શોધખોળ કરો

Gujarat Rain: દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના 9 જિલ્લામાં આજે ખાબકી શકે ભારે વરસાદ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ રહેશે.

અમદાવાદ: ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના 9 જિલ્લાઓમાં હવામાન વિભાગે આજે ભારે વરસાદની આગાહી કરી છે.  છેલ્લા 24 કલાકમાં રાજ્યના 77 તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો કૂલ 23 ટકા વરસાદ વરસ્યો છે.  રાજ્યમાં ગત વર્ષની સરખામણીએ નબળી શરૂઆત રહી છે, આ વર્ષે અત્યાર સુધીમાં 8 ઈંચ સાથે સિઝનનો સરેરાશ 23 ટકા વરસાદ નોંધાયો છે. 

સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આજે ભાવનગર, અમરેલી, તાપી, ડાંગ, વલસાડ, મહીસાગર, દાહોદ, જૂનાગઢ, સુરત, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી આપાવમાં આવી છે. સૌરાષ્ટ્ર અને  કચ્છમાં  ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આ ઉપરાંતના સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.

બુધવારે  કચ્છ જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે.  આ ઉપરાંતના અન્ય જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરાઈ છે.  સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.   

ગુરુવારે તમામ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 

શુક્રવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે તેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, ડાંગ અને વલસાડનો સમાવેશ થાય છે. 

સૌરાષ્ટ્રમાં સિઝનનો 30.21 ટકા વરસાદ

રાજ્યમાં વર્ષ 2024માં સૌરાષ્ટ્રમાં 8.77 ઈંચ સાથે સિઝનનો 30.21 ટકા વરસાદ વરસી ગયો છે. આ ઉપરાંત કચ્છમાં 4.89 ઈંચ સાથે સિઝનનો 25.63 ટકા, દક્ષિણ ગુજરાતમાં 14.94 ઈંચ સાથે સિઝનનો 25.44 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 4.78 ઈંચ સાથે સિઝનનો 14.97 ટકા અને ઉત્તર ગુજરાતમાં 4.50 ઈંચ સાથે 15.66 ટકા વરસાદ વરસ્યો છે. 

રાજ્યમાં ચાલુ સિઝનમાં 20 તાલુકામાં 20થી 40 ઈંચ, 47 તાલુકામાં 10થી 20 ઈંચ, 82 તાલુકામાં 5થી 10 ઈંચ, 13 તાલુકામાં પાંચ ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે.  વલસાડમાં સૌથી વધુ 20.74 ઈંચ, નવસારીમાં 20.82 ઈંચ, જૂનાગઢમાં 18.33 ઈંચ વરસાદ વરસયો છે.             

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહીNavratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાતHemprabhu Surishwarji Maharaj  | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Navratri 2024 : નવરાત્રિ  દરમિયાન માતાના મઢ અને  પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Navratri 2024 :નવરાત્રિ દરમિયાન માતાના મઢ અને પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Embed widget