શોધખોળ કરો
Advertisement
મોદી સરકારનો વિચિત્ર નિયમઃ આ ના કર્યું તો ડેબિટ-ક્રેડિટ કાર્ડ બ્લોક કે કેન્સલ થઈ જશે, જાણો ક્યારથી અમલી છે આ નિયમ ?
ક્રેડિટ અને ડેબિટ કાર્ડના વપરાશ પર મૂકવામાં આવી રહેલા અંકુશને પરિણામે ફ્રોડની સંખ્યામાં ઘટાડો થવાની ધારણા છે.
નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ તમામ બેન્કોને 1 ઓક્ટોબર 2020થી તમામ ક્રેડિટ અને ડેબિટ કાર્ડોમાં સુરક્ષા સુવિધાઓને લાગુ કરવા માટે ફરજિયાત બનાવી દીધુ છે. આદેશ અનુસાર, ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ઉપયોગકર્તા આંતરરાષ્ટ્રીય ટ્રાન્જેક્શન, ઓનલાઇન ટ્રાન્જેક્શન અને કોન્ટેક્ટલેસ કાર્ડ ટ્રાન્જેક્શન માટે પ્રાથમિકતાઓ રજીસ્ટર કરી શકે છે. ઉપયોગકર્તા કોઇપણ સુવિધા માટે પોતાના ડેબિટ અને ક્રેડિટ કાર્ડને ચાલુ અને બંધ કરી શકે છે. એટીએમ, એનએફસી, પીઓએસ અથવા ઇકોમર્સ ટ્રન્જેક્શન.
એક ગ્રાહક NFC (સંપર્ક રહિત) સુવિધાને સમર્થ અને અસમર્થ પણ કરી શકે છે જેની વર્તમાનમાં પિન વિના 2000 રૂપિયા પ્રતિ દિવસની મર્યાદા છે. નવા કાર્ડ માટે ઉપયોગકર્તા ફક્ત તેના માટે રજીસ્ટ્રેશન કર્યા બાદ આ સેવાઓનો ઉપયોગ કરી શકે છે.
ક્રેડિટ અને ડેબિટ કાર્ડના વપરાશ પર મૂકવામાં આવી રહેલા અંકુશને પરિણામે ફ્રોડની સંખ્યામાં ઘટાડો થવાની ધારણા છે. આમ ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ધારકોને રિઝર્વ બૅન્કે વધારાની સિક્યોરીટી પણ પૂરી પાડી છે. તેથી કાર્ડ ધારક અને બૅન્ક બંને માટે ડિજિટલ પેમેન્ટ વધુ સલામત બની જશે.
તમામ બૅન્કોને તથા કાર્ડ ઇશ્યૂ કરવાની સત્તા ધરાવતી તમામ કંપનીઓને રિઝર્વ બૅન્કે જણાવી દીધું છે કે ભારતમાં કે ભારતની બહાર પેમેન્ટ કરવા માટે ઓનલાઈન પેમેન્ટ કરવા માટે કે કોન્ટેક્ટલૅસ ટ્રાન્ઝેક્શન કરવા માટે ડેબિટ કે ક્રેડિટ કાર્ડનો કાર્ડધારક દ્વારા ઉપયોગ જ ન કરવામાં આવતો હોય તો તેવા સંજોગોમાં તેનો કાર્ડ બ્લૉક કરી દેવાનો રહેશે.
દેશમાં કે વિદેશમાં ક્રેડિટ-ડેબિટ કાર્ડનો ઉપયોગ ન કરનારાઓના કાર્ડ જ બ્લૉક કરી દેવાના રહેશે. આ કાર્ડને નવેસરથી ચાલુ કરાવવા માટે કાર્ડધારકે પોતાની બૅન્કનો સંપર્ક કરવો પડશે. બૅન્ક તેમને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવાની, ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન કરવાની કે પછી ક્રેડિટ કે ડેબિટ કાર્ડની મદદથી કોન્ટેક્સ લૅસ ટ્રાન્ઝેક્શન કરવાની છૂટ આપવાની પ્રોસેસ કરી આપશે.
તેની સાથે જ તે કેટલી લિમિટ સુધી ખર્ચ કરવા માગે છે તેનો પણ અંદાજ આપવામાં આવશે. પ્રીપેઈડ કાર્ડનો કે ગિફ્ટ કાર્ડનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો નથી.
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion