શોધખોળ કરો

ગુજરાતમાં આગામી 3 કલાક અતિભારે: 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમારની આગાહી

Gujarat heavy rain forecast: દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા; સુરત, નવસારી, દાહોદ સહિતના વિસ્તારો માટે ખાસ ચેતવણી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતમાં આગામી ૩ કલાક ભારે વરસાદ, ૧૦ જિલ્લા રેડ એલર્ટ.
  • દક્ષિણ, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડશે.
  • સુરતમાં ભારે વરસાદ, જળબંબાકાર, બેના મોત, શાળાઓ બંધ.

Gujarat heavy rain forecast: ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર રૌદ્ર સ્વરૂપ ધારણ કરવાની તૈયારી કરી લીધી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 3 કલાક માટે અત્યંત ભયજનક આગાહી કરવામાં આવી છે. આ નવી આગાહી મુજબ, રાજ્યમાં મધ્યમથી લઈને અતિભારે વરસાદ ખાબકવાની પૂરેપૂરી શક્યતા છે, જેને પગલે રાજ્યના 10 જેટલા જિલ્લાઓમાં તાત્કાલિક અસરથી 'રેડ એલર્ટ' જાહેર કરી દેવામાં આવ્યું છે.

કયા વિસ્તારો પર છે ખતરો?

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં મેઘરાજા ભારે ધડબડાટી બોલાવે તેવી સંભાવના છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત, નવસારી અને વલસાડ જિલ્લાની સાથે સાથે સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં પણ મુશળધાર વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

અમદાવાદ અને મધ્ય ગુજરાત માટે ચેતવણી

બીજી તરફ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ જામશે. અમદાવાદ, મહેસાણા અને સુરેન્દ્રનગરમાં પણ વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. ખાસ કરીને અમદાવાદવાસીઓ માટે મોટા સમાચાર એ છે કે આગામી 3 કલાકમાં શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડી શકે છે. આ ઉપરાંત દાહોદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં પણ આવનારા 3 કલાકમાં જ ભારે વરસાદ પડવાની હવામાન વિભાગની સ્પષ્ટ આગાહી છે, જેથી લોકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ગુજરાત રેઈન એલર્ટ: આગામી બે દિવસ આ 5 જિલ્લાઓમાં તૂટી પડશે અત્યંત ભારે વરસાદ

ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય થતાં મેઘતાંડવ

ગુજરાત પર એકસાથે 5 શક્તિશાળી હવામાન સિસ્ટમ સક્રિય થતાં મેઘરાજાએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે. સુરત સહિત રાજ્યના 5 જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદના 'રેડ એલર્ટ' અને અન્ય 3 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ વચ્ચે લોકોનું જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. હવામાન વિભાગની આગાહીની સૌથી ભયંકર અસર હાલ સુરતમાં જોવા મળી રહી છે. સોમવારે 5 ઇંચ વરસાદ ખાબક્યા બાદ, આજે (7 જુલાઈ) સવારથી જ અહીં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીના આંકડા જોઈએ તો, સુરતના કામરેજમાં સૌથી વધુ 8.5 ઇંચ, સુરત શહેરમાં 7 ઇંચ અને પલસાણામાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. સતત વરસાદને લીધે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં કેડસમા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને ટ્રેક્ટર અને બોટ મારફતે સુરક્ષિત સ્થળે ખસેડવાની (રેસ્ક્યૂ) ફરજ પડી રહી છે.

કરૂણ મોત અને શાળાઓમાં રજા

આ જળબંબાકાર વચ્ચે સુરતમાંથી બે કરૂણ ઘટનાઓ પણ સામે આવી છે. વરસાદી માહોલમાં કરંટ લાગવાથી એક બાળકીએ જીવ ગુમાવ્યો છે, જ્યારે વીજળી પડવાથી એક મહિલાનું મોત નીપજ્યું છે. આ ઉપરાંત, સહારા દરવાજાના ગરનાળામાં મુસાફરોથી ભરેલી એક એસટી બસ ફસાઈ ગઈ હતી; જોકે સદનસીબે તેમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ આંગણવાડીઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખી સંપૂર્ણ રજા જાહેર કરી દેવામાં આવી છે.

આ પણ વાંચોઃ આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન

Frequently Asked Questions

ગુજરાત માટે હવામાન વિભાગની નવી આગાહી શું છે?

હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક માટે મધ્યમથી અતિભારે વરસાદની આગાહી છે. રાજ્યના 10 જિલ્લાઓમાં તાત્કાલિક 'રેડ એલર્ટ' જાહેર કરાયું છે.

કયા કયા જિલ્લાઓમાં 'રેડ એલર્ટ' જાહેર કરાયું છે?

સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, અમદાવાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, દાહોદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લાઓમાં 'રેડ એલર્ટ' છે.

ગુજરાતમાં આટલો ભારે વરસાદ થવાનું મુખ્ય કારણ શું છે?

ગુજરાત પર એકસાથે 5 શક્તિશાળી હવામાન સિસ્ટમ સક્રિય થવાને કારણે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આનાથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે.

ભારે વરસાદને કારણે સુરતમાં શું અસર જોવા મળી રહી છે?

સુરતમાં 7 ઇંચ વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને રેસ્ક્યૂ કરવું પડ્યું છે. શાળાઓ અને આંગણવાડીઓમાં રજા જાહેર કરાઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

Embed widget