શોધખોળ કરો
Advertisement
રાજ્યમાં કોરોનાના 139 નવા કેસ નોંધાયા, પાંચના મોત, કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 1743 થઈ
આજે નવા 139 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 1743 પર પહોંચી છે. આજે વધુ 5 લોકોના મોત થયા છે, આ સાથે જ રાજ્યમાં કોરોના વાયરસના કારણે કુલ મૃત્યુઆંક 63 પર પહોંચ્યો છે.
ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. આજે નવા 139 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 1743 પર પહોંચી છે. આજે વધુ 5 લોકોના મોત થયા છે, આ સાથે જ રાજ્યમાં કોરોના વાયરસના કારણે કુલ મૃત્યુઆંક 63 પર પહોંચ્યો છે. આજે 11 દર્દીઓ સ્વસ્થ થયા છે. સ્વાસ્થ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવીએ પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપી હતી.
આજે 3002 જેટલા ટેસ્ટ કર્યા છે. આજે પાંચ વાગ્યા સુધીમાં કુલ 105 લોકો સ્વસ્થ થઈ ઘરે ગયા છે. 1632 લોકો સ્ટેબલ છે, જ્યારે 14 લોકો વેન્ટીલેટર પર છે. અત્યાર સુધીમાં 29104 ટેસ્ટ કર્યા છે.
આજે જે નવા પાંચ મોત થયા છે તેમાં અમદાવાદના ત્રણ લોકો છે, જ્યારે એક 54 વર્ષના પુરૂષ આણંદમાં અને એક ભરૂચમાં 60 વર્ષના મહિલાનું મોત થયું છે.
આજે જે નવા 139 કેસ સામે આવ્યા છે તેમાંથી ફક્ત અમદાવાદમાં 99 કેસ નોંધાયા છે. તે સિવાય વડોદરામાં 14, સુરતમાં 22, રાજકોટ ભરૂચ નર્મદા અને દાહોદમાં 1-1 કેસ નોંધાયો છે. અમદાવાદમાં જે નવા 99 કેસ આવ્યા છે તેમાંથી 77 કેસ હોટસ્પોટ વિસ્તારના છે.
અમદાવાદ શહેરમાં વધુ 99 કેસ નોંધાતા શહેરમાં કોરોના પોઝિટીવ કેસની કુલ સંખ્યા 1101 પર પહોંચી છે. સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ અમદાવાદમાં છે. અમદાવાદમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 1101 પર પહોંચી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement