Gujarat Weather Update: રાજ્યમાં 2 દિવસ માવઠાની આગાહી, 15 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન
Gujarat Weather: હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ અરવલ્લી, મહીસાગર, અમરેલી, જૂનાગઢમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. પશ્ચિમ દિશાના પવનો અને ભેજના કારણે વરસાદ પડશે.
Gujarat Weather Update: ગુજરાતમાં હજુ શિયાળાએ દસ્તક દીધી હતી ત્યાં જ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને (western disturbance) પગલે ગુજરાતના મોટાભાગના (unseasonal rain in gujarat) વિસ્તારોમાં તાજેતરમાં મિની વાવાઝોડા (mini cyclone), વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો. આ દરમિયાન હવામાન વિભાગે રાજ્યમાં આગામી 2 દિવસ અમુક જગ્યાએ સામાન્ય વરસાદની આગાહી કરી છે.
ક્યાં ક્યાં વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ અરવલ્લી, મહીસાગર, અમરેલી, જૂનાગઢમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. પશ્ચિમ દિશાના પવનો અને ભેજના કારણે વરસાદ પડશે. બે દિવસ બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીમાં ઘટાડો થશે. ડિસેમ્બરમાં મહત્તમ અને લઘુતમ તાપમાન સામાન્ય કરતાં ઘટશે અને પવન 10 થી 15 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે.
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) December 2, 2023
અંબાલાલ પટેલે શું કરી છે આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, 2થી 4 ડિસેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત થશે. 8 ડિસેમ્બર સુધી ચક્રવાતનું જોર રહેશે. ચક્રવાતનાં કારણે દક્ષિણ- પૂર્વિય ભાગોમાં વરસાદ થશે. ભેજવાળા પવનો પશ્ચિમી વિક્ષેપો સાથે મર્જ થશે. વાદળવાયુ વાતાવરણ અને વરસાદ થશે. ભારે પવન અને કરા સાથે વરસાદ થઈ શકે છે. ઉત્તરના પર્વતીય પ્રદેશમાં ભારે હિમવર્ષા થશે. આ ટ્રફના કારણે ગુજરાતમાં પહેલીથી પાંચ ડિસેમ્બર સુધી ગુજરાતના હવામાનમાં પલટો આવશે અને અનેક જગ્યાએ માવઠાની પણ શક્યતાઓ છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર વિસ્તાર બાદ આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. IMD અનુસાર, ચક્રવાત મિચોંગ 5 ડિસેમ્બરે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાશે, જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન અને ભારે વરસાદ પડશે.
ચક્રવાતને ધ્યાનમાં રાખીને, રાષ્ટ્રીય કટોકટી વ્યવસ્થાપન સમિતિ (NCMC) એ શુક્રવારે (1 ડિસેમ્બર, 2023) રાજ્ય સરકારો અને કેન્દ્રીય મંત્રાલયો અને તેમના સંબંધિત વિભાગો વચ્ચે વધુ સારા સંકલન માટે તૈયારીઓની સમીક્ષા કરી હતી.આ દરમિયાન માછીમારોને દરિયામાં ન જવા અપીલ કરવામાં આવી છે. જ્યારે પર્યાપ્ત સંખ્યામાં આશ્રયસ્થાનો, વીજ પુરવઠો, દવાઓ અને ઇમરજન્સી સેવાઓ તૈયાર રાખવામાં આવી રહી છે. હવે વાત કરીએ ગુજરાતની તો આ વાવાઝોડાની ગુજરાત નહિવત અસર થશે. વાવાઝોડું 5 તારીખે નેલ્લોર અને માછલીપટ્ટનમ વચ્ચે લેન્ડફોલ્સ થશે. જેની અસરથી ગુજરાતના દરિયાકાંઠાના કેટલાક વિસ્તારમા છૂટછવાયો હળવો વરસાદ થઇ શકે છે.