શોધખોળ કરો

કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત

કચ્છના હાઈવે પર અકસ્માત સર્જાયો. કાળજુ કંપાવનારો અકસ્માત સર્જાયો છે. ભચાઉ હાઈવે પર એક સાથે ચાર નાના-મોટા વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા આગ લાગી હતી. જેમાં 2 લોકો જીવતા ભૂંજાયા છે.

Kutch Accident: કચ્છના ભચાઉ હાઈવે પર એક સાથે ચાર નાના-મોટા વાહનોની જોરદાર ટક્કર સર્જાતા આગ લાગી ગઇ હતી. અકસ્માત બાદ ચારેય વાહનમાં આગ લાગતા બે લોકો જીવતા ભૂંજાયા હતા.  આગની ચપેટમાં કાર આવી જતા એક પરિવારના બે વ્યકિતના કમકમાટીભર્યા મોત થયા છે. કારમાં સવાર અન્ય લોકો ગંભીર રીતે દાઝી જતા સારવાર માટે  ખસેડાયા છે. ફાયરવિભાગે તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર  કાબૂ મેળવ્યો છે.  

આગ એટલી ભીષણ હતી કે, લોકોને બહાર નીકળવા સુધીનો મોકો ન આપ્યો. આગ લાગતા જ એક કાર ચપેટમાં આવી ગઈ અને અંદર સવાર બે વ્યકિતનું જીવતા ભૂંજાઈ જતા જ મોત થયું... જ્યારે અન્ય ગંભીર રીતે દાઝી જતા સારવારમાં હોસ્પિટલ ખસેડાયા.... ફાયર વિભાગે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો... આગની આ ઘટનામાં ચારેય વાહન બળીને સંપૂર્ણ ખાખ થઈ ગયા.

સમગ્ર અકસ્માતની વાત કરીએ તો પહેલા કાર અને આઇસર વચ્ચે અથડાયા હતા બાદ  પાછળથી સ્પીડમાં આવતા 2  ટ્રેલર પણ આ કાર અને આઇસર સાથે અથડાયા હતા. જેના કારણે ચારેય વાહનોમાં આગ લાગી હતી. જેમાં એક ટ્રેલર ચાલકનું પણ ઘટનાસ્થળે જ મોત થયું હતું. સ્થાનિકોએ અકસ્માતની જાણ કરતાં 108, પોલીસકાફલો અને ભચાઉ ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

અમદાવાદના ખાડામાં વધુ એક જિંદગી હોમાઇ, મહિલાએ અકસ્માતમાં ગુમાવ્યો જીવ

Ahmedabad News: અમદાવાદના રોડના ખાડા વધુ એક વખત મોતના ખાડા બન્યાં છે. અહીં  નરોડા અરવિંદ મિલના ગેટ નજીક અકસ્માતમાં પંજાબની એક મહિલાનું કરૂણ મોત થયું છે. અરવિંદ મિલના ગેટ નજીક આયસર ટ્રકની અડફેટે આવતા એક 28 વર્ષીય પંજાબની  મહિલાનું મૃત્યુ થયું છે. ઉલ્લેખનિય છે કે, આ મહિલા પંજાબથી દર્શનાર્થે ગુજરાત આવી હતી. આઇસરની ટક્કર વાગવાથી મૃત્યું થયું છે. અરવિંદ મિલ પાસે રોડ પરના ખાડો અકસ્માતનું કારણ બન્યો છે. અહીં આયસર ટ્રક ખાડામાં ખાબકતા ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ  ગુમાવ્યો હતો અને મહિલાને ગંભીર ઇજા થતાં મહિલાનું કમમાટીભર્યુ મોત થયું છે. ઉલ્લેખનિય છે કે આ મહિલા પંજાબના છે અને અમદાવાદમા દર્શનાર્થે આવ્યા હતા. તેઓ  ભદ્રકાળી મંદિરથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા તે સમયે અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. હાલ પોલીસે આયસર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદના ખાડા વધુ એક વખત જીવલેણ સાબિત થતાં રાજ્યમાં સૌથી વધુ ટેક્સ ભરનાર અમદાવાદની પ્રજાને ચોમાસા બાદ રોડ-રસ્તાની ખરાબ હાલતને કારણે ભારે હાલાકીનો સામનો કરતી રહે છે. રોડ-રસ્તા પાછળ રૂપિયા 500 કરોડથી વધુનું બજેટ હોવા છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ખાડા પૂરવાના દાવા પોકળ સાબિત થતા રહે છે. અમદાવાદના આ એક વિસ્તારની સ્થિતિ નથી. અમદાવાદના શેલા, સાઉથ બોપલ, ચાંદખેડા, નિકોલ અને નરોડાના પણ અનેક રસ્તામાં મસમોટા ખાડા છે. જેના કારણે અવાર નવાર નાના મોટા અકસ્માત થતાં રહે છે અને નિર્દોષ પ્રજા તેનો ભોગ બનતી રહે છે પરંતુ આવી દુર્ધટના જેમાં આખે આખી જિંદગી હોમાઇ જાય છે કોઇના પાપે કોઇનો જીવ જાય છે પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રનું રૂંવાટુંય નથી ફરકતું અને સ્થિતિમાં ક્યારેય સુધારો નથી દેખાતો.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal patel: ગુજરાતમાં આગામી 24 કલાક ભારે,  અંબાલાલ પટેલની વરસાદને લઈ મોટી આગાહી
Ambalal patel: ગુજરાતમાં આગામી 24 કલાક ભારે,  અંબાલાલ પટેલની વરસાદને લઈ મોટી આગાહી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમ તમને કરશે માલામાલ, દર મહિને 9 હજાર ફિક્સ આવક, જાણો
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમ તમને કરશે માલામાલ, દર મહિને 9 હજાર ફિક્સ આવક, જાણો
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Embed widget