શોધખોળ કરો

Gujarat Rain: ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ, ભાખરવડ ડેમ થયો ઓવરફ્લો

ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. તાલાલામાં 3 ઈંચ, ગીર ગઢડામાં 2 ઈંચ વરસાદ વરસ્યો હતો

Gujarat Rain: સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ ખાબકી રહ્યો છે. ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. તાલાલામાં 3 ઈંચ, ગીર ગઢડામાં 2 ઈંચ, સુત્રાપાડામાં 2 ઈંચ, કોડીનારમાં 1.5 ઈંચ, ઉનામાં 1.5 ઈંચ, વેરાવળમાં પણ 1 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

ગીર સોમનાથના તાલાલામાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. તાલાલાના આંબળાસ ગામે વરસાદના પાણી ફરી વળ્યા હતા. ગામના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા. આંબળાસ ગામના ખેતરો પણ બેટમાં ફેરવાયા હતા.  જૂનાગઢનો ભાખરવડ ડેમ ઓવરફ્લો થયો હતો. માળિયા હાટીના તાલુકાનો ભાખરવડા ડેમ ઓવરફ્લો થયો હતો. વડાળા, આંબેચા, ઉંઘતી, ઝડકા, ધણેજ ગામને એલર્ટ કરાયા હતા. લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના અપાઈ હતી.

જૂનાગઢના કેશોદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અજાબ, અગતરાય, માણેકવાડા સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢના મેંદરડામાં મધુવંતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. મધુવંતી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે. ચિરોડા, ચોરેશ્વર, સાત વડલા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

ભાવનગર જિલ્લામાં લાંબા વિરામ બાદ વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. મહુવા તાલુકામાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ થયો છે. હવમાન વિભાગની આગાહી અનુસાર જિલ્લામા વરસાદી સિસ્ટમ સક્રિય થતાં શહેરના તમામ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે.

અમરેલી જિલ્લામાં મેઘરાજા મહેરબાન જોવા મળ્યા હતા. રાજુલા, જાફરાબાદ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જાફરાબાદના રોહિસા, વડલી, ભાડા, ટીંબી ગામમાં વરસાદ વરસી રહ્યો છે. ટીંબી ગામમાં ધોધમાર વરસાદથી રૂપેણ નદીમાં પૂર આવ્યું હતું. રાજુલાના ડુંગર, માંડળ, ડુંગરપરડા, બાલાપરમાં વરસાદ વરસી રહ્યો છે.                                                             

ગીર સોમનાથના તાલાલામાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. તાલાલાના આંબળાસ ગામના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા. જૂનાગઢમાં ધોધમાર વરસાદથી જળાશયોમાં પાણીની આવક થઈ છે. ઓઝત-2, ઓઝત શાપુર, ઓઝત વંથલી ડેમ ઓવરફ્લો થયો હતો. ઓઝત શાપૂરના 10 દરવાજા 0.20 મીટર ખોલાયા હતા. ઓઝત વિયર આણંદપૂર ડેમ પણ ઓવરફ્લો થયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
Embed widget