શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

એક જ દિવસમાં સૌથી વધુ વેક્સિનેશનમાં ગુજરાત ટોપ પર, શુક્રવારે 5.93 લાખી વધારે રસીના ડોઝ અપાયા

શુક્રવારે સૌથી વધુ રસીકરણ થયું હોય તેવા રાજ્યોમાં ગુજરાત પ્રથમ ક્રમાકે છે.

ગુજરાતમાં સતત બીજા દિવસે પાંચ લાખ 80 હજારથી વધુ લોકોને કોરોનાની રસી આપવામાં આવી. શુક્રવારના દિવસે રાજ્યભરમાં પાંચ લાખ 93 હજાર 263 લોકોને કોરોનાની રસી આપવામાં આવી. તો ગુરૂવારે રાજ્યમાં પાંચ લાખ 81 હજારથી વધુ નાગરિકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. આ સાથે જ રાજ્યમાં કુલ રસીકરણનો આંક હવે ત્રણ કરોડ 55 લાખથી વધુ થઈ ગયો છે.

શુક્રવારે સૌથી વધુ રસીકરણ થયું હોય તેવા રાજ્યોમાં ગુજરાત પ્રથમ ક્રમાકે છે. રાજ્યમાં શુક્રવારે અમદાવાદ શહેરમાં સૌથી વધુ 48 હજાર 867, સુરત શહેરમાં 44 હજાર 48, બનાસકાંઠમાં 39 હજાર 339, સાબરકાંઠામાં 26 હજાર 937 અને દાહોદમાં 19 હજાર 793 નાગરિકોને કોરોનાની રસી આપવામાં આવી. ડાંગમાં સૌથી ઓછુ 581, જૂનાગઢ શહેરમાં બે હજાર 613 અને ગાંધીનગર શહેરમાં ત્રણ હજાર 855 નાગરિકોને કોરોનાની રસી અપાઈ.

શુક્રવારે એક જ દિવસમાં સૌથી વધુ લોકોને કોરોનાની રસી અપાઈ હોય તેવા રાજ્યોમાં ગુજરાત ટોચ પર છે. તો પાંચ લાખ 11 હજારના આંકડા સાથે આંધ્રપ્રદેશ બીજા, ત્રણ લાખ 73 હજારના આંકડા સાથે ઉત્તર પ્રદેશ ત્રીજા સ્થાને છે.

દેશમાં રસીકરણ

દેશમાં કોરોના રસીકરણનો આંકડો 50 કરોડને પાર થઈઆ ગયો છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશભરમાં શુક્રવારે 43.29 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા. જેમાં બાદ દેશમાં અત્યાર સુધીમાં 50 કરોડ ત્રણ લાખ 48 હજાર 866 કોરોના રસીના ડોઝ અપાઈ ચૂક્યા છે. જેને લઈને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ પણ ખુશી વ્યક્ત કરી.

પ્રધાનમંત્રીએ ટ્વિટરના માધ્યમથી ખુશી વ્યક્ત કરતા લખ્યું કે કોરોના સામેની લડાઈમાં ભારતે આજે વધુ એક નવું શિખર પ્રાપ્ત કર્યું છે. કોરોના રસીમાં દેશે 50 કરોડનો આંકડો પાર કરી લીધો છે. આ આંકડાને આગળ વધારતા આપણે એ સુનિશ્ચિત કરવા માગીએ છીએ કે આપણા નાગરિકોને સૌને રસી, વિનામૂલ્યે રસી કાર્યક્રમ હેઠળ તેનો લાભ મળે.

સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પણ ટ્વિટ કરીને લખ્યું કે ભારતમાં 10 કરોડના આંકડાને પ્રાપ્ત કરવા માટે 85 દિવસ લાગ્યા. જ્યારે આગલા 45 દિવસમાં 20 કરોડનો આંકડો પાર થઈ ગયો છે. જ્યારે 29 દિવસ બાદ 30 કરોડના આંકડા પર પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર મધ્યપ્રદેશ, દેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં 18થી 44 વયજુથના એક કરોડથી વધુ નાગરિકોને કોરોનાની રસી આપી દેવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  
Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  
રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ,  આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી
ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ, આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી
હૃદયની બીમારીઓનું જોખમ ઘટશે, તમારા આહારમાં આ એક વસ્તુને ઓછી કરો
હૃદયની બીમારીઓનું જોખમ ઘટશે, તમારા આહારમાં આ એક વસ્તુને ઓછી કરો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jamnagar News: દરેડ BRC ભવનમાં પુસ્તક પલળવાના પ્રકરણમાં તપાસની ફાઈલ ગુમ થવાનો મામલો વધુ વકર્યોAhmedabad News: ગોમતીપુરમાં કસ્ટોડિયલ ડેથ : ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં ધરપકડ કરાયેલ આરોપીનું મોતગિરનાર-અંબાજી મંદિર ગાદી વિવાદ: મુકુંદ ગુફાના મહેન્દ્રાનંદ ગીરીજીના મહેશગીરી પર ગંભીર આરોપPatidar Leader Attack :  શું નરેશ પટેલે કરાવ્યો જયંતિ સરધારા પર હુમલો? ખોડલધામ પ્રવક્તાએ શું કર્યો ખુલાસો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  
Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  
રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ,  આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી
ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ, આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી
હૃદયની બીમારીઓનું જોખમ ઘટશે, તમારા આહારમાં આ એક વસ્તુને ઓછી કરો
હૃદયની બીમારીઓનું જોખમ ઘટશે, તમારા આહારમાં આ એક વસ્તુને ઓછી કરો
IPL 2025: કોણ બનશે RCB નો નવો કેપ્ટન, કિંગ કોહલી સિવાય આ 2 સૌથી મજબૂત દાવેદાર 
IPL 2025: કોણ બનશે RCB નો નવો કેપ્ટન, કિંગ કોહલી સિવાય આ 2 સૌથી મજબૂત દાવેદાર 
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા,  હાર્ટ અટેકથી મૃત્યુ
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા, હાર્ટ અટેકથી મૃત્યુ
Guaranteed Income! દર મહિને ઘરે બેઠા પૈસા મળશે, એક વખત SBI ની આ સ્કીમમાં કરો રોકાણ 
Guaranteed Income! દર મહિને ઘરે બેઠા પૈસા મળશે, એક વખત SBI ની આ સ્કીમમાં કરો રોકાણ 
Cyclone Alert: તમિલનાડુમાં તોફાનનો ખતરો! પવનની સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે શું આપ્યું અપડેટ?
Cyclone Alert: તમિલનાડુમાં તોફાનનો ખતરો! પવનની સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે શું આપ્યું અપડેટ?
Embed widget