શોધખોળ કરો

Valsad Rain: કપરાડામાં 6 કલાકમાં  9 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી  

વલસાડ જિલ્લાના કપરાડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. કપરાડામાં 6 કલાકમાં 9 ઈંચથી વધારે વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

વલસાડ:  વલસાડ જિલ્લાના કપરાડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. કપરાડામાં 6 કલાકમાં 9 ઈંચથી વધારે વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વલસાડ જિલ્લામાં આજે ધોધમાર વરસાદ વરસ્યો છે.  વલસાડના ધરમપુરમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે.   વલસાડના મોટી પલસાણ ગામમાં ખાડીના પાણી કોઝ વે પર ફરી વળ્યા હતા. કોઝ વે પરથી ધસમસતા પ્રવાહમાંથી વિદ્યાર્થીઓ જીવના જોખમે પસાર થતા જોવા મળ્યા હતા.  ધરમપુર અને કપરાડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ચવેચા ઓહલ નદીના કોઝ વે પર પાણી ફરી વળતા અનેક ગામોનો સંપર્ક કપાયો છે. 

નાનાપોંઢા  નાસિક હાઈવે પર કેટલીક જગ્યાએ પાણી ભરાયા છે. વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.  કપરાડા અને ધરમપુર તાલુકાના તમામ નદીનાળાઓએ તોફાની સ્વરૂપ ધારણ કર્યું છે.   કેટલીક જગ્યાએ લો લેવલ કોઝવે પર પાણી ફરી વળ્યા છે.  અનેક ગામનો સંપર્ક કપાયો છે.  મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો છે. મધુબનમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડાયું છે.  ડેમમાંથી દમણ ગંગા નદીમાં પાણી છોડાયું છે. નદી કિનારાના ગામોને સાવચેત રહેવા સૂચન કરવામાં આવ્યું છે. 

ગુજરાતમાં રાત્રિના 10 વાગ્યા સુધીમાં 91 તાલુકામાં વરસાદ

વલસાડના કપરાડામાં સૌથી વધુ સાડા નવ ઈંચ વરસાદ

દ્વારકાના ખંભાળિયામાં 9 ઈંચ વરસાદ

જૂનાગઢના વિસાવદરમાં 8 ઈંચ વરસાદ 

વલસાડના ધરમપુરમાં 4 ઈંચ વરસાદ 

દ્વારકાના કલ્યાણપુરમાં ત્રણ ઈંચ વરસાદ

ભાવનગરના મહુવામાં ત્રણ ઈંચ વરસાદ

પોરબંદરના રાણાવાવમાં અઢી ઈંચ વરસાદ  

સૌરાષ્ટ્ર-કચ્છને લઈ હવામાન વિભાગની મોટી આગાહી

હવામાન વિભાગે  આગાહી કરી છે કે, હજુ પણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 3 દિવસ  સૌરાષ્ટ્ર-કચ્છમાં ધોધમાર વરસાદ વરસશે. અમદાવાદમાં પણ વરસાદી માહોલ રહેશે.   

સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની કરાઈ આગાહી

23 જુલાઈના અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ, પાટણ, સુરત, નવસારી, વલસાડ, ભરૂચ અને આણંદ જિલ્લામાં જળબંબાકાર થશે. જ્યારે 24 જુલાઈના જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ વરસશે. 

હવામાન નિષ્ણાત અંબાલાલે રાજ્યમાં હજુ પણ ભારે વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે. આગામી 24 જુલાઈ સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદનો જોર યથાવત રહેશે, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર ,મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે,ઉત્તર ગુજરાત સાબરકાંઠા અને કચ્છ જિલ્લામાં પણ 24 તારીખ સુધી વરસાદનું જોર  થાવત રહેશે. 27 જુલાઈથી વરસાદની અન્ય એક સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

વિડિઓઝ

Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget