(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Rain: રાજ્યભર જળબંબાકારની સ્થિતિ,છેલ્લા 24 કલાકમાં રાજ્યના 200 તાલુકામાં વરસાદ
સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ છે. હવામાન વિભાગની આગાહી મુજબ સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આગામી ત્રણથી પાંચ દિવસ વરસાદનો અનુમાન છે.
Gujarat Rain: સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ છે. હવામાન વિભાગની આગાહી મુજબ સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આગામી ત્રણથી પાંચ દિવસ વરસાદનો અનુમાન છે. ગત 24 કલાકમાં રાજ્યના 200 તાલુકામાં મેઘરાજા મનમૂકીને વરસ્યા, જાણીએ ક્યાં તાલુકામાં કેટલો વરસાદ વરસ્યો.
ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ 27 પોઈન્ટ 72 ટકા વરસાદ વરસ્યો. સૌથી વધુ કચ્છમાં સરેરાશ 87 પોઈન્ટ 33 ટકા વરસાદ થયો,...સૌરાષ્ટ્રમાં 41 પોઈન્ટ 18 ટકા અને ઉત્તર ગુજરાતમાં વરસ્યો 27 પોઈન્ટ 33 ટકા વરસાદ વરસ્યો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 200 તાલુકામાં વરસાદ વરસ્યો.
24 કલાકમાં રાજ્યના 200 તાલુકામાં વરસાદ
- છેલ્લા 24 કલાકમાં રાજ્યના 200 તાલુકામાં વરસાદ
- સૌથી વધારે જુનાગઢના વિસાવદરમાં 16 ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં જામનગર શહેરમાં 11 ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં કચ્છના અંજારમાં 10 ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં નવસારીના ખેરગામમાં 9 ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના ભેંસાણમાં 8 ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં અમરેલીના બગસરામાં 8 ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં બેચરાજી અને ધરમપુરમાં 7 ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં રાજુલા, ચીખલીમાં સાડા 6 ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ડાંગ, વઘઈમાં છ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં જુનાગઢ શહેરમાં 6 ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં વલસાડ અને વંથલીમાં 6 ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં જામકંડોરણા અને બરવાળામાં 5 ઈંચ વરસાદ
- વાપી, ગણદેવી અને અમરેલીમાં 5 ઈંચ વરસાદ
- જેતપુર અને વ્યારામાં 5-5 ઈંચ વરસાદ
- ગાંધીધામ, વડીયા, મેંદરડામાં સાડા ઈંચ વરસાદ
- ખાંભા, ગીર ગઢડા, લીલીયામાં સાડા ચાર ઈંચ વરસાદ
- મહુવા, ધંધુકા, સુબિરમાં ચાર ઈંચ વરસાદ
- જલાલપોર, પારડી, ડોલવણમાં ચાર ઈંચ વરસાદ
- નવસારી, જોડીયા, પ્રાંતિજમાં પોણા 4 ઈંચ વરસાદ
- વાલોડ, ધારી, જોટાણામાં સાડા 3 ઈંચ વરસાદ
- માંડવી, ધોરાજી, સાવરકુંડલામાં સાડા 3 ઈંચ વરસાદ
- તાલાલા, ઉપલેટા, સોનગઢમાં 3 ઈંચ વરસાદ
રાજ્યમાં અતિભારે વરસાદને લઈને એનડીઆરએફની અલગ અલગ છ ટીમો રાજ્યના અલગ અલગ શહેરોમાં ફાળવવામાં આવી છે. સૌરાષ્ટ્રના જુનાગઢ,જામનગર સહિતના વિસ્તારોમાં એનડીઆરએફની ટીમ પહોંચશે.
હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં હજુ પણ આગામી ત્રણથી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી ત્રણથી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે અને ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે.
સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે હજુ પણ ગુજરાતમાં વરસાદની સ્થિતિ યથાવત રહે તેવો અનુમાન છે. ત્રણથી પાંચ દિવસ બાદ ઉત્તર ગુજરાતમાં અને ત્યારબાદ સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટે તેવી સંભાવના છે. જ્યારે અરવલ્લીથી લઈને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હજી ત્રણથી ચાર દિવસ ભારે વરસાદનો અનુમાન છે. 5 જુલાઇ બાદ ભારે વરસાદની શક્યતા ઘટશે પરંતુ છૂટછવાયો સામાન્ય વરસાદ રહી શકે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 6 જુલાઈથી 12 જુલાઈ સુધી ગુજરાતના મોટાભાગના જિલ્લામાં હળવાથી સામાન્ય વરસાદ વરસશે.
Join Our Official Telegram Channel: