(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Rain : તાપીના સોનગઢમાં સૌથી વધુ 7.7 ઇંચ વરસાદ, ડીસામાં 7.5 ઇંચ વરસાદ ખાબક્યો
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 246 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધુ તાપી જિલ્લાના સોનગઢમાં સૌથી વધુ 7.7 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 246 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધુ તાપી જિલ્લાના સોનગઢમાં સૌથી વધુ 7.7 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ પછી બનાસકાંઠાના ડીસામાં 7.5 અને દાંતિવાડામાં 6.5 ઇંચ, નવસારીના ખેરગામમાં 6.4 ઇંચ, બનાસકાંઠાના વડગામમાં 6 ઇંચ, સારબકાંઠાના પોસિનામાં 6 ઇંચ, મહેસાણા, દાંતા, દિયોદર સિદ્ધપુર, વલસાડ, ધરમપુર અને સતલાસણામાં 5થી 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
અમીરગઢ, કપરાડા, ઉમરગામ, ચિખલી, પારડી, વાપી, ઇડર, બેચરાજી, વડાલી, પાલનપુર, ધાનેરા, ડોલવણ, કાંકેજરેમાં 4થી 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ સિવાય નવસારી, વિસનગર, છોટાઉદેપુર, ડાંગ, ઉંઝા, જલાલપોર, ખેરાલ, માંડવી-સુરત, ભિલોડા, સુત્રાપાડા, કામરેજ, મહુવા, લખપત, ચાણસ્મા, લાખણી અને વાવમાં 3થી 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
સંતરામપુર, પલસાણા, સાગબારા, વાંસદા, વિજયનગર, ઉમરગામ, બાયડ, લુણાવાડા, વાલોડ, ગણદેવી, બારડોલી, વડોદરા, વેરાવળ, વઘઈ, પાટણ, ભાભર, માંગરોળ, નેત્રંગ, જોડિયા, મેઘરજ, કોડિનાર, વ્યારા, ધ્રોલ, સુઈગામ, સરસ્વતી, આંકલાવ, જોટાણા, રાધનપુર, થરાદ, ધનસુરા, તાલાલા, માલપુર, મોડાસા, વાડિયા, સાંતલપુર, કડાણા, ખેડબ્રહ્મા અને મોરબીમાં 2થી પોણા ત્રણ ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો.
સુબીર, રાજુલા, દેડિયાપાડા, સંખેશ્વર, ખાનપુર, સુરત શહેર, હારીજ, માળિયા, વિસનગર, ટંકારા, જૂનાગઢ, જૂનાગઢ શહેર, હાલોલ, મેંદરડા, વિજાપુર, અમદાવાદ શહેર, ગિર ગઢડા, મહુવા-ભાવનગર, બારડોલી, જેતપુર પાવી, કુતિયાણા, માણાવદર, પ્રાંતિજ, મેમદાવાદ, નાંદોદ, ધનપરુ, સમી, કપડવંજ, રાપર, બોરસદ, હિંમતનગર, ગરબાડા, લિમખેડા, સાવલી, જસદણ, નિઝર, ઉચ્છલ, ગારિયાધાર, કોટડાસાંગાણી, પાદરા, રાણાવાવ, ચોર્યાસી, તલોદ, કાલોલ, જામનગર, કેશોદ, અંકલેશ્વર, પોરબંદર, ગરુડેશ્વર, સંખેડા, કુકરમુંડા, જાંબુઘોડામાં એકથી 2 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો.
આણંદ, બગસરા, કલોલ, ઝાલોદ, ઓલપાટ, વલ્લભીપુર, ગાંધીનગર, ઉના, વડિયા, કડી, વીરપુર, ભેસાણ, ધોરાજી, બોટાદ, તિલકવાડા, સાણંદ, વાઘોડિયા, ફતેપુરા, ઉમરાળા, ક્વાંટ, માણસા, માંગરોળ, વંથલી, કઠલાલ, બાલાસિનોર, દેવગઢ બારિયા, જામકંડોરણા, ધારી, મુંદ્રા, ઘોઘંબા, જેસર, ભુજ, મોરવા હડફ, અમરેલી, ખંભાત, ખાંભા, ડભોઈ, માંડલ, ઝઘડિયા, ભચાઉ, મહુધા, સિનોર, જાફરાબાદ, તલાજા, દસ્ક્રોઇ, ભાવનગર, જામજોધપુર, લાઠી, ઘોઘા, શિનોર, કારંજ, ઉમરેઠ, ડેસરમાં અડધાથી એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે અને તાલુકાઓમાં અડધાથી લઈ છૂટોછવાયો વરસાદ ખાબક્યો હતો.