Gujarat Rain Forecast: રાજ્યમાં આ તારીખથી ફરી મેઘતાંડવ, આ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી
Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર એરિયાના કારણે ગુજરાતમાં 14 જુલાઇથી વરસાદનું પ્રમાણ વધી શકે છે.

Gujarat Rain Forecast: હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 14થી ફરી એકવાર વરસાદનો રાઉન્ડ શરૂ થશે. 14થી 17 જુલાઇ સુધી ગુજરાતમાં સારો સાર્વત્રિક વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રમાં 13 જુલાઇથી જ તેની અસર શરૂ થઇ જશે. સૌરાષ્ટ્રમાં 13 જુલાઇથી દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, જામનગર, અમરેલી, ભાવનગર, પોરબંદર, રાજકોટ, મોરબીમાં મધ્યમ તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં 14થી 17ના વરસાદના રાઉન્ડમાં ભારે વરસાદની આગાહી છે. અહીં નવસારી, વલસાડ, સુરત, તાપી સહિતના આસપાસના વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન છે. પર્વ ગુજરાત પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદ, મહીસાગરમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે. 14 જુલાઇથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે. જેમાં અમદાવાદ, ગાંઘીનગર, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા,પાટણ, અરવલ્લી, ખેડા, આણંદમાં ભારે વરસાદ થવાની શકયતા છે. કચ્છમાં 15 જુલાઇથી ફરી વરસાદનું જોર વધશે. ખાસ કરીને 14 અને 15 જુલાઇ ભારે સાર્વેત્રિક વરસાદનું અનુમાન છે.
ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવામાં પણ ચેતવણી
પશ્ચિમ ભારતની વાત કરીએ તો, 13 -15 જુલાઇ દરમિયાન કોંકણ અને ગોવામાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. 12થી 17 જુવાઇ દરમિયાન ગુજરાત પ્રદેશ; 13 અને14 જુલાઈ દરમિયાન મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારોમાં, સૌરાષ્ટ્રમાં 13 જુલાઈએ ભારે વરસાદ પડી શકે છે. આગામી 7 દિવસ દરમિયાન આ પ્રદેશમાં ઘણી/કેટલીક જગ્યાએ હળવો/મધ્યમ વરસાદ પડી શકે છે.
રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલમાં ભારે વરસાદ
હવામાન આગાહી મુજબ, ઉત્તર-ઉત્તર-પશ્ચિમ ભારતમાં ભારે વરસાદ પડી શકે છે. 12 થી 17 જુલાઈ દરમિયાન પૂર્વ રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ ગુજરાતમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. 14-17 જુલાઈ દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં, 12 -15 જુલાઈ દરમિયાન પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં, 12 અને 15 જુલાઈએ પૂર્વ ઉત્તર પ્રદેશમાં ખૂબ જ ભારે વરસાદ પડશે.આ ઉપરાંત, 12- 16 જુલાઈ દરમિયાન પશ્ચિમ રાજસ્થાનમાં, 12-15 જુલાઈ દરમિયાન પૂર્વ રાજસ્થાનમાં અને 15 અને 16 જુલાઈએ ઉત્તરાખંડમાં ખૂબ જ ભારે વરસાદની સંભાવના છે. આગામી 7 દિવસ દરમિયાન, પશ્ચિમ હિમાલય પ્રદેશ અને મેદાનોમાં કેટલાક/ઘણા સ્થળોએ ભારે પવન ભારે વરસાદની આગાહી છે.
આસામ, મેઘાલય અને ત્રિપુરામાં ભારે વરસાદ પડશે
હવામાન વિભાગ અનુસાર, આગામી સાત દિવસ સુધી ઉત્તરપૂર્વ ભારતમાં ભારે વરસાદ પડશે. આ સમય દરમિયાન, ઉત્તરપૂર્વ ભારતમાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ, વીજળી સાથે હળવો/મધ્યમ વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. 12-17 દરમિયાન આસામ અને મેઘાલયમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. 13-15 જુલાઈ દરમિયાન મિઝોરમ અને ત્રિપુરામાં, 14-17 જુલાઈ દરમિયાન અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદ પડશે.





















