શોધખોળ કરો

Gujarat Rain Forecast:આ જિલ્લામાં 5 દિવસ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ

Gujarat Rain Forecast:રાજ્યમાં ચોમાસું પૂરજોશમાં જામ્યું છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ ભારે વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે.

Gujarat Rain Forecast: ગુજરાત પર વરસાદ લાવતી એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ હોવાથી હાલ ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ કરી છે. દક્ષિણ સહિતના કેટલાક વિસ્તારને છોડીને ધીમી ધારે ખેતીના પાકને અનુકૂળ વરસાદ વરસતાં ખેડૂતો ખુશખુશાલ છે. હવામાન વિભાગે  રાજ્યમાં પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. લો પ્રેશર સિસ્ટમ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે.  આજે કચ્છમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. પોરબંદર, દ્વારકા, બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી છે.  સાબરકાંઠા, અરવલ્લી,મહીસાગરમાં ભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. દાહોદ, પંચમહાલ, નવસારીમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. દમણ, દાદરા અને નગરહવેલીમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

બંગાળની ખાડીમાં લોપ્રેશર એરિયા બન્યું છે. જે આગળ વધતા ગુજરાતમાં તેની સારી અસર થશે. જે રાજ્યમાં વરસાદ લાવશે. રાજ્ય પર વરસાદ લાવતી હાલ ત્રણ સિસ્ટમ એક્ટિવ છે. જેમાં પાકિસ્તાનની પાસે    સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. તો બંગાળની ખાડીમાં લો પ્રેશન એરિયા સર્જાયો છે અને તો એક ટ્રફ રેખા ગુજરાત પરથી પસાર થઇ રહી છે. જેના કારણે ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે. આ સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદનું જોર વધશે.  નોંધનિય છે કે, આવતી કાલથી સૌરાષ્ટ્રમાં પવનની ગતિમાં પણ 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઇ શકે છે. ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે. ખાસ કરીને  સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું જોર વધશે અને બંને ઝોનના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારિ વરસાદનું અનુમાન છે. આ સિવાય દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં પણ વરસાદનું અનુમાન છે. મધ્યગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે.

આગામી 5 દિવસ આ જિલ્લામાં પડશે વરસાદ

આગામી 5 દિવસ ઉત્તર ગુજરાત, મઘ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં  ભારે વરસાદનું અનુમાન છે. કચ્છમાં આજે ભારે વરસાદનું એલર્ટ અપાયું છે. , પાટણ મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, અમદાવાદમાં ભારે નહિ પરંતુ મધ્યમ વરસાદનું અનુમાન છે. અરવલ્લી મહિસાગરમાં ભારે વરસાદની આગાહી છે. ખેડા,પંચમહાલ, આણંદ,  વડોદરા, ભરૂચ, છોટાઉદેપરુ, નર્મદા આ વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ટૂંકમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે.

આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી 

આજે 4  જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. કચ્છ, દ્વારકા, જામનગર, બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. પોરબંદર, રાજકોટ, જૂનાગઢમાં પણ  આજે વરસાદનું  યલો એલર્ટ અપાયું છે. ગીર સોમનાથ, પાટણ, સાબરકાંઠામાં વરસાદની આગાહી કરાઇ છે. નવસારી અને વલસાડમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

દમણ, દાદરા અને નગરહવેલીમાં પણ યલો એલર્ટ અપાયું છે. ભારે વરસાદને લઇને માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઇ છે. આજે ચાર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, દ્વારકા, જામનગર, બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.પોરબંદર, રાજકોટ, જૂનાગઢમાં આજે યલો એલર્ટ અપાયું છે.ગીર સોમનાથ, પાટણ, સાબરકાંઠામાં આજે મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. નવસારી અને વલસાડમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દમણ, દાદરા અને નગરહવેલીમાં પણ વરસાદનું  યલો એલર્ટ અપાયું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આણંદમાં ભાજપ નેતાની કરતૂત: પ્રેમજાળમાં ફસાવી પરિણીતા પર મિત્રો સાથે મળી આચર્યું દુષ્કર્મ
આણંદમાં ભાજપ નેતાની કરતૂત: પ્રેમજાળમાં ફસાવી પરિણીતા પર મિત્રો સાથે મળી આચર્યું દુષ્કર્મ
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget