Gujarat Politics: ગુજરાત ભાજપના આ નેતાના રાજીનામાથી ખળભળાટ, 30 વર્ષથી હતા પક્ષમાં
Jashu Rathva Resigns: જશુ રાઠવા છેલ્લા 30 વર્ષોથી ભાજપમાં સક્રિય ભૂમિકામાં રહ્યા છે. આ ઉપરાંત પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ પણ રહી ચૂક્યા છે.
Gujarat Politics: છોટા ઉદ્દેપુરમાં ભાજપના તમામ હોદ્દા પરથી જશુ રાઠવાના રાજીનામા બાદ ખળભળાટ. મચી ગયો છે. પક્ષની સૂચનાથી રાજીનામું આપ્યા હોવાનું જશુ રાઠવાનું રટણ છે. જશુ રાઠવાએ પત્ર લખીને પ્રદેશ આમંત્રિત સભ્ય પ્રદેશ, ઉપ પ્રમુખ અ.જ.જા. મોરચો ભાજપ પ્રદેશ, સભ્ય ન્યુ ગુજરાત પેટર્ન આયોજન સમિતિ છોટાઉદેપુર, સક્રિય સભ્ય એમ તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે.
જશુભાઈ રાઠવાએ પક્ષની સૂચનાથી રાજીનામું આપ્યા હોવાનું જણાવ્યું હતું. અગાઉ એક વર્ષ પૂર્વે પણ આવી સૂચના આવતા રાજીનામું આપ્યું હતું. તેમને ગત 1 લી એપ્રિલે જ અ.જ.જા. મોરચાના ઉપ પ્રમુખ બનાયા હતા. જશુ રાઠવા છેલ્લા 30 વર્ષોથી ભાજપમાં સક્રિય ભૂમિકામાં રહ્યા છે. આ ઉપરાંત પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ પણ રહી ચૂક્યા છે.
બોયફેન્ડનો નંબર માંગવા ગયેલી યુવતિએ વેપારી પર કર્યો ચપ્પુથી હુમલો
સંસ્કારી નગરી વડોદરાના મકરપુરા વિસ્તારમાં યુવતિ દ્વારા યુવક પર ચપ્પુથી હુમલો કરવા મુદ્દે પોલીસે મોનિકા સામે પણ ગુનો દાખલ કર્યો છે. મોનિકા નામની યુવતીએ કરણસિંહ નામના યુવક પર ચપ્પુથી હુમલો કર્યો હતો. મોનિકાએ પણ કાપડના વેપારી કરણસિંહ ફરિયાદ નોંધાવી હતી.મોનિકાએ પોતાના પોલેન્ડમાં રહેતા બોયફ્રેન્ડ નિકુંજ નો નંબર માંગતા કરણે માર માર્યાની ફરિયાદ નોંધાવી હતી. વિદેશ ગયેલા બોયફ્રેન્ડનો નંબર માંગી એક યુવતીએ ઉશ્કેરાઇને વેપારીની પીઠ પર ચપ્પુના ઘા મારી ઇજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાઇ હતી.જે ગુનામાં હુમલાખોર યુવતીએ સામે વળતી ફરિયાદ નોંધાવી છે.
મકરપુરા ગામમાં નિશાળવાળા ફળિયામાં રહેતો કરણસિંહ રાજપુતે પોલીસને જણાવ્યું હતું કે, ગઇકાલે સાંજે હું આમ્રપાલી કોમ્પ્લેક્સમાં મારી કાપડની દુકાન પર હતો.તે દરમિયાન મોનિકા સુર્યવંશી દુકાન પર આવી હતી .મોનિકાએ છેલ્લા આઠ મહિનાથી વિદેશ ગયેલા બોયફ્રેન્ડ નિકુંજનો મોબાઇલ નંબર માંગ્યો હતો , ઉશ્કેરાયેલી મોનિકાએ પોતાની પાસેથી ચપ્પુ કાઢી હુમલો કર્યો હતો.મકરપુરા પોલીસે આ અંગે મહા વ્યથાનો ગુનો દાખલ કર્યો હતો.
સામા પક્ષે મોનિકાએ પણ કરણ રાજપૂત સામે વળતી ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,મારો મિત્ર નિકુંજ શનાભાઇ પરમાર (રહે.ગીરધર પાર્ક, નોવિનો - તરસાલી રોડ) છેલ્લા દોઢ વર્ષથી પોલેન્ડ રહે છે.તેના થકી મારો પરિચય કરણ રાજપૂત સાથે થયો હતો.ગઇકાલે હું કરણની દુકાને નિકુંજ પોલેન્ડમાં ક્યાં રહે છે ? તથા તેનો મોબાઇલ નંબર લેવા માટે ગઇ હતી.પરંતુ,કરણ એકદમ ઉશ્કેરાઇ ગયો હતો.અને મને ગાળો બોલવા લાગ્યો હતો.તેણે મને બે - ત્રણ તમાચા ચોડી દીધા હતા.અને નજીકમાં આવેલા શેરડીના કોલા પરથી શેરડી લઇ આવી મારા પર હુમલો કર્યો હતો.તેણે મને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.