શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
દેશના આ મોટા રાજ્યમાં આવતીકાલથી ખૂલશે ધર્મસ્થાનો, જાણો સરકારે શું મુકી શરત
ધાર્મિક સ્થાનના સંચાલકોએ ગ્રેટર ચેન્નઈ કોર્પોરેશન કમિશ્નર અને જિલ્લા કલેકટરની મંજૂરી લેવી પડશે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસના કહેરને લઈ તમિલનાડુએ 31 ઓગસ્ટ સુધી લોકડાઉન લંબાવ્યું છે. જેના પરિણામે રાજ્યમાં અનલોક-2ની જેવી જ સ્થિતિ છે. પરંતુ હવે રાજ્ય સરકારે સોમવાર, 10 ઓગસ્ટથી ધર્મસ્થાન, ડ્રાઈવિંગ સ્કૂલ ખોલવાનો નિર્ણય લીધો છે.
શનિવારે મુખ્યમંત્રી કે પલાનીસ્વામી દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, કોર્પોરેશન વિસ્તારમાં આવતા નાના મંદિરો કે જેમની વાર્ષિક આવક 10,000 રૂપિયાથી ઓછી હોય તે 10 ઓગસ્ટથી ખૂલી શકશે. આ ઉપરાંત નાની મસ્જિદો, દરગાહ, ચર્ચ અને અન્ય ધાર્મિક સ્થળને પણ ખોલવાની છૂટ આપવામાં આવી છે. આ માટે ધાર્મિક સ્થાનના સંચાલકોએ ગ્રેટર ચેન્નઈ કોર્પોરેશન કમિશ્નર અને જિલ્લા કલેકટરની મંજૂરી લેવી પડશે.
એસઓપી પ્રમાણે 10 ઓસ્ટથી રાજ્યમાં ડ્રાઇવિંગ સ્કૂલ પણ ખોલી શકાશે. દેશમાં મહારાષ્ટ્ર પછી તમિલનાડુ કોરોના સંક્રમિતોની સંખ્યામાં બીજા ક્રમે છે. તમિલનાડુમાં કોરોનાના કુલ કેલ બે લાખ 90 હજારને પાર થઈ ગયા છે. જેમાંથી 2,32,618 સાજા થઈ ગયા છે અને 53,481 એક્ટિવ કેસ છે. રાજ્યમાં મૃતકોની સંખ્યા 4,808 પર પહોંચી છે.
ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના જણાવ્યા મુજબ કોરોના સંક્રમણના કારણે તમિલનાડુમાં સૌથી વધારે ડોક્ટરોના મોત થયા છે. તમિલનાડુમાં અત્યાર સુધીમાં 43 ડોકટરોએ જીવ ગુમાવ્યો છે.
ગુજરાત સરકારના ક્યા ટોચના પ્રધાનના ભાઈએ કર્યો આપઘાત ? જાણો શું હતું કારણ ?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
બિઝનેસ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion