શોધખોળ કરો

આવતીકાલનું હવામાનઃ 17 જૂને દેશના 21 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, જાણો ગુજરાતમાં ક્યારે મેઘમેહર?

tomorrow weather forecast june 17: હવામાન વિભાગની ચેતવણી: 85 kmph ની ઝડપે પવન ફૂંકાશે; દિલ્હી, યુપી અને બિહારમાં વરસાદનું એલર્ટ, જાણો મુંબઈવાસીઓએ વરસાદ માટે હજુ કેટલી રાહ જોવી પડશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ૧૭ જૂને ૨૧ રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડાની શક્યતા.
  • દિલ્હી, યુપી, બિહાર સહિત અનેક રાજ્યોમાં એલર્ટ જાહેર.
  • મુંબઈમાં ચોમાસું ધીમું, ૨૦ જૂન પછી સક્રિય થશે.

tomorrow weather forecast june 17: દેશભરમાં હવે પ્રી-મોન્સૂન અને ચોમાસાની એક્ટિવિટી તેજ થઈ ગઈ છે. હવામાન વિભાગ (IMD) ની આગાહી મુજબ, આવતીકાલે એટલે કે 17 જૂન 2026 ના રોજ દેશના 21 જેટલા રાજ્યોમાં ભારે પવન, વાવાઝોડા અને વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની શક્યતા છે. ક્યાંક ક્યાંક તો પવનની ઝડપ 85 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને બિહાર જેવા રાજ્યોમાં ખરાબ હવામાનને લઈને એલર્ટ અપાયું છે અને પાક તેમજ સંપત્તિને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જ્યારે બીજી બાજુ, મુંબઈમાં ચોમાસું ધીમું પડતા લોકો હજુ પણ મેઘરાજાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા અને મોટા ઝાડ કે જંગલવાળા વિસ્તારોથી દૂર રહેવાની સલાહ આપી છે.

દિલ્હી-NCR માં ગરમીથી મળશે રાહત

દિલ્હી-NCR ના હવામાનની વાત કરીએ તો, છેલ્લા થોડા દિવસોથી અહીં વાતાવરણમાં સતત ફેરફાર જોવા મળી રહ્યો છે. 17 જૂને અહીં જોરદાર પવન અને વાવાઝોડા સાથે વરસાદ પડવાની આગાહી છે. આનાથી લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળશે અને તાપમાન પણ ઘટશે. જોકે, વીજળી પડવાના અને ભારે પવનના જોખમને જોતા લોકોને ખુલ્લી જગ્યાઓથી દૂર રહેવા જણાવાયું છે.

યુપી અને બિહારમાં હવામાનનો મિજાજ બગડશે

ઉત્તર પ્રદેશમાં પણ હવામાન ભયંકર સ્વરૂપ લઈ શકે છે. અહીના મેરઠ, મથુરા, આગ્રા, અલીગઢ, કાનપુર, વારાણસી અને પ્રયાગરાજ સહિતના અનેક જિલ્લાઓમાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે. અહીં 70 થી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 17 જૂને યુપીનું મહત્તમ તાપમાન 34 થી 39 ડિગ્રી અને લઘુત્તમ 26 થી 30 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની ધારણા છે, સાથે જ બફારો પણ રહેશે. આ તરફ બિહારના ઘણા જિલ્લાઓમાં પણ 60 થી 65 કિમીની ઝડપે પવન ફૂંકાવાની અને વાવાઝોડાની ચેતવણી અપાઈ છે. પટનામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને લઘુત્તમ 30 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.

આ પણ વાંચોઃ ચોમાસાની રાહ જોતા ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર: ગુજરાતમાં ક્યારે બેસશે ચોમાસું?

ઉત્તરાખંડના પહાડો પર પવન સાથે વરસાદ

પહાડી રાજ્ય ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ છે. નૈનીતાલ, ઋષિકેશ, હરિદ્વાર, પૌડી ગઢવાલ અને રુદ્રપ્રયાગ જેવા વિસ્તારોમાં 50 થી 60 કિમીની ઝડપે પવન સાથે વરસાદ પડી શકે છે. દેહરાદૂનમાં તાપમાન ઘટીને 33 ડિગ્રી (મહત્તમ) અને 24 ડિગ્રી (લઘુત્તમ) સુધી પહોંચી શકે છે.

