શોધખોળ કરો

Gujarat: બે દિવસ બાદ રાજ્યમાં વધશે ઠંડીનું જોર, અમદાવાદમાં 16.2 ડિગ્રી તાપમાન નોંધાયુ

રાજ્યમાં સતત ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. રવિવારે 15 શહેરોમાં 20 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું હતું

અમદાવાદઃ રાજ્યમાં સતત ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. રવિવારે 15 શહેરોમાં 20 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું હતું જેમાં નલિયા સૌથી ઠંડુંગાર રહ્યું હતું. નલિયામાં 9.2 ડિગ્રી તાપમાન નોંધાયું તો અમદાવાદમાં 16.2 ડિગ્રી તાપમાન રહ્યું હતું.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 13 ડિસેમ્બર બાદ ઠંડીમાં હજુ પણ વધારો થશે. રાજ્યના અન્ય શહેરોની વાત કરીએ તો પોરબંદરમાં 13.4 ડિગ્રી, ડીસામાં 14 ડિગ્રી, રાજકોટમાં 14.2 ડિગ્રી, કેશોદમાં 14.2 ડિગ્રી, ભૂજમાં 14.8 ડિગ્રી તાપમાન રહ્યું તો ગાંધીનગરમાં 15 ડિગ્રી, સુરેદ્રનગરમાં 16 ડિગ્રી, મહુવામાં 16.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો વડોદરમાં 17.6, ભાવનગરમાં 17.9, વેરાવળમાં 18.7 અને દ્વારકામાં 19 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી 7 દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની કોઇ શક્યતા નથી. જો કે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે આગાહી કરી હતી કે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. અંબાલાલ પટેલના મતે અરબ સાગરમાં વાવાઝોડું ઉદભવશે. જોકે આ વાવાઝોડુ ઓમાન તરફ ફંટાઇ જશે. પરંતુ 14 થી 20 ડિસેમ્બર દરમિયાન ગુજરાતમાં માવઠું પડશે.  અંબાલાલ પટેલનું કહેવું છે કે, 12 ડિસેમ્બરથી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પણ પડશે.

દેશમાં કેવું રહેશે હવામાન

દેશભરમાં વધી રહેલી ઠંડી બાદ હવામાનનો મિજાજ બદલાવા લાગ્યો છે. ઘણા રાજ્યોમાં ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે. ઉત્તર ભારતમાં ઠંડીમાં વધારો થયો છે, જ્યારે દક્ષિણમાં વરસાદ ચાલુ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તમિલનાડુ, કેરળ અને લક્ષદ્વીપ, કર્ણાટકમાં વરસાદની સંભાવના છે. આ ઉપરાંત આગામી દિવસોમાં ઉત્તર પ્રદેશ અને બિહારમાં ગાઢ ધુમ્મસ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમી વિક્ષેપ આગામી દિવસોમાં પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને અસર કરશે, ત્યારબાદ જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં છૂટાછવાયા હિમવર્ષા અને વરસાદ થશે. ઠંડીમાં વધારો થવાની શક્યતા છે.         

સ્કાયમેટ વેધર અનુસાર આગામી 24 કલાકમાં તમિલનાડુ, કેરળ અને લક્ષદ્વીપમાં કેટલીક જગ્યાએ વરસાદની સંભાવના છે. આ ઉપરાંત કોસ્ટલ કર્ણાટક અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ઉપરાંત, પૂર્વોત્તર ભારત, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને આંધ્રપ્રદેશમાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે. પૂર્વી ઉત્તર પ્રદેશ, બિહાર અને ઉત્તરપૂર્વ ભારતમાં મધ્યમથી ગાઢ ધુમ્મસ થઈ શકે છે.                       

ટોપ સ્ટોરી

ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 4 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
Gujarat Rain: રાજ્યમાં આગામી 4 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
ગુજરાતના 2 જિલ્લાઓમાં આજે નહિ મળે CNG, પંપ માલિકોએ કેમ પાડી હડતાળ?
ગુજરાતના 2 જિલ્લાઓમાં આજે નહિ મળે CNG, પંપ માલિકોએ કેમ પાડી હડતાળ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Embed widget