શોધખોળ કરો

Rain: એક જ દિવસમાં વલસાડ જિલ્લો પાણી-પાણી, આ ગામમાં 10 ઇંચ વરસાદે જીવજીવન ખોરવી નાંખ્યુ, જુઓ આંકડા

આજે સવારથી જ જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. ઠેર ઠેર કેડસમા પાણી ભરાયા છે.

Rain: છેલ્લા બે દિવસથી રાજ્યમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ થઇ ચૂકી છે, અને હવામાન વિભાગ અનુસાર, હજુ પણ આગામી દિવસોમાં ભારે વરસાદીની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ આ બધાની વચ્ચે એક જ દિવસમાં ગઇકાલે વરસાદે આખા વલસાડ જિલ્લાને પાણી પાણી કરી દીધુ હોવાની માહિતી સામે આવી છે. વલસાડમાં એક જ દિવસમાં 10 ઇંચથી વધુ વરસાદ ખાબકતાં જનજીવન ઠપ થઇ ગયુ છે. માહિતી પ્રમાણે, ગુજરાતનું ચેરાપુંજી ગણાતા ધરમપુરમાં આ વખતે ઓછો વરસાદ પડ્યો છે, પરંતુ તેની જગ્યાએ કપરાડામાં મેઘરાજાએ તબાહી મચાવી દીધી છે.

વલસાડમાં હજુ પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, આજે સવારથી જ જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. ઠેર ઠેર કેડસમા પાણી ભરાયા છે. ખાસ કરીને ઉમરગામમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ પાણી જ પાણી દ્રશ્યો જોવા મળી રહ્યો છે. 

જિલ્લાના વરસાદી આંકડાની વાત કરીએ તો અહીં વાંચો જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ક્યાં સૌથી વધુ વરસાદ ખાબક્યો....... 

વલસાડમાં 4.12 ઇંચ વરસાદ
ધરમપુરમાં 4.48 ઇંચ વરસાદ
પારડીમાં 6.64 ઇંચ વરસાદ
કપરાડામાં 10.30 ઇંચ વરસાદ
ઉમરગામમાં 3.52 ઇંચ વરસાદ
વાપીમાં 3.4 ઇંચ વરસાદ

ઉપરવાસમા ભારે વરસાદના કારણે જિલ્લાની તમામ નદીઓ અને નાળાઓ બે કાંઠે વહી રહ્યાં છે. કેટલીક જગ્યાએ લો લેવલ કૉઝવે પર પાણી ફરી વળતાં અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. હજુ પણ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે ક્યા રેડ એલર્ટ ?

 હવામાન વિભાગના અનુમાન મુજબ આજે ભાવનગર,વલસાડ,દમણ,દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે. અતિ ભારે વરસાદના અનુમાનને લઇને હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે.

આજે ક્યા ઓરેન્જ એલર્ટ ?

હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્ય હજુ પણ આગામી 3 દિવસ અતિ ભારેથી સામાન્ય વરસાદ રાજ્યના જુદા જુદા જિલ્લામાં ભારેથી સામાન્ય વરસાદન આગાહી કરી છે. હવામાન વિભાગે અમરેલી, ગીર સોમનાથ,

અમદાવાદ,આણંદ,ભરૂચ,બનાસકાંઠા,સાબરકાંઠા,દીવમાં વરસાદની શક્યતાને જોતા ઓરેંજ એલર્ટ આપ્યું છે.       

આજે ક્યા યલો એલર્ટ ?

બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે રાજ્યભરમાં મેઘમહેરની સ્થિતિ છે. સૌરાષ્ટ્રમા સૌથી વધુ વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આજે પણ સૌરાષ્ચ્રના રાજકોટ, સુરેન્દ્રનગર, તેમજ બોટાદમાં ભારેથી સામાન્ય વરસાદ વરસી શકે છે. તો વડોદરા, સુરત અને નવસારમાં પણ ભારેથી સામાન્ય વરસાદનું અનુમાન છે. વરસાદની તીવ્રતા અને શક્યતાને જોતા હવામાન વિભાગે રાજકોટ,બોટાદ,સુરેન્દ્રનગર,વડોદરા,સુરત યલો એલર્ટ આપ્યું છે.                               

આજે અરવલ્લી,ખેડા, આણંદ, પંચમહાલમાં વરસાદની શક્યતા છે. તો મહીસાગર, વડોદરા, ભરૂચમાં પણ વરસાદ વરસી શકે છે.સુરત, ડાંગ, તાપીમાં પણ વરસાદની આગાહી છે.નવસારી, વલસાડ, દાહોદમાં પણ વરસાદની શક્યતા છે. છોટા ઉદેપુર, નર્મદા, દાદરાનગર હવેલીમાં વરસાદની શક્યતા છે. સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલીમાં વરસાદની શક્યતા છે. ભાવનગર, કચ્છમાં પણ વરસાદનું અનુમાન  છે. પાટણ, મહેસાણામાં હળવા વરસાદની શક્યતા છે. સાબરકાંઠા, બનાસકાંઠામાં પણ આજે  વરસાદ વરસી શકે છે. ઉપરાંત પોરબંદર, જૂનાગઢ, દ્વારકામાં પણ આજે વરસાદ વરસી શકે છે.જામનગર, ગીર સોમનાથ, મોરબી, દીવમાં પણ આજે વરસાદી માહોલ રહેશે.      

નદીના પટમાં ઉભેલો યુવક પાણીમાં તણાયો, TDO અને SDRFની ટીમ ઘટના સ્થળે

જિલ્લાના કરદેજ ખાતે એક યુવક પાણીમાં તણાયો છે. કરદેજ ગામના નદીના પટમાં માલેશ્રી નદીનું પાણી આવતા યુવક તણાયો હતો. પાણીમાં તણાયેલા યુવકનું નામ ઘનશ્યામ આહીર છે. ઘટનાની જાણ થતા ફાયર તેમજ TDO કરદેજ ખાતે દોડી ગયા હતા. આ ઉપરાંત બચાવકાર્ય માટે SDRF ની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ છે. તણાયેલા યુવકની શોધખોળ કરવા તંત્રએ પ્રયાસ હાથ ધર્યા છે. ભાવનગર શહેરમાં વરસાદના વિરામ બાદ તબાહીના દ્રશ્યો જોવા મળ્યા છે. માત્ર ચાર ઇંચ જેટલો વરસાદથી ભાવનગર રાજકોટ હાઇવે રોડ પર વાહનોની ગતિ થંભી ગઈ છે. સાથે રેસ્ટોરન્ટ પણ સંપૂર્ણ પણે પાણીમાં ગરકાવ થયું છે. કુદરતી વહેણ બંધ કરી દેતા હાઈવે રોડ પર પાણી ભરાય રહ્યું છે.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી
BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Porbandar Drugs Case: NCB, ATSનું મોટું ઓપરેશન, 500 કિલો ડ્રગ્સ ઝડપાયું | Abp AsmitaKhyati Hospital Scam:વધુ એક કાંડનો પર્દાફાશ, 10 લોકોના કરી નાંખ્યા ઓપરેશન | Abp AsmitaDakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?Maharashtra Vote Jehad:મહારાષ્ટ્રમાં વોટ જેહાદને લઈને ગુજરાતમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી
BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
Smartphone Under Rs 30000: 30,000 રૂપિયાના બજેટમાં ઘરે લઇ જાવ આ સ્માર્ટફોન, જાણો તમામ ફીચર્સ?
Smartphone Under Rs 30000: 30,000 રૂપિયાના બજેટમાં ઘરે લઇ જાવ આ સ્માર્ટફોન, જાણો તમામ ફીચર્સ?
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
Embed widget