શોધખોળ કરો

ગરમીથી શેકાતા ગુજરાત માટે મોટી રાહત: 24 કલાકમાં તાપમાન ઘટશે, ચોમાસું 4 દિવસ વહેલું

gujarat weather forecast: સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 44.5 ડિગ્રી તાપમાન નોંધાયું, આગામી 6 દિવસમાં ગરમીનો પારો 2 થી 3 ડિગ્રી ઘટવાની અને કેરળમાં ચોમાસું વહેલું બેસવાની હવામાન વિભાગની આગાહી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતમાં હાલ આકરી ગરમી, તાપમાન 44.5 ડિગ્રી સુધી પહોંચ્યું.
  • આગામી 24 કલાકમાં તાપમાન 2-3 ડિગ્રી ઘટશે.
  • આ વર્ષે ચોમાસું 26 મે આસપાસ કેરળમાં બેસશે.

gujarat weather forecast: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી આકરી ગરમી પડી રહી છે અને સરેરાશ તાપમાનમાં 2 ડિગ્રીનો નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. જોકે, આ કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે એક મોટા રાહતના સમાચાર આપ્યા છે. આગામી 24 કલાક પછી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે, જેનાથી લોકોને બળબળતી ગરમીમાંથી થોડી રાહત મળશે. આ ઉપરાંત, ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે ખુશીની વાત એ છે કે આ વર્ષે ચોમાસું 4 દિવસ વહેલું એટલે કે 26 મે આસપાસ કેરળમાં પ્રવેશી શકે છે, જેના માટે વાતાવરણમાં સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ ચૂકી છે.

આકરી ગરમીથી ગુજરાત ત્રાહિમામ

છેલ્લા 24 કલાકની જ વાત કરીએ તો રાજ્યના 6 મોટા શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો.

ખાસ કરીને સુરેન્દ્રનગર સતત બીજા દિવસે 44.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું.

આ સિવાય અમદાવાદ, રાજકોટ અને ગાંધીનગરમાં પણ ગરમીનો પારો 43 ડિગ્રીને પાર થઈ ગયો હતો.

સુરતમાં સામાન્ય કરતાં 6.2 ડિગ્રી વધુ તાપમાન નોંધાતા લોકોએ તીવ્ર હીટવેવનો સામનો કરવો પડ્યો હતો.

આ જ રીતે ડીસામાં 5.8 ડિગ્રી, દીવમાં 3.6 ડિગ્રી અને ભુજમાં સામાન્ય કરતાં 3.4 ડિગ્રી વધુ તાપમાન નોંધાયું હતું.

હાલમાં સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ-દમણમાં હવામાન એકદમ સૂકું છે. દક્ષિણ ગુજરાત અને કચ્છમાં મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

આજે કયા શહેરમાં કેટલું રહેશે તાપમાન?

હવામાન વિભાગના પૂર્વાનુમાન અનુસાર, આજે દિવસ દરમિયાન કેટલાક મુખ્ય શહેરોમાં મહત્તમ તાપમાન નીચે મુજબ રહેવાની શક્યતા છે:

અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને અમરેલી: 43 ડિગ્રી

રાજકોટ અને ડીસા: 42 ડિગ્રી

સુરત અને ભુજ: 41 ડિગ્રી

નોંધ: ગઈકાલે એટલે કે 17 મેના રોજ અમદાવાદનું મહત્તમ તાપમાન 43.1 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 29.4 ડિગ્રી હતું. સવારે ભેજનું પ્રમાણ 53% અને સાંજે 22% નોંધાયું હતું. આજે શહેરનું આકાશ મુખ્યત્વે ચોખ્ખું રહેશે અને મહત્તમ તાપમાન 43 ડિગ્રી આસપાસ જ રહેશે.

આ પણ વાંચોઃ આવતીકાલનું હવામાન: આગામી 14 કલાકમાં દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70 kmph ની ઝડપે પવન ફૂંકાશે

હવે મળશે રાહત, ચોમાસાના પણ સારા સંકેત

લોકો માટે સારા સમાચાર એ છે કે આજે રાજ્યમાં કોઈ હીટવેવ એલર્ટ જાહેર કરવામાં આવ્યું નથી. જોકે, દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાઈ શકે છે. આગામી 24 કલાક પછી ધીમે-ધીમે ગરમીનો પારો નીચે આવશે અને આગામી 6 દિવસમાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે.

કેવું રહેશે ચોમાસું?

હવામાન વિભાગે ચોમાસાની સ્થિતિ અંગે અપડેટ આપતા જણાવ્યું છે કે, ચોમાસું ધીમે-ધીમે આગળ વધી રહ્યું છે. તેના આગળ વધવા માટે એકદમ અનુકૂળ પરિસ્થિતિ બની રહી છે. આ વર્ષે ચોમાસું નિર્ધારિત સમય કરતાં લગભગ 4 દિવસ વહેલું એટલે કે 26 મે આસપાસ કેરળમાં બેસવાની પૂરી સંભાવના છે.

આ પણ વાંચોઃ આવતીકાલનું હવામાન: આગામી 12 કલાકમાં 19 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 80kmph ઝડપે ફૂંકાશે પવન

Frequently Asked Questions

ગુજરાતમાં તાપમાનમાં ક્યારે ઘટાડો થવાની સંભાવના છે?

આગામી 24 કલાક પછી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે, જેનાથી લોકોને બળબળતી ગરમીમાંથી થોડી રાહત મળશે.

આ વર્ષે ચોમાસું ક્યારે અને ક્યાં પ્રવેશી શકે છે?

આ વર્ષે ચોમાસું નિર્ધારિત સમય કરતાં લગભગ 4 દિવસ વહેલું એટલે કે 26 મે આસપાસ કેરળમાં બેસવાની પૂરી સંભાવના છે.

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના કયા શહેરોમાં સૌથી વધુ ગરમી નોંધાઈ?

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 6 મોટા શહેરોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રીને પાર પહોંચી ગયું હતું. સુરેન્દ્રનગર 44.5 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું.

આજે ગુજરાતના મુખ્ય શહેરોમાં મહત્તમ તાપમાન કેટલું રહેવાની શક્યતા છે?

અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને અમરેલીમાં 43 ડિગ્રી, રાજકોટ અને ડીસામાં 42 ડિગ્રી, જ્યારે સુરત અને ભુજમાં 41 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ambalal patel: ગુજરાતમાં આગામી 24 કલાક ભારે,  અંબાલાલ પટેલની વરસાદને લઈ મોટી આગાહી
Ambalal patel: ગુજરાતમાં આગામી 24 કલાક ભારે,  અંબાલાલ પટેલની વરસાદને લઈ મોટી આગાહી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમ તમને કરશે માલામાલ, દર મહિને 9 હજાર ફિક્સ આવક, જાણો
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમ તમને કરશે માલામાલ, દર મહિને 9 હજાર ફિક્સ આવક, જાણો
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Embed widget