ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
Gujarat Rain: ભારે વરસાદના કારણે ગુજરાતના 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો છે. સૌથી વધુ ભાવનગર જિલ્લાના 36 ગામોમાં વીજપુરવઠો પ્રભાવિત થયો છે.
Heavy Rain Road Closures: ગુજરાતમાં ભારે વરસાદના કારણે 116 રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. આમાં 3 રાજ્ય ધોરીના માર્ગો, 99 પંચાયત હસ્તકના રસ્તાઓ અને 14 અન્ય માર્ગોનો સમાવેશ થાય છે.
બંધ રસ્તાઓનું વિગતવાર વર્ણન:
- જુનાગઢ: 49 રસ્તાઓ બંધ, જેમાં 40 પંચાયત હસ્તકના રસ્તાઓનો સમાવેશ થાય છે.
- સુરત: 17 રસ્તાઓ બંધ.
- પોરબંદર: 11 રસ્તાઓ બંધ.
- અન્ય જિલ્લાઓ: રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ 14 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત, 3 રાજ્ય ધોરીના માર્ગો પણ બંધ કરવામાં આવ્યા છે:
- જુનાગઢ: 2 રાજ્ય ધોરીના માર્ગો બંધ.
- પોરબંદર: 1 રાજ્ય ધોરીનો માર્ગ બંધ.
ભારે વરસાદના કારણે ગુજરાતના 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો છે. સૌથી વધુ ભાવનગર જિલ્લાના 36 ગામોમાં વીજપુરવઠો પ્રભાવિત થયો છે.
પ્રભાવિત ગામોનું જિલ્લાવાર વિગત:
- ભાવનગર: 36 ગામો
- કચ્છ: 29 ગામો
- જુનાગઢ: 16 ગામો
- દેવભૂમિ દ્વારકા: 5 ગામો
- પોરબંદર: 2 ગામો
આ માહિતી આજે સવારે 10 વાગ્યાની સ્થિતિ મુજબ છે. વધુ વરસાદના કારણે ગામોની સંખ્યામાં વધારો થઈ શકે છે.
છેલ્લા 22 કલાકમાં 208 તાલુકાઓમાં વરસ્યો વરસાદ
જૂનાગઢ જિલ્લામાં અનરાધાર વરસાદથી જળબંબાકાર
22 કલાકમાં વંથલીમાં સૌથી વધુ 14 ઈંચ વરસાદ ખાબક્યો
22 કલાકમાં વિસાવદરમાં સૌથી વધુ 13 ઈંચ વરસાદ
22 કલાકમાં જૂનાગઢમાં સાડા 11 ઈંચ વરસાદ ખાબક્યો
22 કલાકમાં જૂનાગઢ શહેરમાં સાડા 11 ઈંચ વરસાદ ખાબક્યો
22 કલાકમાં કેશોદમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો
22 કલાકમાં ખંભાળિયામાં સવા નવ ઈંચ વરસાદ
22 કલાકમાં માણાવદરમાં સાડા પોણા નવ ઈંચ વરસાદ
22 કલાકમાં કલ્યાણપુરમાં આઠ ઈંચ વરસાદ ખાબક્યો
22 કલાકમાં મેંદરડામાં સાડા સાત ઈંચ વરસાદ ખાબક્યો
22 કલાકમાં બારડોલીમાં સાત ઈંચ વરસાદ
22 કલાકમાં નવસારીમાં સાત ઈંચ વરસાદ
22 કલાકમાં જલાલપોરમાં સાત ઈંચ વરસાદ
22 કલાકમાં ધોરાજીમાં સાડા છ ઈંચ વરસાદ
22 કલાકમાં માળિયા હાટીના તાલુકામાં સાડા છ ઈંચ વરસાદ
22 કલાકમાં પલસાણામાં છ ઈંચથી વધુ વરસાદ
22 કલાકમાં ભેસાણ, મહુવામાં છ ઈંચ વરસાદ
22 કલાકમાં મહુવા, મોરબીમાં છ ઈંચ વરસાદ
22 કલાકમાં રાજુલા, તાલાલામાં સાડા પાંચ ઈંચ વરસાદ
22 કલાકમાં તાલાલા, ગીર ગઢડામાં સાડા પાંચ ઈંચ વરસાદ
22 કલાકમાં કુતિયાણા, માંગરોળમાં સાડા પાંચ ઈંચ વરસાદ
22 કલાકમાં કોડીનાર સાડા પાંચ ઈંચ વરસાદ
22 કલાકમાં ઉનામાં, મહુવામાં સાડા ચાર ઈંચ વરસાદ
22 કલાકમાં દ્વારકા, બગસરામાં સાડા ચાર ઈંચ વરસાદ
22 કલાકમાં ખાંભામાં સાડા ચાર ઈંચ વરસાદ
22 કલાકમાં જામજોધપુર, ભાણવડમાં ચાર ઈંચ વરસાદ