શોધખોળ કરો

ગુજરાતમાં વાતાવરણ પલટાશે, આ 5 જિલ્લામાં વીજળીના કડાકા સાથે માવઠાની આગાહી

દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી, અમદાવાદ સહિતના શહેરોમાં પારો 41°C ની આસપાસ રહેશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રાજસ્થાનમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં વાતાવરણ બદલાયું.
  • દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા.
  • અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં ગરમી અને બફારો યથાવત.
  • આગામી ૭ દિવસ તાપમાનમાં મોટા ફેરફારની સંભાવના નથી.

Gujarat weather update: ગુજરાતમાં હાલ આકરી ગરમી અને કમોસમી વરસાદ એમ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગની નવી આગાહી મુજબ, પાડોશી રાજ્ય રાજસ્થાન તરફ એક નવી સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. આ સિસ્ટમની અસરથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે, જ્યારે બીજી તરફ અમદાવાદ સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ અને બફારો યથાવત રહેવાની સંભાવના છે.

હવામાન વિભાગની વિગતો અનુસાર, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન ઉપર એક અપર એર સાયક્લોનિક સિસ્ટમ (ચક્રવાતી સિસ્ટમ) સક્રિય થઈ છે. આ સિસ્ટમની સીધી અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. આજે અમરેલી, ભાવનગર, તાપી, ડાંગ, વલસાડ, નવસારી તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા-નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે.

જોકે, વરસાદી માહોલ વચ્ચે પણ લોકોને ગરમીથી ખાસ રાહત મળવાની નથી. આગાહી મુજબ, આગામી 7 દિવસ સુધી રાજ્યના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના અમુક વિસ્તારોમાં હજુ પણ તાપમાનનો પારો 40°C થી વધુ નોંધાઈ શકે છે. અમદાવાદની વાત કરીએ તો, આજે શહેરમાં આકાશ આંશિક રીતે વાદળછાયું રહેશે, પરંતુ મહત્તમ તાપમાન 41°C ની આસપાસ રહેવાની આગાહી છે. આ ઉપરાંત, દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને ગરમીની સાથે સાથે ભારે બફારાવાળા (hot & humid) વાતાવરણનો સામનો કરવો પડશે. આગામી દિવસોમાં પવનની દિશા ઉત્તરથી ઉત્તર-પશ્ચિમ તરફની રહેવાની શક્યતા છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું છે કે, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન ઉપર એક સિસ્ટમ બની છે, જેના પ્રભાવ હેઠળ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. આજે ખાસ કરીને અમરેલી, ભાવનગર, વલસાડ, તાપી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની સંભાવના છે. બીજી બાજુ, અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત્ રહેશે. અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 41°C ની આસપાસ નોંધાઈ શકે છે. કાળઝાળ ગરમીથી બચવા માટે લોકો હવે રસ્તા પર નીકળતી વખતે મોઢે રૂમાલ કે દુપટ્ટો બાંધી રહ્યા છે, તેમજ ટુ-વ્હીલર ચાલકો તડકાથી બચવા અવનવા નુસખા અને છત્રીનો સહારો લઈ રહ્યા છે. આ ઉપરાંત, દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે અને ઉત્તરથી ઉત્તર-પશ્ચિમ દિશા તરફના પવન ફૂંકાશે.

Frequently Asked Questions

ગુજરાતમાં હાલ હવામાન કેવું રહેશે?

રાજસ્થાનમાં સક્રિય થયેલી સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે. જ્યારે અમદાવાદ સહિત અન્ય વિસ્તારોમાં ગરમી અને બફારો યથાવત રહેશે.

કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે?

અમરેલી, ભાવનગર, તાપી, ડાંગ, વલસાડ, નવસારી તેમજ દમણ અને દાદરા-નગર હવેલી જેવા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.

શું ગુજરાતમાં ગરમીથી રાહત મળશે?

આગામી 7 દિવસ સુધી તાપમાનમાં ખાસ ફેરફારની શક્યતા નથી. રાજ્યના અમુક વિસ્તારોમાં તાપમાન 40°C થી વધુ રહી શકે છે.

અમદાવાદમાં હવામાન કેવું રહેશે?

અમદાવાદમાં આજે આકાશ આંશિક વાદળછાયું રહેશે, પરંતુ મહત્તમ તાપમાન 41°C ની આસપાસ રહેવાની આગાહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Embed widget