પંજાબ, હરિયાણા અને રાજસ્થાનને ગરમીથી છુટકારો

બીજી તરફ પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં તાજેતરમાં આવેલા વાવાઝોડા અને વરસાદને કારણે લોકોને ગરમીથી ઘણી રાહત મળી છે અને તાપમાન સામાન્ય કરતા નીચે નોંધાયું છે. અહીં 17 જૂન સુધી હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહી શકે છે.

આ પણ વાંચોઃ અંબાલાલ પટેલની મોટી આગાહી: અલનીનો વચ્ચે પણ ગુજરાતમાં આ તારીખથી જામશે ધોધમાર વરસાદ

મુંબઈમાં ચોમાસું કેમ અટક્યું? ક્યારે પડશે વરસાદ?

હવે વાત કરીએ મુંબઈની. ભારતમાં ચોમાસાની શરૂઆત ધમાકેદાર રહી હતી, પણ હવે તે સાવ ધીમું પડી ગયું છે. પ્રશાંત મહાસાગરમાં અલ નીનોની વધતી અસર અને વાદળો પાતળા થવાને કારણે વરસાદ ખેંચાઈ રહ્યો છે. 20 વર્ષમાં પહેલીવાર એવું બન્યું છે કે જૂન મહિનો અડધો વીતી ગયા પછી પણ મુંબઈમાં વરસાદ નથી પડ્યો. સામાન્ય રીતે મુંબઈમાં 11 જૂન સુધીમાં તો ચોમાસું બેસી જતું હોય છે.

હવામાન એજન્સીઓનું કહેવું છે કે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ચોમાસું અત્યારે નોંધપાત્ર રીતે નબળું પડી ગયું છે. હવે 20 જૂન પછી જ ચોમાસામાં થોડી ગતિ આવવાની આશા છે અને જૂનના છેલ્લા અઠવાડિયામાં જ મુંબઈમાં સારો એવો વરસાદ જોવા મળી શકે છે. ત્યાં સુધી પાણીની અછતની ચિંતા વધી શકે છે.

Frequently Asked Questions

આવતીકાલે (17 જૂન) દેશના કયા રાજ્યોમાં વરસાદની શક્યતા છે?

હવામાન વિભાગ અનુસાર, 17 જૂને દેશના 21 રાજ્યોમાં ભારે પવન, વાવાઝોડા અને વીજળીના કડાકા સાથે વરસાદની શક્યતા છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને બિહારમાં એલર્ટ અપાયું છે.

મુંબઈમાં ચોમાસું કેમ મોડું થયું છે અને ક્યારે વરસાદની શક્યતા છે?

પ્રશાંત મહાસાગરમાં અલ નીનોની અસર અને વાદળો પાતળા થવાને કારણે મુંબઈમાં ચોમાસું ધીમું પડ્યું છે. 20 જૂન પછી ચોમાસામાં ગતિ આવવાની અને જૂનના છેલ્લા અઠવાડિયામાં સારો વરસાદ પડવાની શક્યતા છે.

દિલ્હી-NCR માં કાળઝાળ ગરમીમાંથી ક્યારે રાહત મળશે?

17 જૂને દિલ્હી-NCR માં જોરદાર પવન અને વાવાઝોડા સાથે વરસાદ પડવાની આગાહી છે. તેનાથી લોકોને ગરમીમાંથી રાહત મળશે અને તાપમાન પણ ઘટશે.

ઉત્તર પ્રદેશ અને બિહારમાં 17 જૂને હવામાન કેવું રહેશે?

ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે અને 70-80 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. બિહારમાં પણ 60-65 કિમી/કલાકની ઝડપે પવન અને વાવાઝોડાની ચેતવણી અપાઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ
જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget