઝ લીધેલા છે.