Gujarat Rain: સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા આ જિલ્લાઓમાં ભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. નવસારી, તાપી, ડાંગ, ભરુચમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને પાટણમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
18 જુલાઈ બાદ વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા રાજ્યમાં 18 જુલાઈ બાદ વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. ભારે વરસાદની આગાહીના પગલે 17 અને 18 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આ સિવાય રાજ્યભરમાં આગામી દિવસોમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલની મોટી આગાહી
ગુજરાતમાં હાલ વરસાદી માહોલ યથાવત છે. રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, એક પછી એક વરસાદની સિસ્ટમ સક્રીય થઈ રહી છે. જેના કારણે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસશે. 23થી 26 જૂલાઈ વચ્ચે ગુજરાતમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. 29 જૂલાઈથી 8 ઓગસ્ટ સુધી રાજ્યમાં ધોધમાર વરસાદ પડશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાં 5થી 6 ઈંચ વરસાદ પડવાની આગાહી
ગુજરાતમાં 17થી 20 જૂલાઈ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે રાજ્યના જળાશયોમાં પાણીની આવક થશે. રાજ્યમાં આગાણી 17 જૂલાઈથી 19 જૂલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતમાં 5થી 6 ઈંચ વરસાદ પડવાની આગાહી અંબાલાલ દ્વારા કરવામાં આવી છે. આ સિવાય આહવા, ડાંગ, સુરતમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. મધ્ય ગુજરાતમાં 4 ઈંચથી વધુ વરસાદની શક્યતા છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્રમાં રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના અન્ય જિલ્લામાં સામાન્ય વરસાદ વરસી શકે છે.
સૌરાષ્ટ્રના કેટલા જળાશયો થયા ઓવરફ્લો
રાજ્યમાં પહેલા અને બીજા રાઉન્ડમાં સારો વરસાદ થતા રાજ્યના કુલ 207 પૈકી 75 જળાશયો હાઈએલર્ટ પર આવી ગયા છે. ગુજરાતમાં સારા વરસાદને પગલે સૌરાષ્ટ્રના 21, કચ્છના 8 જળાશયો ઓવર ફ્લો થયા છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ એક એક જળાશય ઓવરફ્લો થઇ ચૂક્યાં છે. હાલમાં રાજ્યના 15 જળાશયો એલર્ટ પર છે. 19 જળાશયો વોર્નિંગ પર છે. રાજ્યના 207 જળાશયોમાં કુલ 50.37 ટકા જળસંગ્રહ છે.