Rain: આવતીકાલથી ગુજરાતને ફરી ઘમરોળશે મેઘરાજા, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી, જાણો
Rain News: રાજ્યમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ એક્ટિવ થઇ છે. હવામાન વિભાગે આવતીકાલથી ગુજરાતમાં ફરીથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થવાની આગાહી કરી છે
Rain News: રાજ્યમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ એક્ટિવ થઇ છે. હવામાન વિભાગે આવતીકાલથી ગુજરાતમાં ફરીથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થવાની આગાહી કરી છે. આવતીકાલથી ત્રણ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ઝૉનમાં વરસાદ ખાબકી શકે છે. આ વર્ષે પ્રથમ મહિને જ સિઝનનો 61 ટકા જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે.
હવામાન વિભાગે ગુજરાતમાં ફરી એકવાર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આગાહી પ્રમાણે, રાજ્યમાં આવતીકાલથી ફરી ધોધમાર વરસાદની વરસશે. કેમ કે ગુજરાત પર વરસાદની સિસ્ટમ ફરી એકવાર એક્ટિવ થઇ છે. જેના કારણે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જામશે, જેમાં ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, ડાંગ અને તાપીમાં ભારે વરસાદની વરસશે. આ ઉપરાંત આગામી 3 અને 4 ઓગસ્ટે પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ખાસ વાત છે કે, રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો કુલ 61 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 2જી ઓગસ્ટથી ગુજરાતમાં ફરી એક વરસાદી સિસ્ટમ એક્ટિવ થઇ રહી છે, જેને લઈ કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે, આવતીકાલે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડશે, અને 3 અને 4 ઓગસ્ટે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ ખાબકી શકે.
ગુજરાતમાં 2 ઓગસ્ટથી વરસાદની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગીમી દિવસોમાં પ્રતિકલાક 35 થી 45 કિલોમીટરની ઝડપે પવન સાથે વરસાદ વરસી શકે છે. જેના પગલે હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે. રાજ્યના કુલ 207 પૈકી 48 જળાશયો હાઉસફુલ થયા.. સૌરાષ્ટ્રના 35, કચ્છ અને દક્ષિણ ગુજરાતના છ- છ જળાશયો સંપૂર્ણ ભરાયા છે તો 207 જળાશયોમાં કુલ 50.76 ટકા જળસંગ્રહ છે.રાજ્યના 75 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે. જેમાંથી 90 ટકાથી વધુ ભરાયેલા છે તો 53 જળાશયો હાઈએલર્ટ પર છે. 80થી 90 ટકા ભરાયેલા 10 જળાશયો એલર્ટ પર છે. તો 70થી 80 ટકા ભરાયેલા 12 જળાશયો વોર્નિંગ પર છે. ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં વરસેલા વરસાદની વાત કરીએ તો 59.33 ટકા રાજ્યમાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કચ્છમાં 76.45 ટકા, તો સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં 74.43 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 69.50 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.. તો મધ્ય ગુજરાતમાં 47.86 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 38.78 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.