શોધખોળ કરો

Gujarat Weather: રાજ્યમાં ગરમીની વચ્ચે કમોસમી વરસાદની આગાહી

Gujarat Weather Update: રાજ્યમાં સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

Gujarat Weather: રાજ્યમાં ગરમીની વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આવતીકાલે માવઠાની અસર રહેશે.  સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી,વલસાડમાં સામાન્ય છૂટો છવાયા વરસાદની આગાહી છે . રાજ્યમાં સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે આજે અમદાવાદ શહેરનું તાપમાન 40 ડિગ્રી રહેશે, 15 અને 16 એપ્રિલે અમદાવાદને યલો અલર્ટ આપવામાં આવ્યું છે.

અમદાવાદમાં ગરમી વધતાં અનેક જંકશન પર સિગ્નલ કરાયા બંધ

અમદાવાદ શહેરમાં વધતી ગરમીના પગલે અનેક જંકશન ઉપર સિગ્નલ બંધ કરાયા છે. સ્વસ્તિક ચાર રસ્તા, ઇન્કમ ટેક્સ વિસ્તારમાં સિગ્નલ બંધ કરાયા છે. રીક્ષા ચાલકોના મત અનુસાર છેલ્લા બે દિવસથી સિગ્નલ એક વાગે બંધ કરી દેવામાં આવે છે. ગત વર્ષે પણ રાજ્ય સરકારે બપોરના સમયે સિગ્નલ બંધ રાખવા જાહેરાત કરી હતી. હાલ સુધી અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા સત્તાવાર જાહેરાત કરાઈ નથી. રીક્ષા ચાલકના મત મુજબ બપોરના 1 થી 4 કલાક સુધી સિગ્નલ બંધ રહ્યા હતા. છેલ્લા બે દિવસથી બપોરના સમયે અમુક સિગ્નલ બંધ રખાતા હોવાનો રિક્ષાચાલકોએ જણાવ્યું હતું.

દિલ્હી-NCRમાં પડશે ભીષણ ગરમી, આ રાજ્યોમાં વરસાદથી વાતાવરણમાં આવશે પલટો

એપ્રિલ મહિનામાં જ હવામાનનું વલણ બદલાયું હોય તેવું લાગી રહ્યું છે. વધતા જતા તાપમાન અને આકરા તડકાએ લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. એપ્રિલના શરૂઆતના દિવસોમાં જ ગરમીના કારણે લોકોની હાલત ખરાબ છે. મધ્ય ભારતના કેટલાક ભાગોમાં તાપમાન 40ને પાર પહોંચી ગયું છે. તે જ સમયે, પૂર્વોત્તર રાજ્યોમાં હળવા વરસાદની સ્થિતિ છે.

આ વર્ષે હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. એક તરફ જ્યાં કમોસમી વરસાદે લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો હતો ત્યાં બીજી તરફ હવે એપ્રિલમાં જ મે-જૂન જેવો તડકો પડતાં લોકોને બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, આગામી ચારથી પાંચ દિવસમાં દેશના મોટાભાગના ભાગોમાં મહત્તમ તાપમાનમાં 4 થી 5 ડિગ્રીનો વધારો થઈ શકે છે.

આ સપ્તાહના અંત સુધીમાં દિલ્હી-એનસીઆર સહિત અનેક ભાગોમાં પારો વધવાની ધારણા છે. તે જ સમયે, પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદની પ્રક્રિયા ચાલુ છે. બુધવારે (12 એપ્રિલ) પશ્ચિમ ભારતના ઘણા ભાગોમાં હળવો વરસાદ જોવા મળી શકે છે. ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આગામી 5 દિવસ સુધી વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બુધવારે રાજસ્થાનના પશ્ચિમી ભાગોમાં ધૂળની ડમરીઓ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. કેરળમાં પણ કેટલાક સ્થળોએ હળવા અને કેટલાક ભાગોમાં મધ્યમ વરસાદની આગાહી છે.

અરુણાચલ પ્રદેશ અને સિક્કિમની સાથે તમિલનાડુ, કોસ્ટલ કર્ણાટક અને લક્ષદ્વીપમાં પણ એક-બે જગ્યાએ હળવો વરસાદ થઈ શકે છે. દેવભૂમિમાં પણ વરસાદ અને હિમવર્ષાની પ્રક્રિયા ચાલુ છે, પરંતુ હવામાન વિભાગે 14 એપ્રિલ પછી તાપમાનમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરી છે. IMD અનુસાર, ઉત્તરાખંડનો પારો ઝડપથી વધશે અને લોકોને આકરી ગરમીનો સામનો કરવો પડી શકે છે. બીજી તરફ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાઈ શકે છે, જેના કારણે પાક પર ખરાબ અસર પડી શકે છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) એ આ વર્ષે સામાન્ય અને સામાન્ય કરતાં વધુ ચોમાસાની આગાહી કરી છે. વિભાગ પાસેથી મળેલી માહિતી મુજબ આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાની 67 ટકા શક્યતા છે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ રવિચંદ્રને જણાવ્યું હતું કે ભારતમાં જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સામાન્ય વરસાદ જોવા મળશે. IMD એ અલગ-અલગ મોડલના આધારે ચોમાસાની આગાહી કરી છે. IMD અનુસાર, દ્વીપકલ્પના ભારતના ભાગો તેમજ ઉત્તર-પશ્ચિમ ભારતના ભાગોમાં સામાન્ય વરસાદની અપેક્ષા છે. બીજી તરફ, પશ્ચિમ-મધ્ય ભારત, ઉત્તર-પશ્ચિમ ભારતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડી શકે છે. મહિનાની શરૂઆતમાં, હવામાન વિભાગે કહ્યું હતું કે દેશના ઘણા ભાગોમાં એપ્રિલથી જૂન સુધી સામાન્ય મહત્તમ તાપમાનનો અનુભવ થવાની ધારણા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશVadodara News: વડોદરાના શિનોરમાં સરકારી કર્મચારીઓ અનિયમિત આવતા હોવાથી અરજદારોને હાલાકીBIG News: ભાજપના જ સાંસદે ગરીબોને અપાતા અનાજમાં થતી ભેળસેળનો કર્યો પર્દાફાશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
દુનિયાભરમાં  જેનો  ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay
દુનિયાભરમાં જેનો ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
કુંભ મેળામાં શું શું થાય છે, ગંગા કિનારે કેમ ભેગા થાય છે લાખો લોકો? એક વિગતવાર અહેવાલ
કુંભ મેળામાં શું શું થાય છે, ગંગા કિનારે કેમ ભેગા થાય છે લાખો લોકો? એક વિગતવાર અહેવાલ
Embed widget