Amreli Rain: અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ, રાજુલા-જાફરાબાદમાં ધોધમાર વરસાદ
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારથી જ અમરેલી જિલ્લાના અનેક તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.
અમરેલી: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારથી જ અમરેલી જિલ્લાના અનેક તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. ધારી, બગસરા, રાજુલા અને જાફરાબાદમાં વરસાદી માહોલ જામ્યો છે. ચલાલા, ગોપાલગ્રામ, દહિડામાં વરસાદ વરસ્યો છે. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. રાજુલા જાફરાબાદ સહિત પંથકમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ છે. બપોરબાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ હતી.
જાફરાબાદ, નાગેશ્રી, મીઠાપુર, લોર, હેમાળ,માણસા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. રાજુલાના માડરડી,ધારેશ્વર,જાપોદર,છટડીયા સહિતમાં વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વરસાદને પગલે રાજુલા શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી વહેતા થયા છે.
જાફરાબાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છે. ખાંભા પંથકમાં પણ વરસાદી માહોલ છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. ત્રાકુડા મોટા બારમણમાં વરસાદ વરસ્યો છે. નાગેશ્રી, મિઠાપુર અને હેમાળ સહિતના ગામમાં વરસાદ વરસ્યો છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસાની વિદાયને લઇને કેટલાક સંકેતો આપ્યા છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ ચોમાસુ 25 સપ્ટેમ્બર સુધીમાં વિદાય લેશે, જો કે તેમણે જણાવ્યું હતું કે, ચોમાસુ વિદાય લેવા છતાં પણ છુટછવાયો વરસાદ રાજ્યમાં વરસી શકે છે. અરબ સાગરમાં 28મી તારીખે સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે બે તારીખ સુધી વરસાદી માહોલ રાજ્યમાં રહેશે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તારમાં આ સમયમાં વરસાદ પડે તેવી શક્યતા છે. 2 ઓક્ટોબરે બંગાળની ખાડીમાંથી વધુ એક સિસ્ટમ સર્જાઇ શકે છે. જેની અસરથી ગુજરાતના પૂર્વ ભાગોમાં પંચમહાલના ભાગોમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે.
અંબાલાલના અનુમાન મુજબ ચોમાસાની વિદાય બાદ જે વરસાદી સિસ્ટમ સર્જાશે અને વરસાદ આવશે તે ગાજવીજ અને ભારે પવન સાથે આવશે. ગરમીની વાત કરીએ તો અંબાલાલના અનુમાન મુજબ હવે સૂર્ય વિષવતિય દક્ષિણ ગોળાર્ધ જતા ઉત્તર ઓસ્ટ્રેલિયામાં ગરમી પડશે. ગુજરાત સહિત દેશના દક્ષિણ ભાગોમાં ગરમી પડી શકે છે. ગુજરાતમાં તાપમાન 34 ડિગ્રીની આસપાસ રહેશે અને ઓક્ટોબર આવતા 36 થી 38 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે. 28 થી બીજી ઓક્ટોબર સુધી અરબસાગરમાં હળવું ચક્રવાત અને બંગાળ ઉપસાગરમાં ભીષણ ચક્રવાતના કારણે 12 ઓક્ટોબર સુધી વરસાદ રહેવાની શક્યતા છે.