શોધખોળ કરો

Gujarat Weather News: ખેડૂતો માટે માઠા સમાચાર, સપ્ટેમ્બરમાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી આગાહી?

Gujarat Rain Forecast September 2026: ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર છે. હવામાન વિભાગે સપ્ટેમ્બરમાં પણ ગુજરાતમાં સામાન્ય કરતા ઓછો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સપ્ટેમ્બરમાં સામાન્યથી ઓછો વરસાદ, રાજ્યમાં 14% ઘટ.
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં 35% ઘટ; ખેડૂતોએ સહાયની માંગ કરી.
  • અલ નીનો સક્રિય થતાં શિયાળામાં વધુ ગરમી રહેશે.

Gujarat Rain Forecast September 2026: ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. સપ્ટેમ્બરમાં પણ સામાન્ય કરતા ઓછો વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગે આવી આગાહી કરી હતી.  હવામાન વિભાગના અનુસાર, આગામી 7 દિવસ ગુજરાતમાં અમુક સ્થળે હળવો વરસાદ વરસી શકે. 3 વરસાદી સિસ્ટમ સક્રિય હોવા છતાં ભારે વરસાદની શક્યતા નહીંવત છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણની સાથે અમુક વિસ્તારમાં હળવો વરસાદ વરસી શકે છે. 

ગુજરાતમાં હાલની સ્થિતિએ 14 ટકા વરસાદની ઘટ છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં 35 ટકા વરસાદની ઘટ છે. ચિંતાની વાત એ કે સપ્ટેમ્બરમાં પણ સામાન્ય કરતા ઓછો વરસાદ વરસવાની શક્યતા છે. ચોમાસાની વર્તમાન સીઝનમાં એક તરફ દક્ષિણ ગુજરાતમાં સીઝનનો 100 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે રાજ્યના 10 તાલુકા એવા છે જ્યાં હજુ પણ સરેરાશ 10 ઈંચથી વધુ વરસાદ વરસ્યો નથી. ખાસ દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં પડેલા અપૂકતા વરસાદના કારણે કૃષિ અને જળસ્ત્રોતને માથે સંકળ તોળાયું છે. અપૂરતા વરસાદના કારણે જળસ્તરમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેમાં દ્વારકા જિલ્લાના ચાર તાલુકા એવા છે જ્યા 10 ટકાથી પણ ઓછો વરસાદ નોંધાયો છે. દ્વારકા તાલુકામાં સરેરાશ 1 ઈંચ પણ વરસાદ પડ્યો નથી. ઓછા વરસાદના કારણે મગફળી, કપાસ અને બાજરીના વાવેતરમાં ગત વર્ષ કરતા ઘટાડો નોંધાયો છે.

આ પણ વાંચોઃ Gujarat Rain Forecast: 3 સિસ્ટમ સક્રિય છતાં ગુજરાતમાં કેમ નહીં વરસે ભારે વરસાદ? વાંચો અપડેટ

વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર

વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાતૂર બન્યા છે.  ધોરાજીના ધારાસભ્ય ડૉ. મહેન્દ્ર પાડલીયાએ સિંચાઈ મંત્રી ઈશ્વરસિંહ પટેલને પત્ર લખ્યો છે જેમાં માંગ કરવામાં આવી છે કે કાલાવડ પાસેથી સૌની યોજના હેઠળ લિંક 3 પસાર થાય છે. તેમાંથી પાણી છોડી ડેમો ભરવામાં આવે અને ધોરાજી-ઉપલેટા પંથકના ખેડૂતોને સિંચાઈનું પાણી આપવામાં આવે. પાટણના કૉંગ્રેસ ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે માંગ કરી કે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવે. વિધાનસભામાં ચોમાસા સત્ર દરમિયાન ચર્ચાની માગ કરવા નોટિસ પાઠવી. ખેડૂતોને સહાય આપવાની પણ માંગ કરવામાં આવી છે. તો સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરી કે સર્વે કરી ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે. પશુપાલકો માટે વિનામૂલ્યે ઘાસચારા ડેપો શરુ કરવામાં આવે. વિમલ ચુડાસમાએ ચીમકી ઉચ્ચારી કે જો ખેડૂતોના હિતમાં તાત્કાલિક પગલા નહીં લેવાય તો આંદોલન છેડાશે.

અલ નીનો બન્યો સ્ટ્રોંગ

અલ નીનો વધુ સ્ટ્રોંગ બન્યું છે. આ અનુમાન ભારતીય હવામાન વિભાગનું છે.  ક્લાઈમેટ પ્રિડિક્શન સેન્ટરના અપડેટ અનુસાર અલનીનો સતત વધુને વધુ સ્ટ્રોંગ બની રહ્યો છે. જે ડિસેમ્બર-2026 સુધીમાં વેરી સ્ટ્રોંગ બને તેવી 90 ટકાથી વધુ શક્યતા છે. જેના કારણે આગામી શિયાળાના અંત સુધીમાં સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં સામાન્ય હોય તેનાથી વધુ તાપમાનની સંભાવના વધુ પ્રબળ છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં આ જ સિસ્ટમની અસરથી વરસાદની મોટી ખાધ સર્જાઈ છે. એકંદરે અત્યાર સુધી સુકુ હવામાન રહ્યું છે અને નજીકના સમયમાં ભારે વરસાદના કોઈ અણસાર નથી. ગત વર્ષે અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાં સરેરાશ 24 ઈંચ સામે ચાલુ વર્ષે માત્ર 17 ઈંચ વરસાદ પડ્યો છે. આ સ્થિતિમાં શિયાળાની ઠંડક ન મળે તો અલ નીનોની અસર વધુ તીવ્ર અનુભવાય તેમ છે. સૌરાષ્ટ્રમાં હાલમાં વાદળિયા વાતાવરણ છતાં પણ રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, મહુવા, કેશોદ સહિતના સ્થળો પર તાપમાન 34 ડિગ્રી આસપાસ રહે છે. જ્યારે ભાવનગરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી નોંધાયું છે. તો અમદાવાદ, કંડલા અને વડોદરામાં પણ ગરમીનો પારો 35 ડિગ્રી પર પહોંચ્યો છે.  હવામાનના વૈજ્ઞાનિકો અનુસાર જો આ જ સ્થિતિ રહી તો શિયાળાના અંત સુધીમાં ગરમી યથાવત રહી શકે છે.

Frequently Asked Questions

સપ્ટેમ્બર 2026 માટે ગુજરાતમાં વરસાદની શું આગાહી છે?

હવામાન વિભાગ અનુસાર, સપ્ટેમ્બરમાં પણ ગુજરાતમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની શક્યતા છે. આગામી 7 દિવસ અમુક સ્થળે હળવો વરસાદ વરસી શકે છે.

ગુજરાતમાં હાલ વરસાદની કેટલી ઘટ છે અને કયા વિસ્તારો વધુ પ્રભાવિત છે?

ગુજરાતમાં હાલ 14 ટકા વરસાદની ઘટ છે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં 35 ટકાનો ઘટાડો છે. દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં અપૂરતા વરસાદને કારણે કૃષિ અને જળસ્ત્રોતો પર સંકટ છે.

ઓછા વરસાદને કારણે ખેડૂતોની મુખ્ય ચિંતાઓ અને માંગણીઓ શું છે?

વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાતૂર બન્યા છે. તેઓ સિંચાઈ માટે પાણી છોડવા, અસરગ્રસ્ત જાહેર કરવા, સર્વે કરીને સહાય ચૂકવવા અને પશુપાલકો માટે ઘાસચારા ડેપો શરૂ કરવાની માંગ કરી રહ્યા છે.

અલ નીનોની ગુજરાતના હવામાન પર શું અસર થઈ રહી છે?

અલ નીનો વધુ સ્ટ્રોંગ બનતાં ગુજરાતમાં વરસાદની મોટી ખાધ સર્જાઈ છે. તેના કારણે શિયાળાના અંત સુધીમાં સામાન્ય કરતાં વધુ તાપમાન રહેવાની સંભાવના છે.

Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar Election Live: ગાંધીનગર મહાનગર પાલિકાની 44 બેઠકો માટે મતદાન શરુ
Gandhinagar Election Live: ગાંધીનગર મહાનગર પાલિકાની 44 બેઠકો માટે મતદાન શરુ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
SRPF, જેલર અને PSI પદો પર અગ્નિવીરોની સીધી ભરતી: ગુજરાત સરકારની મોટી જાહેરાત, લેખિત પરીક્ષા વિના 20% અનામત
SRPF, જેલર અને PSI પદો પર અગ્નિવીરોની સીધી ભરતી: ગુજરાત સરકારની મોટી જાહેરાત, લેખિત પરીક્ષા વિના 20% અનામત
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
Embed widget