શોધખોળ કરો

સાપુતારા સહિત ડાંગ પંથકના વાતાવરણમાં આવ્યો પલટો, ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ

હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર વલસાડ, નવસારી, તાપી, ડાંગ, છોટાઉદેપુર, દાહોદ, દાદરા નગરહવેલી, સુરતમાં હળવો વરસાદ પડી શકે છે.

Gujarat Weather News: ગિરિમથક સાપુતારા સહિત ડાંગ પંથકના વાતાવરણમાં પલટો આવ્યો છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાતા આહલાદક માહોલ સર્જાયો. સાપુતારા ખાતે વાદળછાયા અને ઠંડા વાતાવરણથી ખુશનુમા માહોલ સર્જાયો હતો.

રાજ્યમાં લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી શકે છે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર વલસાડ, નવસારી, તાપી, ડાંગ, છોટાઉદેપુર, દાહોદ, દાદરા નગરહવેલી, સુરતમાં હળવો વરસાદ પડી શકે છે. ત્યાર બાદ 8 9 જૂને રાજ્યમાં વરસાદ પડશે.

હવામાન વિભાગ અનુસાર 8 તારીખે વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ અને દીવમાં સામાન્ય વરસાદની આગાહી છે. જ્યારે 9 તારીખે પંચમહાલ, દાહોદ, દાહોદ, ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી અને ભાવનગરમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન નિભાગ અનુસાર અમદાવાદમાં બે દિવસ વાદળ છાયું વાતાવરણ રહેશે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહ્યું છે. ગાંધીનગરમા 41.5 ડિગ્રી તાપમાન રહ્યું છે. સુરેન્દ્રનગરમાં રાજ્યનું સૌથી વધુ 43 ડિગ્રી તાપમાન રહ્યું છે.

દક્ષિણ પશ્ચિમ ચોમાસું ગુરુવારે કેરળ અને ઉત્તર પૂર્વ પ્રદેશમાં સમય પહેલા આવી ગયું. કેરળ અને પૂર્વોત્તરમાં ચોમાસું  અગાઉના ચાર પ્રસંગોએ 2017, 1997, 1995 અને 1991 માં એક સાથે આવ્યું હતું.IMD એ જણાવ્યું કે 02-04 જૂન, 2024 દરમિયાન આસામ અને મેઘાલયમાં ભારે (64.5-115.5 mm) થી ખૂબ જ ભારે વરસાદ (115.5-204.4 mm) થવાની સંભાવના છે.

હવામાન વિભાગે 3 થી 6 જૂન દરમિયાન સબ હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું કે આગામી ત્રણ દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં હીટવેવની સ્થિતિ ચાલુ રહેવાની શક્યતા છે. IMDએ જણાવ્યું હતું કે સોમવારે (3 જૂન) પંજાબ, હરિયાણા, દિલ્હી, જમ્મુ વિભાગ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ અને ઓડિશાના જુદા જુદા ભાગોમાં ગરમીની લહેરોની સંભાવના છે.

ઈન્ડિયા મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટએ 2 જૂને જણાવ્યું હતું કે દક્ષિણપશ્ચિમ ચોમાસાએ હવે મધ્ય અરબી સમુદ્ર, લક્ષદ્વીપ, કેરળ, તમિલનાડુ, કર્ણાટક, રાયલસીમા અને આંધ્રપ્રદેશના વધુ ભાગોને આવરી લીધા છે. હવામાન વિભાગે કહ્યું કે ચોમાસું 2024 દક્ષિણ-પશ્ચિમ, મધ્ય અને ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં પણ આવી ગયું છે. IMD અનુસાર, ચોમાસું આગામી 2-3 દિવસમાં મધ્ય અરબી સમુદ્ર, કર્ણાટક, રાયલસીમા, તટીય આંધ્રપ્રદેશ અને બંગાળની ખાડીના ભાગોમાં આગળ વધવાની સંભાવના છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે  કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ
8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ
Gold Rate: સોના -ચાંદીની કિંમતમાં ફરી એક વખત ઉછાળો, જાણો મહાનગરોના Gold રેટ 
Gold Rate: સોના -ચાંદીની કિંમતમાં ફરી એક વખત ઉછાળો, જાણો મહાનગરોના Gold રેટ 
દેશના આ એક્સપ્રેસવે પર 15 ડિસેમ્બરથી સ્પીડ લિમિટ ઘટાડશે સરકાર, હવે આટલી સ્પીડમાં જ ચલાવી શકશો ગાડી 
દેશના આ એક્સપ્રેસવે પર 15 ડિસેમ્બરથી સ્પીડ લિમિટ ઘટાડશે સરકાર, હવે આટલી સ્પીડમાં જ ચલાવી શકશો ગાડી 

વિડિઓઝ

Amit Shah On Olympic 2036: તૈયારી રાખજો, 2036માં ઓલિમ્પિક અમદાવાદમાં જ આવશે
Geniben Thakor : બીજાઓને દશામાં ન નડે અને આપણને દશામાં નડે? ગેનીબેને શું કર્યું આહ્વાન?
Hun To Bolish : હું તો બોલીશ : ઇન્ડિગોનું બ્લેકમેઇલિંગ
Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓની બાદશાહત ?
Hun To Bolish : હું તો બોલીશ : સમાધાન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે  કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ
8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ
Gold Rate: સોના -ચાંદીની કિંમતમાં ફરી એક વખત ઉછાળો, જાણો મહાનગરોના Gold રેટ 
Gold Rate: સોના -ચાંદીની કિંમતમાં ફરી એક વખત ઉછાળો, જાણો મહાનગરોના Gold રેટ 
દેશના આ એક્સપ્રેસવે પર 15 ડિસેમ્બરથી સ્પીડ લિમિટ ઘટાડશે સરકાર, હવે આટલી સ્પીડમાં જ ચલાવી શકશો ગાડી 
દેશના આ એક્સપ્રેસવે પર 15 ડિસેમ્બરથી સ્પીડ લિમિટ ઘટાડશે સરકાર, હવે આટલી સ્પીડમાં જ ચલાવી શકશો ગાડી 
Goa Fire: સંગીતની ધૂન પર નાચતી રહી ડાન્સર અને ઉપર ફેલાઇ રહી હતી આગ, જુઓ વીડિયો
Goa Fire: સંગીતની ધૂન પર નાચતી રહી ડાન્સર અને ઉપર ફેલાઇ રહી હતી આગ, જુઓ વીડિયો
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ
Embed widget