શોધખોળ કરો
Advertisement
અમરેલીમાં અધિકમાં અનરાધાર વરસાદથી ખેડૂતોની વધી ચિંતા, ધોધમાર વરસાદથી રોડ રસ્તા થયા પાણી પાણી
કાળા ડિબાંગ વાદળો ઘેરાવાની સાથે જિલ્લામાં અનેક જગ્યાએ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.
અમરેલીઃ ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે અમરેલીમાં જતા જતા મેઘરાજા કહેર વરસાવી રહ્યા છે. અમરેલીમાં અધિક માસમાં અનરાધાર વરસાદથી ધરતીપુત્રોની ચિંતા વધી ગઈ છે. આજે વરસાદના કારણે રોડ રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. કાળા ડિબાંગ વાદળો ઘેરાવાની સાથે જિલ્લામાં અનેક જગ્યાએ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ભારે પવન સાથે વરસાદ ત્રાટકતા વિજ પુરવઠો પણ ખારવાઇ ગયો હતો.
ખાંભા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આજે બપોર બાદ વરસાદ પડ્યો હતો. ખડાધાર, કંટાળા, બોરાળા સહિતના ગામોમાં વરસાદ અડધા કલાકમાં એક ઈંચ જટેલો વરસાદ ખાબક્યો હતો. નાનુડી ગામમાં ધોધમાર વરસાદના કારણે રોડ રસ્તાઓ પાણી પાણી થયા હતા.
ધારીના વાતાવરણમાં પલટો આવતા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો. ધારીના વીરપુર, ગઢીયા, નાની ધારી, ઈંગોરાળા સહિતના ગામોમાં વરસાદના કારણે લોકો પરેશાન થઈ ગયા હતા અને ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો હતો.
મોદી સરકારનો વિચિત્ર નિયમઃ આ ના કર્યું તો ડેબિટ-ક્રેડિટ કાર્ડ બ્લોક કે કેન્સલ થઈ જશે, જાણો ક્યારથી અમલી છે આ નિયમ ?
હોમલોનના વ્યાજમાં કેવી રીતે કરશો ઘટાડો ? જાણો મહત્વની ટિપ્સ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
શિક્ષણ
ગુજરાત
શિક્ષણ
Advertisement