શોધખોળ કરો

Gujarat Weather: સૌરષ્ટ્ર-કચ્છમાં થશે કોલ્ડવેવનો અહેસાસ, જાણો ઠંડીથી ક્યારે મળશે આંશિક રાહત

Gujarat Weather Update: 29 ડિસેમ્બરે એકથી બે ડિગ્રી જેટલો તાપમાનમાં વધારો થવાની શક્યતા છે, પરંતુ ફરી એકવાર નવા વર્ષથી ઠંડીનું મોજું સમગ્ર રાજ્યમાં ફરી વળશે.

Gujarat Weather Update: ગુજરાતમાં હાલ કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આ દરમિયાન આજે હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડ વેવનો અહેસાસ થવાની આગાહી કરી છે. આગામી 5 દિવસ સુધી તાપમાનમાં ખાસ ફરક નહીં પડે. વાતાવરણમાં ભેજ હોવાને કારણે ત્રણ દિવસ બાદ ઠંડીથી આંશિક રાહત મળશે. 29 ડિસેમ્બરે એકથી બે ડિગ્રી જેટલો તાપમાનમાં વધારો થવાની શક્યતા છે, પરંતુ ફરી એકવાર નવા વર્ષથી ઠંડીનું મોજું સમગ્ર રાજ્યમાં ફરી વળશે. ઉત્તરના ઠંડા પવનો ગુજરાત બાજુ ફંટાતા ઠંડી વધી હોવાનું સામે આવ્યું છે.

ગુજરાતમાં ત્રણ દિવસથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ધીમે-ધીમે પારો ગગડી રહ્યો છે, તેમ-તેમ લોકો ઠંડીથી ઠુંઠવાઈ રહ્યા છે. રાજ્યમાં સૌથી વધારે ઠંડી કચ્છના નલીયા વિસ્તારમાં અનુભવાઈ છે. અહીં ગઈ કાલે 4.2 ડીગ્રી સુધી પારો ગગડી ગયો હતો. ઠંડી શરૂ થતા જ લોકોએ ગરમ કપડા પહેરવાનું શરૂ કરી દેવું પડ્યું છે.

ગુજરાત હવામાન વિભાગે આગામી બે દિવસની આગાહી કરતા જણાવ્યું છે કે, કચ્છના કેટલાક વિસ્તારમાં આગામી દિવસમાં શીત લહેર છવાઈ શકે છે. કચ્છના નલીયા વિસ્તારમાં હજુ પણ પારો ગગડે તેવી શક્યતા છે.

હવામાન વિભાગે આગાહી માટે જાણીતા અંબાલાલ પટેલે પણ રાજ્યમાં 25 ડિસેમ્બર બાદ ઠંડી વધવાની આગાહી કરી હતી. ઉત્તર ભારતમાં હિમ વર્ષાને પગલે ઉત્તર પવનો ફૂંકાતા તેની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. હજુ બે દિવસ ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે.

જાણો ગુજરાતમાં ક્યાં પડી કેટલી ઠંડી?

શહેર       મહત્તમ        લઘુત્તમ

અમદાવાદ   25.8           12.6
ડીસા          26.1            12.2
ગાંધીનગર   26.0            11.2
વડોદરા      27.4             11.4
સુરત         30.0              13.6
વલસાડ     30.5              16.5
દમણ        27.0              12.4
ભુજ          28.2              10.8
નલીયા      26.6                4.2
ભાવનગર  26.4               14.0
દ્વારકા      26.3                15.2
ઓખા      24.2                19.5
રાજકોટ    27.8                10.7

જીનોમ સિક્વેંસિંગ પર ફોક્સ, સર્વિલંસ સિસ્ટમ કરો મજબૂત, કોરોનાના ખતરા પર કેન્દ્રનો રાજ્યોનો નિર્દેશ

ચીન સહિત વિશ્વના ઘણા દેશોમાં Omicron ના સબ-વેરિઅન્ટ BF.7 (Omicron BF.7) થી સંક્રમણના વધતા કેસ બાદ ભારત સરકાર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે. કોવિડ (કોવિડ-19)ને લઈને કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને પણ ઘણી માર્ગદર્શિકા આપી છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને શ્વસન રોગોની દેખરેખ માટે હોસ્પિટલ-આધારિત સિસ્ટમને મજબૂત કરવા કહ્યું છે જેથી દેશમાં ગમે ત્યાંથી સંભવિત વધારાના સંકેતો વહેલા મળી શકે.

સ્વાસ્થ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, જો દેશના કેટલાક વિસ્તારોમાં કોવિડ-19 અથવા શ્વસન સંબંધી રોગોથી સંબંધિત હોસ્પિટલમાં દાખલ થવામાં અચાનક વધારો થાય છે, તો તે આપણા માટે ખતરાની ઘંટડી સમાન છે, તેથી તમામ હોસ્પિટલોએ નજીકથી નજર રાખવી જોઈએ અને જો કોઈ હોય તો અસામાન્ય પેટર્ન પણ ઓળખવા જોઈએ.

શ્વસન રોગોની દેખરેખ માટે માર્ગદર્શિકા

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે કોરોના વ્યવસ્થાપન અને રસીકરણની પ્રગતિ અંગેની સમીક્ષા બેઠકમાં 23 ડિસેમ્બરે કહ્યું હતું કે સ્વાસ્થ્ય સુવિધા આધારિત સિસ્ટમની સાથે શ્વસન વાયરસ સંબંધિત દેખરેખ પર પણ ધ્યાન આપવું જોઈએ. . વિવિધ રાજ્યોમાં ગટર અને ગંદા પાણીની દેખરેખ પર પણ ભાર મૂકવો જોઈએ કારણ કે માનવીઓ પણ તેમના મળ દ્વારા વાયરસ ફેલાવી શકે છે.

જીનોમ સિક્વન્સિંગ પર વિશેષ ભાર

આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ પણ રાજ્યોને વિનંતી કરી હતી કે તેઓ પોઝિટિવ કેસના સેમ્પલના સંપૂર્ણ જીનોમ સિક્વન્સિંગ માટે સર્વેલન્સ સિસ્ટમને મજબૂત કરે જેથી INSACOG નેટવર્ક દ્વારા વેરિઅન્ટને ટ્રેક કરી શકાય જેથી નવા પ્રકારોની સમયસર શોધ થઈ શકે. INSACOG નિયમિતપણે કોવિડ પોઝિટિવ સેમ્પલની જીનોમ સિક્વન્સિંગ કરી રહ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget