Gujarat Youth Congress : ગુજરાત યુથ કોંગ્રેસના ટ્વીટર પર પીએમ મોદીના ભરપૂર વખાણ
Gujarat Youth Congress : યુથ કોંગ્રેસના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી મુકવામાં આવેલી આ પોસ્ટ બાદ અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે.
Gujarat Youth Congress praised PM Modi : ગુજરાત યુથ કોંગ્રેસના ટ્વીટર હેન્ડલ પાથી વડાપ્રધાન મોદીના ભરપૂર વખાણ કરતા ટ્વીટ કરવામાં આવી છે. આ ટ્વીટમાં વડાપ્રધાન મોદીનો ઝારખંડના દેવઘર એરપોર્ટ અને AIMS ના ફોટો મુકવામાં આવ્યા છે અને સાથે લખ્યું છે કે “શિલાન્યાસ અમે કરીએ છીએ અને ઉદ્ઘાટન પણ અમારે જ કરીએ છીએ”.
યુથ કોંગ્રેસના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી મુકવામાં આવેલી આ પોસ્ટ બાદ અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે. સૌથી મોટો સવાલ એ છે કે શું ગુજરાત યુથ કોંગ્રેસ એ પ્રદેશ કોંગ્રેસની નેતાગિરીથી નારાજ છે? જો કે મીડિયામાં સમાચારો વહેતા થતા જ આશરે 25 મિનિટ બાદ આ ટ્વીટ ડીલીટ કરી દેવામાં આવી છે. જુઓ આ ટ્વીટ -
ટ્વીટર એકાઉન્ટ હેક થયાનો યુથ કોંગ્રેસનો દાવો
આ અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત યુથ કોંગ્રેસે દાવો કર્યો કે ગુજરાત યુથ કોંગ્રેસનું આ ટ્વીટર એકાઉન્ટ હેક થયું છે. યુથ કોંગ્રેસના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ રાજ મંડપવાલાએ એબીપી સાથે વાત કરતા કહ્યું કે આ એકઉન્ટ હેક થયું છે, અને અમે ટ્વીટ ડીલીટ કરવા સિવાય કાંઈ કરી શકતા નથી.
ઓડિશામાં કોંગ્રેસ MLAએ કર્યું ક્રોસ વોટિંગ
રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા ક્રોસ વોટિંગનું રાજકારણ ગરમાયુ છે. ઓડિશામાં કોંગ્રેસ MLA મોહમ્મદ મોકીમેં ક્રોસ વોટિંગ કરી NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુને મત આપ્યો છે. ન્યુઝ એજેન્સી ANI સાથે વાત કરતા તેમણે કહ્યું, “ હું કોંગ્રેસનો ધારાસભ્ય છું પરંતુ મેં NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને મત આપ્યો છે. આ મારો અંગત નિર્ણય છે કારણ કે મેં મારા હૃદયની વાત સાંભળી છે જેણે મને જમીન માટે કંઈક કરવા માર્ગદર્શન આપ્યું છે અને તેથી જ તેમને મત આપ્યો છે.”
આસામમાં કોંગ્રેસના 20 ધારાસભ્યોએ કર્યું ક્રોસ વોટિંગ - AIUDF
આસામમાં ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ - AIUDFમાં ધારાસભ્ય કરીમ ઉદ્દીન બરભુઇયાએ દાવો કર્યો છે કે આસામમાં કોંગ્રેસના 20 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરી NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુને મત આપ્યા છે. AIUDFના આ દાવાથી આસામના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.