શોધખોળ કરો
Advertisement
સાંજે 4 વાગ્યા સુધી રાજ્યના 107 તાલુકામાં પડ્યો વરસાદ, જાણો કઈ જગ્યાએ નોંધાયો સૌથી વધુ વરસાદ
હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર ભારેથી વરસાદની આગાહી કરી છે.
ગાંધીનગર: હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર ભારેથી વરસાદની આગાહી કરી છે. 9 ઓગસ્ટથી ગુજરાતમાં ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. અરબી સમુદ્રમાં લો પ્રેશર અને રાજસ્થાન પાસે સાયક્લોનિક સરક્યુલેશન સર્જાતા ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગે અગામી 4 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ-મધ્ય ગુજરાત અને કચ્છ તેમજ સૌરાષ્ટ્રના કેટલાંક જિલ્લામાં ભારે વરસાદની પડે તેવી સંભાવના છે.
રાજ્યમાં આજે સવારે છ વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં 107 તાલુકમાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં નોંધાયો હતો. ઉમરપાડામાં 1.9 ઈંચ વરસાદ પડ્યો હતો.
સૌથી વધુ વરસાદ ક્યાં પડ્યો
- સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં 1.9 ઇંચ
- બનાસકાંઠા - દિયોદર - 1.8 ઇંચ
- બનાસકાંઠા - વડગામ - 1.7 ઇંચ
- સુરત - માડંવી - 1.7 ઇંચ
- પાટણ - સિધ્ધપુર - 1.6 ઇંચ
- પાટણ - રાધનપુર - 1.4 ઇંચ
- અરવલ્લી - ધનસુરા - 1.4 ઇંચ
- ગાંધીનગર - કલોલ - 1.3 ઇંચ
- પાટણ - સરસ્વતી - 1.3 ઇંચ
- સાબરકાંઠા - તલોદ - 1.3 ઇંચ
IPL 2020: જાણો કઈ ટીમ બની શકે છે ચેમ્પિયન, શું છે ગણિત
ગુજરાત સરકારના ક્યા ટોચના પ્રધાનના ભાઈએ કર્યો આપઘાત ? જાણો શું હતું કારણ ?
દેશના આ મોટા રાજ્યમાં આવતીકાલથી ખૂલશે ધર્મસ્થાનો, જાણો સરકારે શું મુકી શરત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
અમદાવાદ
Advertisement
gujarati.abplive.com
Opinion