શોધખોળ કરો
Advertisement
અમરેલીમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીઃ રસ્તાઓ પર ભરાયા પાણી, નાવલી સહિત કઈ નદીમાં આવ્યું પૂર? જાણો વિગત
સાવરકુંડલામાં ધોધમાર વરસાદ પછી નાવલી નદીમાં પૂર આવ્યું છે. સાવરકુંડલાના મેરિયાણાની સ્થાનિક નદીમાં પણ પૂર આવ્યું છે.
અમરેલીઃ આજે વહેલી સવારથી સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ત્યારે આજે અમરેલી જિલ્લામાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. સાવરકુંડલામાં ધોધમાર વરસાદ પછી નાવલી નદીમાં પૂર આવ્યું છે.
નાવલીમાં નવા નીર આવતા જગતનો તાત ખુશખુશાલ થયો હતો. ભારે વરસાદ પછી સાવરકુંડલાના મેરિયાણાની સ્થાનિક નદીમાં પણ પૂર આવ્યું છે. ગાધકડાની ફુલઝર નદીમાં પણ પૂર આવ્યું છે.
ભારે વરસાદથી સાવરકુંડલાનો જેસર રોડ પાણીથી તરબતર થયો છે. જેસર રોડ પર રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. જેસર રોડ સ્થિત સોસાયટીઓ પણ પાણીથી તરબતર થઈ હતી. ધોધમાર વરસાદથી રોડ-રસ્તાઓ પાણી પાણી થયા છે. અમરેલી જિલ્લામાં વરસાદ શરૂ થયો છે. સાવરકુંડલાના બાઢડા પંથકમાં વરસાદ થયો છે. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જૂનાગઢના માણાવદરમાં વરસાદનું આગમન થયું છે. શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. વરસાદ પડતાં શહેરના રસ્તા પાણી પાણી થયા છે.
જિલ્લાના લીલીયા તાલુકાના બવાડા, બાવાડી, ઈંગોરાળા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદથી બવાડી ગામના પાદરમા આવેલ કોઝવેમાં પાણી ભરાયા છે. ભારે વરસાદથી ખેતરો પાણીથી છલકાયા છે. જુના સાવર, ભુવા વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જુનાસાવર ગામે આવેલ વરસાદથી શેત્રુંજી નદીમાં નવા નીર આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement