શોધખોળ કરો
Advertisement
રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો કેટલા ટકા વરસાદ વરસ્યો ? જાણો વિગત
સૌરાષ્ટ્રના 50 ડેમ સંપૂર્ણ ભરાયા છે. કચ્છના 5 ડેમ છલોછલ છે. 90 ટકાથી વધારે પાણીના જથ્થા સાથે 103 ડેમ હાઈ એલર્ટ પર છે.
ગાંધીનગર: રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 86 ટકાથી વધારે વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છ ઝોનમાં સૌથી વધારે 150 ટકા વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 63 ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 79 ટકા વરસાદ નોંધાયો છે.
રાજ્યના 62 ડેમમાં પાણીનો 100 ટકા જથ્થો છે. સૌથી વધુ સૌરાષ્ટ્રના 50 ડેમ સંપૂર્ણ ભરાયા છે. કચ્છના 5 ડેમ છલોછલ છે. 90 ટકાથી વધારે પાણીના જથ્થા સાથે 103 ડેમ હાઈ એલર્ટ પર છે. જ્યારે 80થી 90 ટકા પાણીના જથ્થા સાથે અન્ય 8 ડેમ પર એલર્ટ જાહેર કરાયું છે.
તાપીના ઉકાઈ ડેમની જળ સપાટી 333.92 ફૂટ પર પહોંચી છે. ઉપરવાસમાંથી ડેમમાં 1 લાખ 23 હજાર 485 ક્યૂસેક પાણીની આવક થઈ છે. ડેમના 15 દરવાજા ખોલી તાપી નદીમાં 1 લાખ 66 હજાર 745 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
સમાચાર
ગુજરાત
Advertisement