Rain Forecast : રાજસ્થાન, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ સહિત આ રાજ્યોમાં આગામી 7 દિવસ ભારે વરસાદની ચેતવણી
IMD alert: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સાત દિવસ સુધી ભારે વરસાદની શક્યતા છે. આ સંદર્ભે, IMD એ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ, ગુજરાત, હિમાચલ પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં ચેતવણી જાહેર કરી છે.

Heavy Rain Alert:દેશના તમામ રાજ્યોમાં ચોમાસાનો વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે કેટલાક રાજ્યોમાં પાણી ભરાઈ જવાના બનાવો પણ નોંધાઈ રહ્યા છે. આગામી સાત દિવસ સુધી ભારે વરસાદની શક્યતા છે. આ સંદર્ભે, IMD એ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ, ગુજરાત, હિમાચલ પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં ચેતવણી જાહેર કરી છે. વરસાદ દરમિયાન કેટલીક જગ્યાએ વીજળી પડવાની પણ શક્યતા છે.
આસામ, મેઘાલય અને ત્રિપુરામાં ભારે વરસાદ પડશે
હવામાન વિભાગ અનુસાર, આગામી સાત દિવસ સુધી ઉત્તરપૂર્વ ભારતમાં ભારે વરસાદ પડશે. આ સમય દરમિયાન, ઉત્તરપૂર્વ ભારતમાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ, વીજળી સાથે હળવો/મધ્યમ વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. 12-17 દરમિયાન આસામ અને મેઘાલયમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. 13-15 જુલાઈ દરમિયાન મિઝોરમ અને ત્રિપુરામાં, 14-17 જુલાઈ દરમિયાન અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદ પડશે.
ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવામાં પણ ચેતવણી
પશ્ચિમ ભારતની વાત કરીએ તો, 13 -15 જુલાઇ દરમિયાન કોંકણ અને ગોવામાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. 12થી 17 જુવાઇ દરમિયાન ગુજરાત પ્રદેશ; 13 અને14 જુલાઈ દરમિયાન મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારોમાં, સૌરાષ્ટ્રમાં 13 જુલાઈએ ભારે વરસાદ પડી શકે છે. આગામી 7 દિવસ દરમિયાન આ પ્રદેશમાં ઘણી/કેટલીક જગ્યાએ હળવો/મધ્યમ વરસાદ પડી શકે છે.
રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલમાં ભારે વરસાદ
હવામાન આગાહી મુજબ, ઉત્તર-ઉત્તર-પશ્ચિમ ભારતમાં ભારે વરસાદ પડી શકે છે. 12 થી 17 જુલાઈ દરમિયાન પૂર્વ રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ ગુજરાતમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. 14-17 જુલાઈ દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં, 12 -15 જુલાઈ દરમિયાન પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં, 12 અને 15 જુલાઈએ પૂર્વ ઉત્તર પ્રદેશમાં ખૂબ જ ભારે વરસાદ પડશે.
મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડમાં મુશળધાર વરસાદ પડશે
આઇએમડી અનુસાર, 12-17 જુલાઈ દરમિયાન મધ્યપ્રદેશમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ ચાલુ રહી શકે છે. 12-14 જુલાઈ દરમિયાન છત્તીસગઢ, 12-15 જુલાઈ દરમિયાન ઝારખંડ, 13-16 જુલાઈ દરમિયાન ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમ; 14 જુલાઈએ પશ્ચિમ બંગાળના ગંગાના મેદાનોમાં મુશળધાર વરસાદ પડવાની શક્યતા છે. 12 -16 જુલાઈ દરમિયાન ઓડિશા, 15 અને 16 જુલાઈ દરમિયાન મધ્યપ્રદેશમાં ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે. આગામી ૭ દિવસ દરમિયાન, આ પ્રદેશમાં મોટાભાગના સ્થળોએ વાવાઝોડા, વીજળી અને 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન સાથે હળવો થી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.
આ ઉપરાંત, 12- 16 જુલાઈ દરમિયાન પશ્ચિમ રાજસ્થાનમાં, 12-15 જુલાઈ દરમિયાન પૂર્વ રાજસ્થાનમાં અને 15 અને 16 જુલાઈએ ઉત્તરાખંડમાં ખૂબ જ ભારે વરસાદની સંભાવના છે. આગામી 7 દિવસ દરમિયાન, પશ્ચિમ હિમાલય પ્રદેશ અને મેદાનોમાં કેટલાક/ઘણા સ્થળોએ ભારે પવન ભારે વરસાદની આગાહી છે.





















