Gujarat Rain Live Updates: નર્મદાના પાણીએ ભરૂચમાં મચાવી તબાહી, અનેક કારો પાણીમાં ડૂબી
નર્મદા નદીના પાણીથી ભરૂચ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી
LIVE
Background
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 100 તાલુકાઓમાં 1થી 10 ઈંચ વરસાદ વરસ્યો છે. હજુ પણ આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં તો વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.સરદાર સરોવરમાં પાણીની આવક ઘટી પણ સંકટ યથાવત છે.
નર્મદા નદીના પાણીથી ભરૂચ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ભરૂચ અને અંકલેશ્વરમાં નર્મદા નદીના પાણી ઘૂસ્યા હતા. અંકલેશ્વરની અનેક સોસાયટીઓ હજુ પણ જળમગ્ન છે. દીવા રોડ, હાંસોટ રોડની સોસાયટીઓમાં પૂરની સ્થિતિ સર્જાઇ હતી. સોસાયટીમાં એક માળ સુધી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ભરૂચમાં નર્મદાનું જળસ્તર હજુ પણ 41 ફુટ છે. નર્મદા ડેમમાંથી પાણીનો આઉટફ્લો ઘટાડી 5.95 લાખ ક્યુસેક કરાયો છે. નર્મદા ડેમની જળસપાટી હાલ 138.68 મીટરે પહોંચી છે. નર્મદા નદીમાં પાણીની આવક ઘટી 7.15 લાખ ક્યુસેક પર પહોંચી છે. અંકલેશ્વરથી સુરતને જોડતો સ્ટેટ હાઇવે બંધ કરવામાં આવ્યો છે.
હવામાન વિભાગના મતે બંગાળની ખાડીમાં લો- પ્રેશર સક્રિય છે. જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને હજુ ભારે વરસાદ રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે.જેથી માછીમારોને પણ દરિયો ન ખેડવા હવામાન વિભાગે સૂચના આપી છે.
રાજ્યમાં હજુ પણ ભારે વરસાદની આગાહી છે. જેને લઈને અમુક જિલ્લામાં સ્કૂલોમાં રજા આપવામાં આવી છે. આજે નર્મદા, દાહોદ, અરવલ્લી, છોટાઉદેપુર, પંચમહાલમાં સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે.જ્યારે ભરૂચ અને વડોદરા જિલ્લામાં નદી કાંઠા વિસ્તારોમાં આવતી સ્કૂલોમાં રજા આપવામાં આવી છે.આ જિલ્લામાં બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને લઈ પ્રશાસન તરફથી શાળામાં રજા જાહેર કરવામાં આવી છે.
નર્મદા નદીના જળસ્તરને લઇને ભરૂચ કલેક્ટરે શું કહ્યુ
#WATCH | Bharuch, Gujarat: Bharuch Collector Tushar Sumera says, "From the last two days, the level of the Narmada river on the Golden Bridge is hovering around 40-41ft. Still, it is 40ft and there are chances for its reduction. Wherever there was water, it has now receded. 5,700… pic.twitter.com/ywcet2j5e2
— ANI (@ANI) September 18, 2023
NDRF અને SDRFની 10 ટીમો રાજ્યમાં તૈનાત કરવામાં આવી
NDRF અને SDRFની 10 ટીમો રાજ્યમાં તૈનાત કરવામાં આવી છે. નર્મદા, ભરૂચ, વડોદરામાં મોટા પાયે સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. દાહોદ, પંચમહાલ, આણંદમાં પણ સ્થળાંતર કરાયુ હતું. રાજ્યમાં 11 હજાર 900 લોકોનું સ્થળાંતર કરાયુ છે. રાજ્યમાં 270થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયુ છે. પ્રશાસનની સૂચનાનું પાલન કરવા નાગરિકોને CMએ અપીલ કરી હતી.
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં થયેલ ભારે વરસાદની પરિસ્થિતિ સંદર્ભે સંબંધિત જિલ્લાઓના કલેક્ટરશ્રીઓ સાથે સતત સંકલનમાં છું. તંત્ર દ્વારા પૂરી ત્વરાએ રાહત અને બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલ NDRF અને SDRF બંનેની 10 ટૂકડીઓ વિવિધ સ્થળોએ બચાવ કામગીરીમાં તૈનાત છે. વડોદરા, ભરૂચ, નર્મદા,…
— Bhupendra Patel (@Bhupendrapbjp) September 18, 2023
નર્મદાના પાણીએ ભરૂચમાં તબાહી મચાવી
નર્મદાના પાણીએ ભરૂચમાં તબાહી મચાવી હતી. ભરૂચના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ભરૂચના અનેક વિસ્તારો જળમગ્ન થયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ગોલ્ડન બ્રિજ પર જળસપાટી 35 ફુટ પહોંચી હતી. નર્મદા નદીનું પાણી રોડ રસ્તા પર ફરી વળ્યું હતું. જુના હરિપુરા, જુના ભાઠા ગામમાં પાણી ભરાયા હતા.
મહેસાણા શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા
મહેસાણા શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. ગોપી ગરનાળામાં પાણી ભરાયા હતા. મોઢેરા રોડ, ટહુકો પાર્ટી પ્લોટ વિસ્તારમાં પાણી ભરાયા હતા. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા હતા. બસ સ્ટેશન પાસે પાણી ભરાતા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
મહીસાગર નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું
કડાણા ડેમમાંથી પાણી છોડાતા મહીસાગર નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. કાંઠા વિસ્તારના 45થી વધારે ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા હતા. મહીસાગર નદીના પાણી સિંઘરોટ બ્રિજ પર ફરી વળ્યા હતા. પાદરાના ડબકાના ભાઠામાંથી 30 લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું. તે સિવાય સાવલી અને ડેસરના કાંઠાના ગામમાંથી 360 લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું.