શોધખોળ કરો

સૌરાષ્ટ્ર-કચ્છના કયા શહેરમાં વરસાદની ધમાકેદાર બેટિંગ, નદીઓ બે કાંઠે વહેતી થતાં અનેક જગ્યાએ સર્જાઈ પૂર જેવી સ્થિતિ?

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 240 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કચ્છના અબડાસામાં વરસાદ ખાબક્યો હતો, અબડાસામાં 9 ઈંચ વરસાદ નોંધાયો હતો જ્યારે ગોંડલ અને ભાણવડમાં સાત ઈંચ વરસાદ નોંધાયો

ગાંધીનગર: છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 240 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કચ્છના અબડાસામાં વરસાદ ખાબક્યો હતો, અબડાસામાં 9 ઈંચ વરસાદ નોંધાયો હતો જ્યારે ગોંડલ અને ભાણવડમાં સાત ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે લખપતમાં છ અને જામજોધપુરમાં સાડા પાંચ ઈંચ વરસાદ પડ્યો હતો. મહત્વની વાત એ છે કે, આજે અને કાલે પણ ધોધમાર વરસાદ વરસી શકે છે. જામનગર જિલ્લાના જામજોધપુરમાં મેઘરાજા મનમુકીને વરસતા છ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. કચ્છના લખપતમાં પાંચ ઈંચ, પાટણના સાંતલપુરમાં અને રાજકોટના ધોરાજીમાં ચાર-ચાર ઈંચ વરસાદ પડ્યો હતો. અમરેલીના વડીયા તેમજ રાજકોટના જામકંડોરણામાં પણ ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ અને જળાશયોમાંથી છોડાયેલા પાણીથી પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જામનગરના જોડિયામાં 12 ઈંચ, આમરણમાં 10, ગોંડલમાં સાત, ધોરાજીમાં સાત, ભાણવડમાં સાડા છ ઈંચ અને અન્ય સ્થળે 1થી પાંચ સુધીનો વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. સૌરાષ્ટ્રના નાના-મોટા ડેમો અને નદી છલકાતા ગામો અને ખેતરોમાં તારાજી સર્જાઈ છે. રાજકોટમાં મૂશળધાર વરસાદથી આજી કાંઠાના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. જંગલેશ્વર, રામનાથ પરા સહિતના વિસ્તારોમાં 800 જેટલા લોકોનું સ્થળાંતર કરાયું. જળાશયોમાથી પાણી છોડાતા સૌરાષ્ટ્રના અનેક ગામો વિખૂટા પડ્યા છે. આમરણ વિસ્તારના ધૂળકોટ, કોટલી, માવનુગામ, અંબાલા, બેલા, કોઠારિયા, ઉટબેટ, ફાડસર, ઝીંઝુડા, રાજપર, માળિયા, મિયાણા આસપાસ વેણાસર, સુલતાનપુર, ચીખલી,મૂળીના ઉમરડા-લીયા સાગધ્રા અને ગોંડલનું ખડવંથલી અને વોરા કોટડા ગામ વિખૂટુ પડ્યું છે. રાજ્યમાં છેલ્લા એક સપ્તાહમાં વરસાદે તમામ કસર પૂરી કરી દીધી છે. રાજ્યમાં અત્યાર સુધી 33.60 ઈંચ સાથે સિઝનનો 102.73 ટકા વરસાદ વરસી ચુક્યો છે. જોકે રસપ્રદ રીતે ગુજરાતમાંથી જ્યાં સૌથી વધુ વરસાદ નોંધાય છે તેવા દક્ષિણ ગુજરાત કરતા કોરાધાકોર ગણાતા કચ્છમાં આ વખતે બમણા કરતાં વધુ સરેરાશ વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધી 90.21 ટકા જ્યારે કચ્છમાં 188.04 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં હજુ સરેરાશ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 87.44 ટકા, સૌરાષ્ટ્રમાં 134.81 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં સિઝનનો 78.98 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં આ વખતે સરેરાશ 4.92 ઈંચથી ઓછો વરસાદ પડ્યો હોય તેવો એક પણ તાલુકો નથી. 4.26 ઈંચથી 9.84 ઈંચ વરાસદ નોંધાયો હોય તેવો માત્ર એક તાલુકો છે. 42 તાલુકામાં 9.88 ઈંચથી 19.86 ઈંચ, 139 તાલુકામાં 19.72 ઈંચથી 39.37 ઈંચ જ્યારે 69 તાલુકાઓમાં 39.38 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. મેઘરાજા મન મૂકીને વરસતા જળાશયોમાં પાણીની સતત આવક થઈ રહી છે. રાજ્યમાં 76 ડેમ નવા નીરથી છલકાઈ ચૂક્યા છે તો 120 ડેમ હાઈએલર્ટ પર છે જ્યારે 14 ડેમ એલર્ટ પર છે. ઝોન વાઈઝ ડેમમાં પાણીની સ્થિતિ પર નજર કરીએ તો, સૌરાષ્ટ્રના 140 ડેમમાં 88.56 ટકા પાણીનો જથ્થો છે તો કચ્છના 20 ડેમમાં 55.87 ટકા પાણીનો જથ્થો છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 46.15 ટકા પાણીનો જથ્થો છે તો મધ્ય ગુજરાતના 17 ડેમમાં 80.29ટકા પાણીનો જથ્થો છે. જ્યારે દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 73.13 ટકા પાણીનો જથ્થો છે અને રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 65.64 ટકા પાણીનો જથ્થો સંગ્રહિત છે.

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget