શોધખોળ કરો
કોરોનાનું સંક્રમણ વધતા ગુજરાત પાન મસાલા શોપ ઓનર્સ અસોસિએશને શુ કર્યો મહત્વનો નિર્ણય ? જાણો
ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા ગુજરાત પાન મસાલા ઓનર્સ એસોસિએશને મહત્વનો નિર્ણય કર્યો છે.

અમદાવાદ : ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા ગુજરાત પાન મસાલા ઓનર્સ એસોસિએશને મહત્વનો નિર્ણય કર્યો છે. આવતી કાલથી પાન-મસાલાની દુકાનોના સંચાલકોએ ગ્રાહકોને દુકાન પર મસાલો બનાવી નહીં આપે. પાન-મસાલાની દુકાનના સંચાલકો ગ્રાહકોને માત્ર પાર્સલ મસાલો જ આપી શકશે.
કોરોનાના વધતા સંક્રમણને લઈ પાન-મસાલાની દુકાનો માટે દંડની રકમ વધારો કરવામાં આવ્યો છે. ત્યારે પાન મસાલા શોપ ઓનર્સ એસોસિએશને આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવેથી પાન મસાલાની દુકાનો પર પાર્સલ મસાલો જ મળશે. દુકાન પર મોટી સંખ્યામાં લોકો એકઠા ન થાય તેમજ પાર્સલ સેવા આપવાનો નિર્ણય કર્યો છે.
રાજ્યમાં ગુરૂવારે 919 નવા કેસ સામે આવ્યા હતા, તેની સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 45,567 પર પહોંચી હતી. જ્યારે વધુ 10 લોકોનાં કોરોનાના કારણે મોત થયા હતા. ગુરૂવારે વધુ 828 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી આ સાથે રાજ્યામાં અત્યાર સુધી 32174 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
લાઇફસ્ટાઇલ
લાઇફસ્ટાઇલ
Advertisement